________________
૩૩ ૨
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૨
બનતા આગળ વધાય છે.
સંસારમાં દરેક આત્માનું જે પતન થાય છે તેના મૂળમાં તપાસ કરવામાં આવે તો કોઈને કોઈ વિષયોની આસક્તિ જ કામ કરતી હોય છે. પ્રભુ મહાવીરનો આત્મા મરીચીના ભાવમાં વિષયાસકત થવાથી પડયો. ત્રિદંડીપણું સ્વીકાર્યું. એક જ સ્પર્શેન્દ્રિયના વિષયે ચારિત્ર મૂકયું. આ વિષયાસક્તતા અંદર પડી હતી માટે માંદો પડતા કોઈ સાધુએ સેવા ન કરી તો તેમાંથી શિષ્યની ઇચ્છા થઈ અને આખરે કપિલ મળતા અંદર પડેલી. ઇચ્છા તીવ્ર બની. જેનાથી ઉત્સુક પ્રરૂપણા થઈ. માંદો પડયો અને સાધુએ સેવા ન કરી તેથી સાધુઓ પ્રત્યે દુર્ભાવ ઉત્પન્ન થયો તેનાથી ભાવ સમ્યક્ત્વ ગુમાવ્યું. આમ મરીચિનું સંસારમાં જે પતન થયું તે બધાના મૂળમાં વિષયાસકિત હતી, સુખશીલતા હતી. ચોગપ્રવૃત્તિનું પ્રથમ ચિલ
આ પ્રમાણે ભોગની અસારતાના ભાવનવડે કરીને સ્થિરા દૃષ્ટિમાં સ્વૈર્ય ઉત્પન્ન થાય છે. યોગાચાર્યોવડે કરીને આ દૃષ્ટિમાં બીજા પણ અલોલતાદિ ગુણો કહેવાય છે. અહિંયા અલોલતા હોય છે તેના કારણે દ્રવ્ય-ભાવ આરોગ્ય પેદા થાય છે. વિષયોની લોલતા = ગૃદ્ધિ એ જ બધા રોગનું કારણ છે. નિષ્ફરપણું હોતું નથી. અર્થાત્ હેચાની કઠોરતાનો અભાવ હોય છે. ગંધ પણ શુભ હોય છે. મુત્ર અને પુરીષ (ચંડિલ) પણ અલ્પ હોય છે. શરીરની કાંતિ, ચિત્તની પ્રસન્નતા અને સ્વરની સૌમ્યતા હોય છે. અર્થાત્ જીવોની સાથે સૌમ્ય અને પ્રેમપૂર્વકનો વ્યવહાર હોય છે. આ યોગપ્રવૃત્તિનું પ્રથમ ચિહ્ન છે. અર્થાત્ રત્નત્રયી રૂપ યોગના પ્રથમયોગ સમ્યગદર્શનકાલે સ્થિરાદૃષ્ટિમાં આવા ગુણો હોય છે.
હવે છઠ્ઠી દ્રષ્ટિમાં રહેલા યોગીના ચિન્હો જેવા હોય તે બતાવે છે. દરેક પ્રવૃત્તિકાલે મથ્યાદિ ભાવનાઓથી વાસિત ચિત્ત હોય છે. અર્થાત કોઈ પણ વિષયમાં પ્રવૃત્તિ કરે ત્યારે તેનું માનસ મૈત્રી, કરૂણા વગેરે ભાવનાઓથી વાસિત હોવાના કારણે દરેક પ્રવૃત્તિ એ ભાવનાની અસર તળે જ વર્તતી હોય છે અર્થાત્ કોઈપણ પ્રવૃત્તિ કરે ત્યારે તેના માનસ ઉપર જગતના જીવોની હિતચિંતા, પરોપકારની ભાવના, કરૂણાદિની અસર દેખાતી હોય છે.
(નોંધ : વિષષ્યવેત: એ પાઠ બરાબર લાગતો નથી પરંતુ વિષષ ચેતઃ આવો પાઠ યોગબિંદુ શ્લોક ૫૫ની ટીકામાં તથા બત્રીસી ૨૪/s ની ટીકામાં છે. અને તે બરાબર હોય એમ જણાય છે.)
ચિત્તનું સંકલ્પ બળ હોવાના કારણે પ્રભાવવાળું માનસ હોય છે અર્થાત્
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org