________________
૩૩૪
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ભોગસંપત્તિનો ઉપભોગ કરે છે પણ તે અનાસકત ભાવે કરે છે. જલકમલવત નિર્લેપ રહે છે એટલે તેમાં બંધાતો નથી પણ ભોગવીને છૂટી જાય છે. પાંચમી સ્થિરાષ્ટિનો સાર
આ સ્થિરા દૃષ્ટિમાં રત્નની પ્રભા જેવું નિત્ય - અપ્રતિપાતી દર્શન અર્થાત બોધ હોય છે. પ્રત્યાહાર નામનું યોગનું અંગ પ્રાપ્ત થાય છે. ભ્રાંતિ નામનો ચિત્તદોષ ટળે છે. અને સૂક્ષ્મબોધ નામનો ગુણ પ્રાપ્ત થાય છે.
તમોગ્રંથિનો ભેદ થવાથી સમસ્ત સંસારની ચેષ્ટાઓ બાળકની ધૂલિગૃહકીડા સમાન તુચ્છ અને અસાર લાગે છે તથા મૃતથી પ્રાપ્ત થયેલ વિવેકના બળે સર્વ બાહ્યભાવોને મૃગજળ, ગંધર્વનગર અને સ્વપ્ન જેવા દેખે છે. આંતર એવી જે નિરાબાધ, નિરામય જ્ઞાનજ્યોતિ છે એજ પરમતત્ત્વ છે. બાકી બીજું બધું ઉપદ્રવ સમાન છે. એવી સમજના બળે વિષય - વિકારોમાં ઇન્દ્રિયોને જોડતા નથી અને ધર્મને બાધા ન ઉપજે તેવી રીતે પ્રયત્નવાળા હોય છે.
અલક્ષ્મીની સખી લક્ષ્મી બુદ્ધિશાળીઓને જેમ આનંદ આપતી નથી તેમ પાપસખા એવો ભોગવિસ્તાર પ્રાણીઓને આનંદ માટે થતો નથી કારણકે ભોગ અને પાપ બેનો અવિનાભાવ છે. પ્રાણીઓના ઉપઘાત વિના ભોગ સંભવતો નથી, ચંદનથી ઉત્પન્ન થયેલો અગ્નિ પણ જેમ દઝાડે છે તેમ ધર્મના પ્રભાવથી મળતા ભોગો પણ આત્માને તાપ પેદા કરે છે તેથી તે અનિષ્ટ લાગે છે. ભોગ ભોગવવાથી થતી ઇરછાની વિરતિ એ તાત્ત્વિકી નથી પણ એક ખભા પર મૂકેલા ભારને ત્યાંથી ઊતારીને બીજા ખભા પર મૂકવા જેવી અતાત્વિકી છે. તેનાથી ભોગ સંસ્કારનો નાશ થતો નથી પરંતુ ભોગસંસ્કાર ચાલુ જ રહે છે. એમ સમજી સમ્યગ્દષ્ટિ આત્મા ભોગોને દૂરથી જ છોડવા પ્રયત્ન કરે છે.
હવે છઠ્ઠી કાન્તા નામની દૃષ્ટિને કહે છેकान्तायामेतदन्येषां प्रीतये धारणा परा । अतोऽत्र नान्यमुन्नित्यं मीमांसास्ति हितोदया ॥१६२॥
કાન્તા દૃષ્ટિમાં નિત્યદર્શનાદિ અન્યની પ્રીતિને માટે થાય છે તથા પરા ધારણા હોય છે તેથી અહિંયા અન્યમુદ્ નથી. હંમેશા હિતોદયી મીમાંસા હોય છે.
પાંચમી દ્રષ્ટિમાં કહેલ નિત્ય = અપ્રતિપાતિ દર્શન અથર્િ બોધ, પ્રત્યાહાર, ભ્રાંતિ નામનો ચિત્તનો દોષ ટળવાથી પ્રાપ્ત થયેલ સૂક્ષ્મબોધ વગેરે બીજાને પ્રીતિ ઉપજાવે છે પરંતુ હેષનું કારણ બનતા નથી. તેનું કારણ એ છે. કે આ દૃષ્ટિમાં અનંતાનુબંધી ચાર કષાયનો ક્ષયોપશમ હોય છે સાથે બાકીના બાર કષાયમાંથી રસની વિશેષ હાનિ થયેલી હોવાને કારણે પ્રશસ્ત કષાય હોય.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org