________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3
૩૧૭
કરવાનો છે અને જે સમયે જે ઉચિત લાગે તે કરી લેવાનું છે. આમ ભવિતવ્યતાનો સ્વીકાર એ ભારોભાર અત્યંતર તપ છે. તેનાથી સમજણના બધાજ દ્વાર ખુલી જાય છે તેને ખાત્રી છે કે જે સર્જન થયું હશે તે ભવિતવ્યતાના નિયમ મુજબ વિસર્જન થવાનું જ છે માટે વિસર્જન વખતે તે આકુળ - વ્યાકુળ ન થતાં દ્રષ્ટાભાવમાં રહી શકે છે. સારી વસ્તુમાં પણ તેને અભિપ્રાય હોતો નથી કારણકે ત્યાં સારી વસ્તુ કરતા આગ્રહના મમત્વની સંભાવના છે. સ્વરૂપમાં કરેલો હોવાને કારણે તેમજ ભવિતવ્યતાને સમજેલો હોવાથી ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓ, ભાવ અને પ્રતિભાવ, વાદ અને વિવાદ આ બધાથી મુક્ત હોય છે. એને ખબર છે કે મારી ક્રિયા અને પ્રતિક્રિયા જ મને સારા નરસા ફળ આપવાની છે અને તેનાથી તો તે મુક્ત થવા ઝંખે છે અથવા તો મુક્ત જેવો છે માટે તેનો સંસાર આથમતો હોય, સંકલ્પ-વિકલ્પ આથમતા હોય, ભવિતવ્યતાને સમજ્યા પછીથી તે ફરિયાદી રહેતો નથી. સૂર્યમાં કદી અંધાર હોતું નથી. સદા અજવાળું હોય છે. ચંદ્રમામાં હંમેશા અજવાળું જ હોય છે. હંમેશા પૂનમ જ હોય છે. સૂર્ય-ચંદ્રનું ઉગવું અને આથમવું. એકમનો ચંદ્ર, બીજનો ચંદ્ર એ બધું તો ધરતી પર રહેલા જીવો માટે છે. તેમ સમક્તિીનું અંતઃકરણ હંમેશા પૂર્ણિમાના ચંદ્ર જેવું ઉજળું હોવાથી તેને બધું સવળું જ દેખાય છે. તેને આખું જગત નિર્દોષ અને નિરપરાધી દેખાય છે. ભવિતવ્યતા, કર્મનો ઉદય જીવને ભૂલાવે છે. એમાં બિચારા જીવનો શું વાંક? આવી સમાધાન કળા તેણે હસ્તગત કરેલી છે તેથી કચાંચ તે દુઃખી થતો નથી. સદા પ્રસન્ન રહે છે.
જીવમાં સમાધાન કરવાની શક્તિ અને આવડત છે. નથી એવું નથી. પરંતુ તે ક્યારે? જો પોતે તેમાં જવાબદાર હોય તો. ૫૦૦૦ રૂા. નું ચલચિત્રા બજારમાંથી ખરીદીને લાવ્યા. બાળકનો હાથ લાગતાં ફાટી ગયું તો તમે બાળકને ધમકાવો છો. સામાન્ય સજા કરો છો. નોકરથી ફાટી ગયું તો વિશેષ ધમકાવો છો, વધારે સજા કરો છો. તે વખતે સજા કોણ ન કરે? કાં તો પોતે સ્વરૂપમાં હોય, કાં તો પોતાને પેરાલીસીસ થયો હોય તે - બાકી સજા કર્યા વિના રહે નહિ. પણ એ જ ચલચિત્ર જે પોતાનાથી ફાટી જાય તો જીવ ત્યાં કોઈને કોઈ સમાધાન શોધે છે. પોતે કતભાવમાં હોય તો જ સામો દોષિત દેખાય. સામાને તે કત માન્યો તે જ તારો દોષ. પોતે અકતભાવમાં હોય તો તે એમ માને કે કર્મ એની પાસે દોષ કરાવે છે.
જ્ઞાની પુરુષ કાંઈ આપતા નથી. કાંઈ લેતા નથી માત્ર તમારી મલિન દષ્ટિને સ્વચ્છ કરે છે. તમે કોણ છો? તેનું ભાન કરાવે છે. તમે ઘેટાના
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org