________________
૩૨ ૨
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 આગળ જઈને કહે છે કર્મબંધના હેતુરૂપ જે પાપસ્થાનકો તે તમારી ભક્તિના પ્રભાવે પ્રશસ્તભાવને પામ્યા. એટલે કે,
देहे धने कुटुम्बे च सर्व संसारिणां रतिः । जिने जिनमते संघे, पुनर्मोक्षाभिलाषिणाम् ॥
અત્યાર સુધી સઘળા સંસારી જીવોને દેહ, ધન અને કુટુંબમાં જ રતિ અર્થાત્ આનંદ હતો. પણ જિનશાસન મળ્યા પછી મોક્ષાર્થી જીવ દેહને બદલે જિન, ધનને બદલે જિન - આગમ અને કુટુંબને બદલે શ્રી સંઘ ઉપર પોતાની દ્રષ્ટિ કેન્દ્રિત કરે છે. આત્માને પોતાની સત્તાગત પરમાત્મદશાનું ભાન થાય છે.
ઉપયોગ પરમાત્માસ્વરૂપે પરિણમ્યો તેથી ધ્યાતા ધ્યેય સ્વરૂપ બની ગયો. અતિદુસ્તર એવો સંસારસમુદ્ર પ્રભુના અવલંબને ખાબોચિયું બની ગયો. પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિની એક પછી એક કડીઓ જોડાવા માંડી અને તેથી આત્માના અવ્યાબાધ સુખ આદિ ગુણોની પૂર્ણતા ખીલવા માંડી.
આ દૃષ્ટિમાં રહેલા જીવને ગ્રંથિભેદ થયેલો છે તેથી અંતઃકરણની વિશુદ્ધિ થયેલી હોવાથી ઉત્તમ વ્યુતપ્રધાન હોઈને આ પ્રમાણે વિચારે છે.
न ह्यलक्ष्मी सखी लक्ष्मीर्यथानन्दाय धीमताम्। तथा पापसखा लोके देहिनां भोगविस्तरः ॥ १५९ ॥
અલક્ષ્મીની સખી એવી લક્ષ્મી જેમ બુદ્ધિશાળીઓને આનંદને માટે થતી નથી. તેમ પાપસખા એવો ભોગવિસ્તાર પ્રાણીઓને આનંદને માટે થતો નથી.
અલક્ષ્મી જેની હેનપણી છે અર્થાત્ જે લક્ષ્મીની સાથે સહચરી રૂપે અલક્ષ્મી જોડાયેલી છે એવી લક્ષ્મી બુદ્ધિશાળીઓના આનંદને માટે થતી નથી. જે સંપત્તિ ઘરમાં આવવાથી કુટુંબની બરબાદી થવાની હોય, દરિદ્રતા આવવાની હોય, ઘરનો સંપ નાશ પામવાનો હોય, કુટુંબમાં કલેશ અને સંઘર્ષ પેદા થવાનો. હોય, રોગ, શોક, મૃત્યુ આદિનું કારણ બનવાની હોય એવી જો ખબર પડી જાય તો બુદ્ધિશાળી આત્માને તેવી લક્ષ્મી આવવાથી આનંદ થતો નથી પણ દુ:ખ જ થાય છે. જેમ કોઈ સમર્થ જ્યોતિષી આવીને કહે કે તમે પાંચ વર્ષમાં ક્રોડપતિ થશો પણ તે સાથે જ તમને ભયંકર કેન્સરનો રોગ લાગુ પડશે અથવા તો તે જ ગાળામાં તમારી પત્નીનું મૃત્યુ થશે અથવા તો તમારો એકનો એક દીકરો ચાલ્યો જશે તો માણસને ક્રોડ રૂપિયા મળવા છતાં આનંદ થતો નથી ઉપરથી દુ:ખ થાય છે કે એના કરતાં તો આવી લક્ષ્મી ઘરમાં ન આવે તો સારું. વિક્રમના વખતમાં પેલા પુરુષને ત્યાં દરિદ્ર નારાયણની મૂર્તિ આવી તો તે પુરુષ દુ:ખી દુ:ખી થઈ ગયો.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org