________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૩૩૭
અન્યમુદ્ દોષનો નાશ હોય છે. ચોગમાર્ગ સિવાય અન્યત્ર ભોગમાર્ગમાં કયારે પણ હર્ષ થતો જ નથી અર્થાત્ આ દૃષ્ટિમાં કયારેક સંસારની પ્રવૃત્તિ કરવી.
પડે, ભોગ ભોગવવા પડે, લગ્નાદિ કરવા પડે તો પણ ઉદાસીન ભાવની જ - પરાકાષ્ઠા હોય છે, પણ તે ક્રિયામાં લેશમાત્ર આનંદ નથી હોતો. માટે સંસારની ક્રિયા વખતે પણ યોગિચિત્ત જ હોય છે.
અન્યમુદ્ કેમ નથી ? તેમાં હેતુ કહે છે, તત્તપ્રતિમાસાયિત | વિષયોમાં પ્રવૃત્તિ કરવા છતાં વિષયોમાં પ્રતિભાસ અર્થાત્ સુખાકારિતાનો બોધ થતો નથી પરંતુ દુઃખાકારિતાનો જ બોધ થાય છે.
બત્રીસી ૨૪/૮માં - સ્થિરભાવ હોવાથી અન્યત્ર = આત્મરમાણતા સિવાય ભોગપ્રવૃત્તિમાં આનંદ નથી કારણકે આ દૃષ્ટિમાં અન્યવિષયમાં પ્રતિભાસ અર્થાત આકર્ષણ નથી.
તીર્થકરો બધા ગૃહસ્થાવસ્થામાં યોગની આ છઠ્ઠી કાન્તા દ્રષ્ટિને પામેલા હોય છે. તેઓ સંસારની બધી પ્રવૃત્તિઓ ઉદાસીનભાવે જ કરે છે તેમાં ૨ષભદેવ પ્રભુનું દૃષ્ટાંત વિચારવા યોગ્ય છે.
ગૃહરાપણામાં પ્રભુની ઉદાસીનતા - પ્રભુના વિવાહ સમયને અવધિજ્ઞાનથી જાણીને ઇન્દ્ર પ્રભુની પાસે આવીને કહે છે કે હે પ્રભો ! આપ ગર્ભાવાસથી જ વીતરાગ જેવા છો અને અન્ય પુરુષાર્થની અપેક્ષા નહીં હોવાથી મોક્ષ પુરુષાર્થને માટે જ સજ્જ થયેલા છો. તથાપિ હે નાથ ! મોક્ષમાર્ગની જેમ લોકોનો વ્યવહાર માર્ગ પણ આપનાથી જ પ્રગટ થવાનો છે. તેથી તે લોકવ્યવહારના પ્રવર્તન માટે હું આપનો પાણિગ્રહણ મહોત્સવ કરવાની ઇચ્છા રાખું છું. આપ પ્રસન્ન થાઓ. હે સ્વામિન્ ! ભુવનમાં ભૂષણરૂપ સુનંદા અને સુમંગલાને પરણવાને આપ યોગ્ય છો.
તે સમયે અવધિજ્ઞાન વડે પોતાને ત્યાસી લાખ પૂર્વ સુધી ભોગવવા યોગ્ય દૃઢ ભોગકર્મ છે અને તે અવશ્ય ભોગવવું પડશે એમ જાણી સૂર્યવિકાસી કમળ જેમ સૂર્ય અસ્ત પામે ને કરમાઈ જાય તેમ પ્રભુનું મુખકમળ નિસ્તેજ થઈ ગયું. અને સાયંકાળના કમળની પેઠે પ્રભુ અધોમુખ થઈને રહ્યા. આમ લગ્ન જેવા પ્રસંગો પણ આ દૃષ્ટિમાં રહેલાને આનંદ આપનારા થતાં નથી.
આત્મારામીની દૃષ્ટિ આત્મામાં જ નિમગ્ન થાય છે. આંતરિક સુખનો. વિરહ તેમને પીડા ઉપજાવે છે. કર્મજન્ય બાહ્ય ઉપાધિના પ્રસંગમાં આત્માના અખંડાનંદ અનુભવનમાં વિઘ્ન આવે ત્યારે તે આત્માઓ ખેદ પામે છે. અર્થાત ઉપયોગ ઉત્કૃષ્ટપણે આત્માકારે પરિણમેલો હોય છે. “ મનમોહન તુમ સનમુખ નિરખતું, આંખ ન તૃપતિ અમચી મોહ તિમિર રવિ હર્ષ ચંદ્ર છવિ, મૂરત એ ઉપશમચી..
હું તો વારિપ્રભુ તુમ મુખની, દેવચંદ્રજી. ”
Jain Education International 20.10_05
For Private & Personal Use Only
www.jainelibrary.org