________________
૩ ૨૦
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ અને મનને પાછી ખેંચી લેવા રૂપ પ્રત્યાહાર એ જ તારું સ્વરૂપ છે. આવો પ્રત્યાહાર આવે ત્યારે જ સાચી ધીરતા આવે છે અને ત્યારે જ સ્વરૂપની મસ્તી અનુભવાય છે.
થવાથપરિત્યા,યવન્તઃ એ વિશેષણ અભ્રાંતિને સામે રાખીને લખ્યું છે કારણ કે અભ્રાંતિને કારણે જ ધર્મબાધા પરિત્યાગમાં યત્ન સંભવે છે. ભ્રાંતિને કારણે તો પુલભાવમાં આત્મબુદ્ધિ કરી ભવોભવ દુઃખ પામ્યો હતો.
નિજગુણ સબ નિજમાં લખે, ન ચખે પરગુણની રેખરે;
ખીર નીર વિવરો કરે, અનુભવ હંસ શું પેખરે... પ્રણમું પદપંકજ પાર્થના..
હંસ જેમ ક્ષીર-નીરનો વિવેક કરે છે, દૂધ ને પાણી જુદા કરે છે તેમ સમ્યગદૃષ્ટિ આત્મા અનુભવના બળે આત્મા અને અનાત્માનો વિવેક કરે છે. અચેતન ભાવોનો ત્યાગ કરીને ચેતન ભાવોને ઉપયોગમાં પડે છે અને તેમાં જ રહેવાને ઇચ્છે છે.
પોતાના ગુણને પોતાનામાં અનુભવે છે. પુદ્ગલના ભાવોને ભોગવવાને ઇચ્છતો નથી. બધા જ પુદ્ગલ ભાવોમાં નેતિ નેતિ “આ તે હું નહિ, આ તે હું નહિ એમ બધા ભાવોને છોડતો અંતે આત્મભાવમાં જ આસ્વાદ પામે છે. વિષયો બધા હલાહલ ઝેર જેવા લાગે છે. પોતાના ઉપયોગને પગલભાવમાં જતો જોઈને પોતાનું નિર્વીર્યપણું જાણીને ખેદ પામે છે. મહાપુરુષોએ કટોકટીની પળે બતાવેલું પરાક્રમ યાદ કરીને પોતાના આત્માને પણ તેવો રાખવા પ્રયત્ન કરે છે. પોતે શાંતરસ અનુભવતો હોવાથી પ્રશમરસ ઝરતી પ્રભુની મુદ્રાને જોઈને નાચી ઉઠે છે ને ગાવા માંડે છે.
જગત દિવાકર શ્રી નમીશ્વર સ્વામ જો, તુજ મુખ દીઠે નાઠી ભૂલ, અનાદિની રે લોલ;
જાગ્યો સમ્યગ જ્ઞાન સુધારસ ધામ જો, છાંડી દુર્ભય મિથ્યાનિંદ પ્રમાદનીરે લોલ...૧
સહજે પ્રગટયો નિજ-પરભાવ વિવેક જે, અંતર આતમ ઠહર્યો સાધના સાધવે રે લોલ;
સાધ્યાલંબી થઈ જ્ઞાયકતા છેક જો, નિજપરિણતિ થિર નિજ ધર્મરસા ઠવેરે લોલ...૨
દેવચંદ્રજી મહારાજ. (ગઈ ચોવીસીના ૧૬મા તીર્થંકર નમીશ્વર સ્વામીનું સ્તવન.)
હે નમીશ્વર પ્રભુ! આપ લોકાલોક પ્રકાશક છો, કેવલ જ્ઞાનથી જગતના પદ્રવ્યના અનંતધર્મોને પ્રકાશનારા છો. હે નાથ ! પરમ સમાધિરસ નિમગ્ન,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org