________________
૩૨૪
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 ચારિત્ર જીવન જીવનારો ચૌદ રાજલોકના સર્વ જીવોને અભયદાન આપે છે. ચૌદ રાજલોકના જીવો સાથે તે મૈત્રીના કોલ કરાર કરે છે. સંસારના ભોગ ભોગવતા પુણ્યકર્મ ખપી જાય છે અને નવા પાપકર્મ બંધાય છે. ભોગસુખો ચિત્તમાં સંલેશ પેદા કરે છે. અશુભ સંસ્કારોનું આધાન કરે છે. જીવનમાંથી શાંતિનો નાશ કરે છે. મૃત્યુ સમયે સમાધિ મુશ્કેલ કરે છે. પરલોકમાં દુર્ગતિ અપાવે છે.
. આ પ્રમાણે સંસારનો સઘળો ભોગવિસ્તાર પાપ અને કુસંસ્કારની જ મૈત્રીવાળો છે. તે જીવને સુખ, શાંતિ અને સમાધિનું કારણ કેવી રીતે બને? વાસુદેવો અને પ્રતિવાસુદેવો ત્રણખંડના સામ્રાજ્યના માલિક અને ભોક્તા બન્યા પણ અંતે તો નરકગામી થયા. ચક્રવર્તીનું સ્ત્રીરત્ન ચક્રવર્તીની સાથેના ભોગને પામ્યું પરંતુ અંતે તો નરક જ મળી. બ્રહ્મદત્તે ૭૦૦ વર્ષ સુધી છ ખંડનું રાજ્ય ભોગવ્યું પણ તેના બદલામાં ૩૩ સાગરોપમની નરક મળી, તો જે સુખની પાછળ આવા ઘોર નરકના દુઃખો નિશ્ચિંત થયેલા છે તેને સુખ કોણ કહે ? અને તેનાથી પોતાની જાતને સુખી કોણ માને ? જે જે ચક્રવર્તીઓ, રાજાઓ, મહારાજાઓ, બળદેવો, મંત્રીઓ, રાજકુમારો, શ્રેષ્ઠીપુત્રોને મળેલા ભોગો પ્રત્યે મોહનીયકર્મના ક્ષયોપશમના બળે જાગૃતિ પેદા થઈ અને તેની સાથે રહેવામાં અને સુખને ભોગવવામાં સીધી જ નરક દેખાઈ તો તેઓએ કાચી સેકન્ડમાં બધું પડતું મૂકીને ત્યાગ અને વૈરાગ્યના માર્ગે મહાભિનિષ્ક્રમણ કર્યું. આ સંસારમાં તારક પરમાત્માઓએ બતાવેલ એક ચારિત્ર માર્ગ જ એવો છે કે જે જીવની દુર્ગતિથી વારંવાર રક્ષા કરે છે. સદ્ગતિ અપાવે છે અને અંતે મોક્ષ અપાવે છે માટે સંસાર ગમે તેવાં ઇન્દ્ર-ચક્રી આદિ પદવીઓથી બહારથી સુશોભિત, સોહામણો અને રળિયામણો દેખાતો હોય, ગમે તેવા અપ્સરા તુલ્ય સ્ત્રીઓના ભોગવટાથી મોહક જણાતો હોય તો પણ તેનાથી પેદા થતો રાગ વિવેકી આત્માઓને ફ્લીધર સર્પના દંશની જેમ કાટનારો લાગે છે. તેમાં વિવેકી આત્માને પોતાનું નિકંદન નીકળી જતું દેખાય છે. તેમાં માનવ જીવનની અમૂલ્ય ક્ષણોનો વિનાશ છે. ચારિત્રના પુરુષાર્થની બરબાદી છે અને ભવોભવની નરકને ખરીદવાની છે માટે તેવા સંસારમાં વિવેકી આત્માઓ રહેવાને ઇચ્છતા નથી. એને તો ચારિત્ર એ જ પોતાના પ્રાણ લાગે છે અને મોક્ષ એ જ પોતાનું ઘર લાગે છે માટે તેને મેળવવા જ તે પુરુષાર્થ કરે છે. તેમાં જ પોતાના જીવનની સાર્થકતા માને છે.
સર્વજ્ઞના વચનની શ્રદ્ધા ન હોય તે જ ભોગોને ટેસ્ટથી ભોગવી શકે, તે જ સંસારમાં મઝેથી રહી શકે. સમક્તિીને તો શ્રદ્ધા છે તેથી ભોગોમાં
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org