________________
३३८
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3
આત્મસ્વરૂપ સાથે પ્રીતિ બંધાણી હોવાથી મન બીજે કયાંય રતિ પામતું નથી. પરમાત્મા પ્રત્યે પરમ પ્રેમપ્રવાહ વધતો જાય છે. કમલિની દિનકરના કર વિના, ગૌરી ગિરીશ વિના, કુમુદિની ચંદ્ર વિના ને લક્ષ્મી ગિરિધર વિના જેમ બીજાને ચાહતા નથી તેમ આ જ્ઞાની પુરુષને પરમાત્મા સિવાય અન્યત્ર ક્યાંય પ્રતિભાસ - આકર્ષણ થતું નથી. ચાતક જેમ જલધરના જલની પ્રતીક્ષા કરતો હોય તેમ આ આત્મા પણ પરમાત્મ સ્વરૂપને જ ઝંખતો હોય છે. આવી અવસ્થાને અનુભવતા અને પરમાત્માના વિરહને નહિ સહન કરતા આત્માર્થી આત્માના એ ઉદ્ગાર છે કે
રાત્રિ અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે. આહાર પણ એ જ છે. નિદ્રા પણ એ જ છે. શયન પણ એ જ છે, સ્વપ્ન પણ એ જ છે. ભય પણ એ જ છે. ભોગ પણ એ જ છે, પરિગ્રહ પણ એ જ છે. ચલન પણ એ જ છે. આસન પણ એ જ છે. અધિક શું કહેવું ? હાડમાંસ અને તેની મિંજાને એક જ રંગનું રંગન છે. એક એક રોમ પણ જાણે એનો જ વિચાર કરે છે અને એને લીધે નથી કંઈ જોવું ગમતું, નથી કંઈ ચાખવું ગમતું, નથી કંઈ સાંભળવું ગમતું, નથી કંઈ સ્પર્શવું ગમતું, નથી કંઇ બોલવું ગમતું કે નથી મૌન રહેવું ગમતું. નથી ખાવું ગમતું કે નથી ભૂખ્યું રહેવું ગમતું, નથી સંગ ગમતો, નથી લક્ષ્મી ગમતી કે નથી અલક્ષ્મી ગમતી....,
-
આત્મતત્વ આત્મ સ્વરૂપને છોડીને અન્યત્ર આનંદ પામવો તે અન્યમુદ્ નામનો ચિત્તદોષ. અથવા આદરેલી યોગક્રિયાને છોડીને બીજે હર્ષ પામવો તે પરમાર્થના કાર્યમાં બાધક હોવાથી અન્યમુદ્ છે અને તે દોષ આ દૃષ્ટિમાંથી નીકળી ગયેલ હોય છે.
-
મીમાંસા ગુણ અખેદાદિ ક્રમથી પ્રાપ્ત મીમાંસા નામનો ગુણ અહિંયા પ્રગટે છે. સર્વકાલને માટે સદ્વિચાર રૂપ મીમાંસા હોય છે. કયારે પણ લેશમાત્ર અશુભ વિચારણા હોતી નથી આથી જ કરીને આ દૃષ્ટિ હિતના ઉદયવાળી છે કારણકે સમ્યજ્ઞાનનું ફ્ળ સમ્યક્ પરિણતિ અહિંયા હોય છે. પાંચમી દૃષ્ટિમાં સમ્યજ્ઞાન હોવા છતાં તેનું ફ્ળ સમ્યક્ પરિણતિ અંશે અંશે હોવાથી હિતોદય જેવો જોઈએ તેવો ન હતો પણ પાંચમી દૃષ્ટિથી હિતોદય શરૂ થઈ જાય છે. અહિંયા તેનો વિકાસ જોવા મળે છે.
બત્રીસી ૨૪/૮માં - ધારણા હોવાથી સદા મીમાંસા હોય છે અને અન્યમુદ્દો અભાવ હોવાથી, ધારણા એ સભ્યજ્ઞાન ફ્ળ સ્વરૂપ હોવાથી હિતના ઉદયવાળી આ દૃષ્ટિ છે.
સૂક્ષ્મબોધ તે છે કે જે વિષયોમાં જતો નથી. બોધ સૂક્ષ્મ થયે છતે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org