________________
૩ ૨૬
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
સેવનરૂપ પ્રમાદમાં પાડે છે અને તે પ્રમાદથી તો નિશ્ચયે કરીને આત્માનું અહિત થાય છે. જે ભોગો આત્મજાગૃતિને નષ્ટ કરે તે ભોગો સારા કેવી રીતે કહેવાય. ? ભોગો ચિત્તવિશુદ્ધિનો નાશ કરે છે, ચિત્તમાં મલિનતા લાવે છે અને એના દ્વારા જીવને સમ્યક્ત્વથી પણ પતિત કરે છે. ભોગોમાં લપેટાય એટલે ચારિત્ર મોહનીય બંધાય અને સમ્યક્ત્વ ખસવા માંડે.
પણ શુદ્ધધર્મનો આક્ષેપ કરનારા ભોગો એટલે નિર્જરા કરાવનારા અને અનાસક્ત રાખનારા ભોગો જીવને અનર્થને માટે થતા નથી માટે પ્રાય: ગ્રહણ કર્યું છે. શુદ્ધધર્મનો આક્ષેપ કરનારા ભોગોમાં અર્થાત જે ભોગો દ્વારા અશુભકર્મ ન બંધાતા નિર્જરાની જ મુખ્યતા હોય ત્યાં જાગૃતિની મુખ્યતા હોવાથી ત્યાં પ્રમાદ બીજનો યોગ નથી. પ્રમાદ બીજ તો તે કહેવાય કે જે જીવને ભોગોમાં લંપટ બનાવે. અશુભ સંસ્કાર નાંખે. અશુભાનુબંધ ઊભા કરે અને નિર્જરા ના કરાવતા અશુભ કર્મ બંધાવે. જ્યારે શુદ્ધ ધર્મનો આક્ષેપ કરનારા ભોગો તો જીવને સ્વરૂપની જાગૃતિ સતત ટકાવે છે. વૈરાગ્યને જ્વલંત રાખે છે. કર્મના ઉદયે કાયાથી ભોગ ભોગવવા છતાં ચિત્તને મલિન ન કરતા ચિત્તની વિશુદ્ધિને ટકાવી રાખે છે. આત્મા ઉપર અશુભ સંસ્કારનું આધાન થવા દેતા નથી. મોક્ષના માર્ગ તરફ આગળને આગળ વધારે છે માટે આવા ભોગોમાં પ્રમાદબીજ ન હોવાથી તે ભોગો પ્રાણીઓના અનર્થને માટે થતા નથી તેની બાદબાકી કરવા પ્રાયો ગ્રહણ કર્યું છે.
જેમકે તીર્થકર, ગણધર, આચાર્યદિ મહાપુરુષોને જે શરીર, રૂપ, લાવણ્ય, ચોત્રીશ અતિશયો, અષ્ટમહાપ્રાતિહાર્ય, ઇન્દ્રાદિ દેવોની ભક્તિ, રાજા, મહારાજા, ચક્રવર્તીઓ દ્વારા મળતા માન, સન્માન, ખ્યાતિ, પ્રતિષ્ઠા, શ્રેષ્ઠકોટિના ખાનપાનાદિ ભોગો, પાંત્રીસ અતિશય યુક્ત વાણી જે પ્રાપ્ત થાય છે તેમજ તીર્ષકરાદિ જીવોને દેવલોકમાં જે ભોગાદિની પ્રાપ્તિ થાય છે તેમજ ગૃહસ્થાવસ્થામાં જન્મ થતાં જ ઇન્દ્રાદિ દેવોનું આગમન, પ૬ દિકકુમારી દ્વારા કરાતું શુચિકર્મ, ઇન્દ્રનું પાંચ પાંચ રૂપ કરવા દ્વારા પરમાત્માને મેરૂ શિખર ઉપર લઈ જવું, ત્યાં પાંડુકવનની શિલા ઉપર લાખો કળશાથી અભિષેક તેમજ બીજા પણ જે પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી પ્રાપ્ત થતાં ભોગો તે અનર્થના. કારણભૂત થતા નથી. ગૃહસ્થપણામાં પણ પોતાને મળેલા ભોગોનો ઉપયોગ અત્યંત અનાસક્તપણે કરતા હોવાથી તેઓ ભોગથી લેવાતા નથી. જેમ સુકી માટીનો ગોળો ભીંત ઉપર ચોંટતો નથી પણ ખરી પડે છે તેમ તેઓને ભોગ દ્વારા કર્મબંધ થતો નથી પણ નિર્જરા જ થાય છે. ભોગકર્મથી તે છૂટે છે. ભોગપંકની વચ્ચે રહેવા છતાં જલમાં કમળની જેમ તેઓ નિર્લેપ રહે છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org