________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૩૧૫ તે ભ્રાંતિ છે. આ તો અહંકાર પોતાનો દેખાવ કરે છે, બાકી આ બધું તો સહજ થઈ રહ્યું છે તેમાં મેં કર્યું એવું કહેવું એ ભ્રમ છે.
“મણિભાઈ છું” એવું લાગે ત્યાં સુધી અહંકારનું અનુશાસન છે. “હું શુદ્ધાત્મા છું” એવું અનુભવાય ત્યારે આત્માનુશાસનમાં આવ્યો કહેવાય. આત્માનુશાસનમાં આવેલાને કશું કરવાનું રહેતું નથી. ત્યાં પ્રકૃતિ ગલન સ્વભાવ વાળી હોવાથી ક્રિયાઓ થયા કરે છે અને આત્માનુશાસનમાં રહેલો તેને જોયા કરે છે તેથી નિર્જરા થયા કરે છે. જ્ઞાની પુરુષ પુદ્ગલના અનુશાસનમાંથી નીકળીને આત્માનુશાસનમાં આવેલા હોય છે.
પરતત્ત્વ શું છે ? જે સ્થિતિમાં અહંભાવનો લેશપણ ન હોય એને જ સ્વરૂપ સ્થિતિ કહેવાય છે અને એ જ મહામૌનનું ખરું સ્વરૂપ છે. મનને આત્મામાં સમાવવું તે મહામીન છે.
શાંતિ એ આપણી સ્વાભાવિક દશા છે એ સહજદશામાં ડખલ કરનાર મન છે. વિચાર માત્ર મનમાં ઘડાય છે. મન શું છે? તે શોધી કાઢો તો તે અદશ્ય થઈ જશે. વિચારથી ભિન્ન મન જેવી કોઈ વસ્તુ જ નથી. આમ છતાં વિચારના ઉભવના કારણે તમે કોઈ એવી વસ્તુની કલ્પના કરો છો કે જેમાંથી તે ઉભવે છે અને તેને તમે મન કહો છો. એ મન શું છે તે જોવાને તમે તલ્લીન થશો ત્યારે ખબર પડે છે કે વસ્તુતઃ મન જેવી કોઈ વસ્તુ જ નથી. આ રીતે મનનો નાશ થતાં જે શાંતિ મળે છે તે શાશ્વત છે.
જ્ઞાનની દિશામાં પ્રસ્થાન કરવા માટે શાંત અને મૌન થવું જરૂરી છે. તે માટે આવતા વિચારોની સાથે સંઘર્ષ ન કરતાં શાંત ભાવે એને જોવાની ટેવ પાડવા જેવી છે. શાંતિના સમયે જે કોઈ વિચાર આવે તો તેને તટસ્થતાની દૃષ્ટિથી જોવાથી અલૌક્કિ આનંદ અનુભવાય છે. જેમાં ઊંડાને ઊંડા ડૂબતા જવાથી કોઈ ધન્ય પળે આખું જીવન પલટાઈ જાય છે. દરેક વસ્તુને જોયા કરવાથી તેના સાક્ષી બનાય છે અને આ સાક્ષીભાવ જીવને સ્વર્ય તરફ લઈ જાય છે. મનને જોતા રહેવાથી તે પોતે શાંત અને શૂન્ય થઈ જાય છે. આ શૂલ્યમાં સત્યનું સાંનિધ્ય પ્રાપ્ત થાય છે. આ શૂન્યમાં જે અંદર છે તે બહાર આવે છે. ત્યાર બાદ અંદર અને બહાર મટી જાય છે અને કેવળ તે જ રહે છે કે જે છે. આ શુદ્ધ તત્ત્વ છે' ની સમગ્રતાનું નામ જ પર તત્વ છે. પરમાત્મ તત્ત્વ છે. પરમ તત્ત્વ છે. જે “છે' તેને પામવાનો ઉપાય અંદરથી અને બહારથી મૌન અને શાંત થવું તે છે.
વ્યક્તિત્વ, કામના, મોહ, અહં સુખ, લાલસાનો રસ આ બધા અસાધનને અકબંધ રાખીને સાધનાની વાતનો વિચાર કરવો તે સાધનના વેશમાં અસાધન જ છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org