________________
૩૨૮
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
T
જાગૃતિના કારણે પ્રમાદરહિતતા જ છે.
શંકા : શુદ્ધધર્મનો આક્ષેપ કરનારા ભોગોમાં પ્રમાદબીજનો અયોગ છે એમ શાથી કહો છો ?
સમાધાન : શુદ્ધ ધર્મને લાવી આપનારા તે ભોગો અત્યંત અનવધ એવા તીર્થકરાદિરૂપ ફ્લથી શુદ્ધ હોવાના કારણે તેમાં પ્રમાદબીજ નથી. અર્થાત અત્યંત અનવધ એવા તીર્થકરાદિરૂપ ફ્લના કાલમાં જ તે ભોગોની પ્રાપ્તિ થાય છે. આદિ પદથી ગણધર, આચાર્યનું ગ્રહણ કરવું. જીવ જ્યારે અત્યંત જાગ્રત અવસ્થામાં વર્તે છે તેવા કાલમાં આ ભોગોની પ્રાપ્તિ થતી હોવાથી તે ભોગોમાં પ્રમાદબીજ નથી.
શંકા : શુદ્ધ ધર્મનો આક્ષેપ કરનારા ભોગો અત્યંત અનવદ્ય એવા. તીર્થંકરાદિ રૂપ ફ્લથી શુદ્ધ કેમ છે ?
સમાધાન : પુણ્યની શુદ્ધિકાલમાં આગમમાં જ અભિનિવેશ (આગ્રહ) હોવાથી ધર્મસાર = ધર્મની પ્રધાનતાવાળા એવા ચિત્તની ઘટમાનતા થાય છે. અર્થાત તાત્પર્ય એ છે કે શુદ્ધધર્માક્ષેપી ભોગોને અનુકૂળ એવા વિશુદ્ધ પુણ્યનો જ્યારે બંધ થાય છે ત્યારે તેઓનું ચિત્ત એક માત્ર તત્ત્વમાં જ અભિનિવિષ્ટ છે અથતિ શાસ્ત્રજ્ઞાના પાલનમાં જ આગ્રહવાળું છે અને તેથી ધર્મની પ્રધાનતાવાળું જ તેમનું ચિત્ત હોય છે. તત્ત્વમાં જ આગ્રહ હોવાના કારણે ધર્મસાર અર્થાત અત્યંત ઉપશમ પ્રધાન એવું ચિત્ત હોય છે અને આવા ધર્મસાર ચિત્ત વખતે જે વિશુદ્ધ કોટિનું પુણ્ય બંધાય છે તેનો વિપાકોદય અત્યંત નિરવધ એવા તીર્થંકરાદિ ફ્લકાલમાં જ થાય છે માટે વિપાકોટથી પ્રાપ્ત થતા ભોગો તીર્થકરાદિ ક્વથી શુદ્ધ છે.
આ જ વાતને દૃષ્ટાંતથી કહે છે - શેત્ય છે પ્રકૃતિ જેની એવા ચંદનથી ઉત્પન્ન થયેલો અગ્નિ પણ પ્રાય: કરીને બાળે જ છે કારણકે તેનો તેવા પ્રકારનો બાળવાનો સ્વભાવ છે. અહિંયા પણ પ્રાયઃ એટલા માટે કહ્યું કે તે અગ્નિને સત્યમંત્રાદિ દ્વારા સંસ્કારિત કરવામાં આવે તો મંત્રના પ્રભાવથી. તે અગ્નિ દ્વારા દાહકાર્ય થતું નથી માટે પ્રાયઃ કહ્યું. આ વાત સકલલોક પ્રસિદ્ધ છે.
શીતલ ચંદનથી પણ ઉપન્યો, અગ્નિ દહે જિમ વનનેરે
ધર્મજનિત પણ ભોગ ઇહાં તિમ, લાગે અનિષ્ટ તે મનનેરે... સ્થિરા દૃષ્ટિ સર્જાય.
પુણ્યથી મળતા ભોગો પણ આ દ્રષ્ટિમાં રહેલા જીવને અનિષ્ટ લાગે છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org