________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩
૩૨૭ સામાન્ય જનોને જે ભોગ કર્મબંધનું કારણ થાય છે તે તેમને નિર્જરાનું કારણ બને છે. સામાન્ય માણસોને લાગુ પડતો નિયમ અસામાન્ય માણસને લાગુ પડતો નથી. અર્થાત કર્યોદયને ભોગવતા યોગ્યતા પ્રમાણે જીવ કમ બાંધે છે અને નિર્જરા પણ કરે છે માટે જ શાસ્ત્રમાં કહ્યું છે કે વેપડ્ડ સો વંથરૂ, વે તો નિરરૂા.
| તીર્થકરના આત્માને દેવલોકમાં તેમજ ગૃહસ્થપણામાં યોગની છઠ્ઠી કાન્તા દૃષ્ટિ વર્તતી હોવાના કારણે ભોગના સાંનિધ્યમાં પણ તેઓની શુદ્ધિનો ક્ષય થતો નથી. તેમજ તેઓની ભોગમાં પ્રવૃત્તિ કર્મના ઉદયથી હોય છે. ભોગ વિષયક ઇચ્છા તેમની નાશ પામી ગયેલી હોય છે અને તેથી જગતના જીવોને જે ભોગ ભોગવવાથી રતિ અર્થાત્ આનંદની અનુભૂતિ થાય છે ત્યાં તેઓને વિરક્તિ અર્થાત વૈરાગ્ય જ અનુભવાય છે. ભોગો બધા મૃગજળ જેવા છે એનો સ્પષ્ટ ખ્યાલ હોવાના કારણે ભોગ ભોગવવા છતાં અંદરથી અલિપ્ત અને અસંગ રહી પરમપદની નજીકમાં જાય છે. આ વાત અધ્યાત્મસારમાં વેરાગ્ય સંભવ અધિકારમાં ઉપાધ્યાયજી મહારાજે કહી છે તેથી મુમુક્ષુએ તે ખાસ ત્યાંથી જોવા યોગ્ય છે.
તીર્થકરના જીવોને કેવલજ્ઞાન થયા પછી તીર્થકર નામકર્મના વિપાકોદયથી જે અષ્ટમહાપ્રાતિહાર્યાદિ ભોગોની પ્રાપ્તિ થાય છે એ ભોગો જ એવા છે કે તેને ભોગવી તીર્થંકર નામકર્મને ખપાવે તો જ શેલેશી અવસ્થાદિ આગળના શુદ્ધધર્મની પ્રાપ્તિ થાય. તે જ રીતે ગણધરો પણ પાદપીઠ ઉપર બેસી દેશનાદિ આપે અને રાજા મહારાજાદિ તરક્કી મળતા સકારાદિને ભોગવે ત્યારે જ ગણધર નામકર્મ ખપે ને આગળ વધાય. તે જ રીતે આચાયદિ પણ આચાર્યને યોગ્ય નામકર્મના ઉદયથી મળતા ભોગોને ભોગવ્યા પછી નિર્જરા દ્વારા આગળ આગળના શુદ્ધ ધર્મને પ્રાપ્ત કરે છે. તેમજ પોતાના પરિચયમાં આવતા બીજા જીવોને પણ તે સમ્યક્ત્વ, વિરતિ, ઉપશમભાવાદિ શુદ્ધ ધર્મને પ્રાપ્ત કરાવવામાં કારણ બને છે. આમ આ બધા ભોગોને ભોગવવા છતાં અંદરથી અત્યંત જાગ્રતદશા હોવાથી તે અનર્થને માટે થતા નથી. તીર્થકરાદિને જે ભોગો મળે છે તે વીતરાગ સર્વજ્ઞ થયા પછીથી મળે છે માટે ત્યાં પ્રમાદબીજ નથી તેમજ ગણધર, આચાર્યાદિને મળતા ભોગો પણ છઠ્ઠા ગુણઠાણાના ઊંચા અધ્યવસાય સ્થાનોમાં હોવાથી ત્યાં પણ પ્રમાદ નથી તેમજ તીર્થંકરાદિના જીવોને દેવલોકમાં કે ગૃહસ્થપણામાં જે ભોગો મળે છે ત્યાં યોગની છઠ્ઠી દ્રષ્ટિ હોવાથી જ્વલંત વૈરાગ્ય, ઉપશમભાવ, ઔદાસીન્યભાવ અને પ્રશાંતવાહિતા છે. વૈષયિક ભોગમાંથી ભોગવૃત્તિ અને સુખબુદ્ધિ નીકળી ગઈ છે. તેથી ત્યાં પણ પ્રબળ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org