________________
૩૧૮
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ બચ્ચા નથી પણ ઘેટાના ટોળામાં ભળેલા સિંહના બચ્યા છો તેની ઓળખ કરાવે છે. તમારી દ્રષ્ટિમાં વીતરાગતાનું અંજન કરે છે અને સન્માર્ગ ચીંધે છે પછી તમારે કયા રસ્તા પર ચાલવું તે તમારા ઉપર છોડી દઈ તે બાજુ પર ખસી જાય છે. સમ્યકત્વની પ્રાપ્તિથી નવો જનમ શરૂ થાય છે. જન્માંધને જેમ દષ્ટિ મળે અને આનંદ થાય તેના કરતા અનંતગુણો આનંદ સમક્તિની પ્રાપ્તિથી છે માટે સમક્તિી સાચો દ્વિજ છે. બ્રાહ્મણોમાં જનોઈની પ્રાપ્તિથી બીજો જન્મ ગણાય છે ત્યારથી તે દ્વિજ કહેવાય છે.'
एवं विवेकिनो धीराः प्रत्याहारपरास्तथा । धर्मबाधापरित्यागयत्नवन्तश्व तत्त्वतः ॥ १५८ ॥
એમ વિવેકી એવા ધીરપુરુષો પ્રત્યાહારમાં તત્પર હોય છે અને તત્ત્વથી ધર્મબાધાના પરિત્યાગમાં યત્નવાળા હોય છે. દેહ, ઘર, સ્વજનાદિ બધા બાહ્યભાવો છે અને તે મૃગજળ, ઈન્દ્રજાળ, ગંધર્વનગર, અને સ્વપ્ન સમાના છે. નિરાબાધ, નિરામય જે જ્ઞાનજ્યોતિ છે તે જ અબાહ્ય છે. શાશ્વત છે. એ જ પરતત્ત્વ છે. બાકી બધું ઉપદ્રવ કરનારું છે. ભ્રમાત્મક છે માટે જ્ઞાનજ્યોતિ એ જ ઉપાદેય છે અને બીજું બધું ત્યાજ્ય છે. એ પ્રમાણે સમ્યગદૃષ્ટિ આત્મા પોતાને ઉત્પન્ન થયેલા વિવેકના બળે જાણે છે.
પાંચમી દ્રષ્ટિમાં અંત:કરણની વિશુદ્ધિ થવાથી ધર્મબાધાના પરિત્યાગમાં પરમાર્થથી જીવો પ્રયત્નવાળા હોય છે. આ દૃષ્ટિ પામ્યા પહેલાં વિવેક હતો પણ તે તાત્ત્વિક ન હતો તેથી દેહથી આત્મા જુદો અનુભવાતો ન હતો. દેહભાવ અને આત્મભાવની ઉપયોગમાં સ્પષ્ટ ભેદરેખા પડવી જોઈએ તે પડતી ન હતી. તેથી વિવેકશક્તિ ધૂલ હતી અને તેના કારણે ધર્મમાં આવતી બાધાઓ, પીડાઓ, મુશ્કેલીઓ એના ત્યાગમાં કરાતો પ્રયત્ન પણ સ્થૂલથી હતો. જ્યાં દૃષ્ટિ સ્થૂલ હોય ત્યાં કરાતો પ્રયત્ન પણ તાત્ત્વિક કેવી રીતે હોય? જ્યારે અહિંયા તો હવે ભ્રાંતિ ટળી ગઈ." હું સર્વથા, સર્વપ્રકારે દેહાદિથી ભિન્ન છું. શુદ્ધ ચેતન્યમય, જ્યોતિ સ્વરૂપ છું. અનંત આનંદનો પૂંજ છું. ક્ષમાદિ ગુણો એ જ મારું સ્વરૂપ છે.” આવું જીવને હવે અનુભવાયું તેથી ધર્મમાં થતી બાધાના ત્યાગમાં પ્રયત્ન પણ યથાર્થ રીતે થાય છે.
પહેલી ચાર દૃષ્ટિમાં જીવને મિથ્યાત્વ, અનંતાનુબંધી કષાય રહેલા હોવાના કારણે જેમ દૃષ્ટિ સ્થૂલ હતી, અજ્ઞાન હતું તેમ પ્રમાદ પણ વિશેષ કોટિનો હતો અને તેથી પુરુષાર્થ પ્રતિબંધક - પ્રમાદને પેદા કરે તેવા કર્મનો. ઉદય થતાં જીવ ત્યાં સદ્વર્ય હારી જતો હતો તેથી ધર્મમાં આવતી મુશ્કેલીઓનું નિવારણ કેવી રીતે થાય?
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org