________________
.18
I
૩૧ ૬
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ જે કાંઈ થઈ રહ્યું છે તેનો સહજ સ્વીકાર કરવાથી ચિત્ત ભૂમિમાં પરમાત્મા થવાના બીજ અંકુરિત થાય છે. જે ચિત્ત બધી આકાંક્ષા અને અપેક્ષાઓથી મુક્ત થઈ ગયું છે ત્યાં કોઈ પણ ફરિયાદ હોતી નથી અને આવા ચિત્તમાં પરમાત્માની અનુભૂતિ થાય છે.
- મનને શાંત કરવું એટલે બુદ્ધિને શાંત કરવી, કામનાને શાંત કરવી, મનના ભાવો તથા મનની માત્રાઓને શાંત કરી દેવી. અને એ ગાટ મૌનમાં પરમાત્માને પોતાનું સ્વરૂપ પ્રગટ કરવા દેવું. તથા આપણા સમગ્ર સૂક્ષ્મ દેહને વિજ્ઞાનની જ્યોતિ, શક્તિ તથા આનંદવડે પ્રકાશિત કરવાનું પણ તેની મરજી ઉપર છોડી દેવું. આ સાધના સાચે જ ઘણી મહાન અને સમર્થ સાધના છે. ક્ષોભ અને ક્રિયામાં મચેલા મન કરતાં શાંત અને અક્ષુબ્ધ મન સહેલાઈથી અનંત પ્રત્યે ખુલ્લું થઈ શકે છે.
જ્યારે મન પોતાના વ્યાપારમાં અમુકને સુખ અને અમુકને દુખ રૂપે રજૂ કરે છે ત્યારે તેને દૂરથી જોયા કરવાનો અભ્યાસ એ જ સુખ - દુખના પ્રસંગો ઉપર રવામિત્વની કુંચી છે. આત્મા પોતે વિવેક દ્રષ્ટિથી જાગ્રત થઈ પોતાની મધ્યસ્થ વૃત્તિ નિભાવી રાખે તો સુખ - દુખ જેવું આંતરસૃષ્ટિમાં કશું જ નથી. માત્ર કર્મના ઉદયવડે માનસિક વિકલ્પોમાં તે સર્જાય છે અને તે વિકલ્પોનો વિલય થયેથી તે સમાઈ જાય છે તેથી આનંદધનજી મહારાજ કહે છે.
દુઃખ સુખરૂપ કર્મફળ જાણો, નિશ્વય એક આણંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિન ચંદો રે...
શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન. વિશ્વના નિયમોની સત્તા દરેક પ્રાણી પદાર્ચ ઉપર પ્રવર્તે છે. પદાર્થના સંયોગ, વિયોગ વગેરે એ કર્મફળની ઘટના છે. તેમાં હર્ષ, અને શોકને વશ ચવાથી તે પદાર્થોના સંયોગ-વિયોગમય સ્વભાવો ફેરવાતા નથી તેથી પ્રબળ સામર્થ્યવાળા આત્માઓ અહંકાર અને મમકારના વિકારીપણાને ચૈતન્ય સ્વરૂપમાં ઓતપ્રોત કરતા નથી પરંતુ જગતના તમામ પદાર્થોને સમદષ્ટિએ અનુભવે છે.
સમ્યગ્રષ્ટિ આત્મા આ જગતના ભાવોને કેવા જુએ છે ? અને પરતત્ત્વ શું છે ? તેની વાત ચાલી રહી છે. સમકિતીને આંશિક પરતત્વની અનુભૂતિ થઈ છે. અનાદિકાળથી બીડાયેલા ચૈતન્યના દ્વાર ઉઘડ્યા છે તેથી હવે અંદરમાં જ તત્ત્વ જુએ છે. બહાર બધું તેને જે દેખાય છે તે ભ્રમ સ્વરૂપ છે. આત્મવરૂપ ખુલવાથી પુરુષાર્થ અને ભવિતવ્યતાના મર્મને તે સમજ્યો છે અને તેથી તેને ખ્યાલ આવે છે કે મારા સ્વરૂપની પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ મારે કરવાનો છે. બાકી બધો સંસાર ભવિતવ્યતા મુજબ ચાલ્યા કરવાનો છે જેને મારે જોયા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org