________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૩૩૧ પી ગયો. તો પણ તેની તૃષા શાંત થઈ નહિ એટલે વાવ, કૂવા, સરોવર, નદીઓ અને સમુદ્રનું જળપાન કર્યું. તો પણ નારકીના જીવોની તૃષા-વેદનાની જેમ તેની તૃષા શમી નહિ. પછી મારવાડ દેશમાં જઈને રજુથી દર્ભનો પૂળો બાંધી જળને માટે કૂવામાં નાંખ્યો, દુઃખી માણસ શું ન કરે ? કૂવામાં જળ બંહુ ઊંડું હતું તેથી દર્ભનો પૂળો કૂવામાંથી કાઢતાં મધ્યમાં જ જળ ઝમી ગયું, તેને નીચોવીને તે પીવા લાગ્યો, પણ જે તૃષા સમુદ્રના જળથી શમી નહિ તે પૂળાના નીચોવેલા જળથી કેમ શમે ?
તે પ્રમાણે તમારી પણ સ્વર્ગના ભોગોથી નહિ શમેલી તૃષ્ણા રાજ્ય લક્ષ્મીથી કેમ છેદાશે ? માટે હે વત્સો ! સાચું સુખ તો મોક્ષમાં છે તેની પ્રાપ્તિનું કારણ સંચમ છે તેને જ તમારે સ્વીકારવું ઘટે. પ્રભુના આવા વચનો સાંભળી ૯૮ પુત્રોને તત્કાળ સંવેગ ઉત્પન્ન થયો અને તેમણે ચારિત્ર ગ્રહણ કર્યું.
આમ આત્માની અંદર પડેલા ભવોભવના કામવાસનાના સંસ્કારો વિષયોને ભોગવવાથી કયારે પણ જતા નથી, ઉપરથી વૃદ્ધિ જ પામે છે પછી તેનો છેડો કયારે પણ આવતો નથી જ્યારે સંયમી બનીને ઈન્દ્રિયોનો નિગ્રહ કરવામાં આવે તો જ તેનો અંત પામી શકાય છે.
એકવાર સોક્રેટીસને કોઈકે પૂછયું કે જીવનમાં કેટલી વાર ભોગ ભોગવવા જોઈએ? સોક્રેટીસ - પુત્રપ્રાપ્તિ માટે જીવનમાં એકવાર. પણ જો તેટલાથી તૃપ્તિ ન થાયતો ? સોક્રેટીસ - તો પાંચ વર્ષે એક વાર. તેટલાથી પણ તૃપ્તિ ન થાય તો ? સોક્રેટીસ - તો વર્ષમાં એકવાર તો પણ તૃપ્તિ ન થાય તો ? સોક્રેટીસ - વર્ષમાં બે વાર. પણ તેને સ્મશાનમાં જવા માટેની તૈયારી રાખીને ભોગવવા જોઈએ.
વિષયોની અપ્રાપ્તિમાં મનમાં દુર્ગાન ચાલે તે વૈરાગ્યનો અભાવ છે. અંદર ત્યાગની ઇચ્છા નથી. ત્યાગની રૂચિ નથી અને સંયોગવશાત્ સહન કરી લેવું પડે છે, તે ગમતું નથી તેથી આ દુર્બાન ચાલે છે. ભાવનાનું આલંબન ન લઈએ ત્યાં સુધી અંદરના દુષ્ટ સંસ્કારો નીકળે નહિ. ત્યાં સુધી કર્મનો ક્ષયોપશમાં ન થાય. ભરત ચકવર્તી, મરૂદેવા માતા, અરણિકાપુત્ર આચાર્ય, પુષ્પચુલા સાધ્વી. આ બધાએ ભાવનાના બળ ઉપર આગળ વધીને ક્ષપકશ્રેણી માંડી છે.
ચારિત્ર મોહનો નાશ કરવા માટે ચારિત્રની ક્રિયાઓ મોટરના પૈડા સમાન છે. શ્રદ્ધાપૂર્વકનું જ્ઞાન ડ્રાઇવરના સ્થાને છે જ્યારે ભાવનાયોગ પેટ્રોલના સ્થાને છે. જેમ પેટ્રોલ એ ટાયર વગેરે ચક્રો ગતિમાન કરે છે તે ન હોય તો ડ્રાઇવીંગ સારામાં સારું હોય તો પણ કાંઈ કામ આપતું નથી, તે જ રીતે ભાવનાયોગ જ્ઞાન અને ક્રિયાના ચક્રોને વેગવાન કરે છે જેના પ્રભાવે ચારિત્રમોહ શિથિલ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org