________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૩૩૩ પ્રતિભાસંપન્ન આકૃતિ હોય છે. લોલતા ન હોવાના કારણે ધીરતાથી યુક્ત ચિત્ત હોય છે. રાગદ્વેષાદિ ઢંઢોથી અંધૃષ્યત્વ અર્થાત્ પરાભવપણું હોતું નથી. અભીષ્ટ વસ્તુઓનો લાભ થાય છે. આ દૃષ્ટિમાં અત્યંત પરોપકારશીલ સ્વભાવ હોવાના કારણે સઘળા લોકમાં પ્રિય બને છે.
સાતમી - આઠમી દ્રષ્ટિમાં રહેલા નિષ્પન યોગીના ચિહ્નો : દોષોનો નાશ વિશેષ પ્રકારે થયેલો હોય છે. પરમ એવી તૃપ્તિ હોય છે અર્થાત વિષયોની. ઇચ્છા સર્વ પ્રકારે, અત્યંત રીતે શાંત થઈ જવાના કારણે આત્મગુણોમાં જ પરમતૃપ્તિ હોય છે. સર્વત્ર ઔચિત્ય પૂર્વકનું જ વર્તન હોય છે અર્થાત પોતાના શિષ્યોને અવસરે અવસરે વાચના પ્રદાન તેમજ સારણા-વારણાદિ અનુશાસન પણ હોય છે. છઠ્ઠી દ્રષ્ટિમાં પણ ઔચિત્ય યોગ હોય છે છતાં આ દૃષ્ટિમાં પણ તે લખવાનું કારણ એ છે કે આ દૃષ્ટિમાં રહેલા યોગીઓ સર્વકાર્યથી પર બની એક માત્ર ધ્યાનમાં જ રહેનારા હોય છે તેથી ત્યાં ઔચિત્ય યોગ ન હોય એવું કોઈને લાગે, તે માટે સ્પષ્ટ કરે છે કે આ દ્રષ્ટિમાં પણ ઔચિત્યનું પાલન હોય છે. વાચનાદિ આપે ત્યારે શરૂઆતમાં ધ્યાન ન હોય પણ ત્યાર બાદ તરત જ તે આવી જાય છે. સમતા અત્યંત શ્રેષ્ઠ કોટિની હોય છે. સઘળા વિકલ્પો. શમી જવાને કારણે ભવે - મોક્ષે સમભાવવાળા હોય છે તથા સિદ્ધયોગી હોવાના કારણે અહિંસાદિ યોગો એવા સિદ્ધ થઈ ગયા હોય છે કે પોતાના પરિચયમાં આવતા વાઘ, સિંહાદિ હિંસક પ્રાણીઓ પણ અહિંસક બની જાય છે. તમારી થી અર્થાત્ પ્રાતિજજ્ઞાનથી સહિત હોય છે. પ્રાતિજજ્ઞાન આઠમી દૃષ્ટિમાં હોય. છે. આ બધા નિષ્પન્નયોગીઓના ચિહ્નો અન્યદર્શનકારોએ કહેલા છે અને રૂપિ = સ્વદર્શનમાં પણ આ અકૃત્રિમ = સ્વાભાવિક ગુણોનો સમુદાય આ પાંચમી દૃષ્ટિથી માંડીને જાણવો.
ઉપાધ્યાયજી મહારાજ યોગદૃષ્ટિની સઝાયમાં કહે છે. અંશે હોય ઇહાં અવિનાશી, પુદ્ગલ જાલ તમાસી રે, ચિદાનંદઘન સુજસ વિલાસી કિમ હોય જગનો આશી રે...
પાંચમી દૃષ્ટિમાં આત્માની અનુભૂતિ થવાથી આત્મા અંશથી અવિનાશી બને છે. અહિંયા તેને હવે હું મરતો નથી પણ દેહ મરે છે તેવો ખ્યાલ હોવાથી જરા પણ મુંઝવણ થતી નથી. સઘળો સંસાર - પુદગલની બાજી- નાટકનો તમાસો. લાગે છે તેથી દૃષ્ટાભાવે તેને જુએ છે. જેણે ચેતન્યઘન સ્વરૂપી આત્મામાં જ વિલાસ = આનંદ અનુભવ્યો તે હવે જગતના કયા પદાર્થમાં મુંઝાય ? એ હવે આ સંસારના વિનાશી પદાર્થોની આશા શા માટે રાખે ? પૂર્વકર્મના યોગે પ્રાપ્ત
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org