________________
૩૩૦
ચોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3
ભાવનથી થાય. તત્તનૂન ત્યાગ, વૈરાગ્ય, અનિત્ય, અશરણાદિ ભાવનાઓને નિરંતર ભાવવાથી ભોગની ઇચ્છા પાતળી પડતી જાય છે. નતુ વિછત્ર પ્રમુH માત્રા વા - પરંતુ ભોગ ભોગવવા દ્વારા ઇચ્છાનો ક્ષણિક વિચ્છેદ કરવાથી કે ભોગની ઇચ્છાને દબાવી દેવાથી ભોગેચ્છાની નિવૃત્તિ થતી નથી. ઇચ્છાઓ આકાશ સમાન અનંત છે અને વિષયો દ્વારા તેનો અંત કયારે પણ આવતો નથી.
અંગારકારકનું દૃષ્ટાંત : પોતાના ૯૮ ભાઈઓ પર પોતાની આજ્ઞા મનાવવા ભરતે દૂત મોકલ્યો ત્યારે ૯૮ ભાઈઓ પોતાના પિતા ઋષભદેવ પ્રભુ પાસે આવીને ઉપાય પૂછે છે કે પ્રભો ! અમારે શું કરવું ? આપે આપેલું રાજ્ય અન્યાયી રીતે ભરત અમારી પાસે કેવી રીતે માંગી શકે ? અને અધિકની અમને ઇચ્છા નથી તો શા માટે અમે એની આજ્ઞા માનીએ ? શા માટે એની સેવા કરીએ ? જે અતૃપ્ત માણસ હોય તે જ માનને નાશ કરનારી સેવા સ્વીકારે. તેથી યુદ્ધ કરવું એ જ ઉપાય છે છતાં આપને પૂછ્યા સિવાય અમે કાંઈ પણ કરવાને સમર્થ નથી.
ત્યારે પ્રભુ કહે છે હે વત્સો ! વીર પુરુષોએ દ્રોહ કરનારા શત્રની સાથે યુદ્ધ કરવું ઉચિત છે પણ તે શત્રુ ભરત નહિ પણ તમારા અંદરમાં પડેલા રાગ, દ્વેષ વગેરે કષાયો છે જે તમને ભરત શત્રુ છે તેમ દેખાડે છે. આ શત્રુઓ જન્માંતરમાં પણ અનર્થ આપનારા છે. રાગ-સદ્ગતિ થવામાં લોઢાની શૃંખલા સમાન બંધનકારક છે, દ્વેષ-નરકાવાસમાં નિવાસ કરવાને માટે બળવાન માનરૂપ છે, મોહ-સંસાર સમુદ્રની ઘુમરીમાં નાંખવાને માટે પણ (પ્રતિજ્ઞા) સમાન છે અને કષાય-અગ્નિની જેમ પોતાના આશ્રિત જનોનું દહન કરે છે તેથી તે શત્રુઓને જીતવા એક ધર્મનું જ શરણ સ્વીકારવા યોગ્ય છે તેની જ સેવા કરવા જેવી છે જેથી શાશ્વત આનંદમય પદની પ્રાપ્તિ સુલભ થાય.
આ રાજ્યલક્ષ્મી અનેક યોનિમાં પાડનારી, અતિ પીડા આપનારી, અભિમાનરૂપ ળવાળી અને નાશવંત છે. હે પુત્રો ! પૂર્વે સ્વર્ગના સુખો અનંતી. વાર તમે ભોગવ્યા છતાં તમારી તૃષ્ણા પૂરી ન થઈ તો અંગારા કરનાર મનુષ્યની પેઠે મનુષ્ય સંબંધી ભોગથી તો તે કેમ પૂરી થાય ? તે આ પ્રમાણે -
કોઈ અંગારા પાડનાર પુરુષ પાણીની મશક લઈને નિર્જળ અરણ્યમાં અંગારા પાડવાને માટે ગયો. ત્યાં મધ્યાહ્નના તાપથી અને અંગારાના તાપથી ઉત્પન્ન થયેલી તૃષાથી તે આક્રાંત થયો તેથી સાથે લાવેલી મશકનું સર્વ જળ પી ગયો, તો પણ તેની તૃષા શાંત થઈ નહિ એટલે તે સૂઈ ગયો. સ્વપ્નમાં તે ઘેર ગયો અને ઘરની અંદર રહેલા કળશ, ગોળા, ગાગર વગેરેનું સર્વ જળા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org