________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૩૧૯ અષાઢાભૂતિ, અરણિકમુનિ, સિંહગુજ્ઞવાસી મુનિ આ બધાને જ્યારે ખોટા નિમિત્તનું અવલંબન લેતા તીવ્ર અશુભ કર્મનો ઉદય થયો ત્યારે તે આત્માઓ. માર્ગ પર ટકી શક્યા નહિ અને માર્ગમાં આવતી મુશ્કેલીઓને દૂર કરવા સમર્થ બન્યા નહિ. જાગૃતિ અને પુરુષાર્થનું બળ ખૂટતા જીવ પતન પરિણામી થાય એ છે અને તે વખતે તેનું જીવવીર્ય અધોગામી બને છે.
જ્યારે આ દ્રષ્ટિમાં પુરુષાર્થ પ્રતિબંધક કર્મનો ઉદય નીકળી ગયેલો હોવાને કારણે તેમ જ સ્વરૂપ પ્રત્યેની અખંડ જાગૃતિ વર્તતી હોવાને કારણે તે આત્મા ધર્મમાં આવતી મુશ્કેલીઓને દૂર કરવા કટિબદ્ધ બને છે. જંબુસ્વામીના જીવ- શિવકુમારે પૂર્વભવમાં માતાપિતાએ ચારિત્ર માટેની રજા ન આપતા ઘરમાં રહીને બાર વર્ષ સુધી ચારિત્રનું પાલન કર્યું. છટ્ટના પારણે છઠ કર્યા અને પોતાના આગામી માર્ગને નિષ્ફટક બનાવ્યો.
વળી આ દૃષ્ટિમાં ઇન્દ્રિયોના વિષયને અભિમુખ વ્યાપારના ત્યાગરૂપ પ્રત્યાહાર હોય છે.વિકારી ભાવ વડે કરીને ઇન્દ્રિયોને વિષયની સાથે જીવ જોડતો નથી. કાચબો જેમ ઇન્દ્રિયોનો સંકોચ કરીને રહે છે તેમ ઇન્દ્રિયોને વિષયોમાંથી પાછી ખેંચી લે છે એટલે અનાદિની આશ્રવની ચાલ સહેજે છૂટી જાય છે અને સંવરદશા પ્રગટે છે તેથી આત્મા સ્વરૂપગુપ્ત બને છે. ઇન્દ્રિયો સ્વરૂપમાં અવસ્થાન પામેલી હોય છે તેથી ઇન્દ્રિયો પ્રત્યેની ચપળતા ચાલી જવાથી ધીરતા આવે છે. ધીર એ વિશેષણ પ્રત્યાહારને સામે રાખીને લખ્યું છે. કોઈ પણા પ્રવૃત્તિમાંથી ચંચળતા, ચપળતા, ઉતાવળ, સુક્ય આવેશ-આ બધું નીકળી ગયું હોય છે. પરમાત્મતત્વની પૂરી શ્રદ્ધા છે. ભવિતવ્યતાનું સ્વરૂપ બરાબર સમજાયેલું છે તેથી ખ્યાલમાં છે કે જે બનનાર છે તે નાર નથી. તેથી દરેક ક્રિયામાં શાંત, પ્રશાંત, ઉપશાંતપણું જળવાઈ રહે છે. દરેક કાર્ય વિચારપૂર્વક કરાય છે માટે ધૈર્ય હોય છે.
પરપરિણામિકતા અછે, જે તુજ પુગલ જોગ હો મિત્ત ! જડચલ જગની એંઠનો, ન ઘટે તુજને ભોગ હો મિત્ત ! દેવચંદ્રજી મહારાજ.
સમ્યગદૃષ્ટિ આત્મા પરપરિણતિ વમીને આત્મપરિણતિમાં રમે છે. તેઓ પોતાના આત્માને કહે છે. હે આત્મન્ ! તું જે પુગલનો ભોગ કરે છે તે પરપરિણતિપણું છે. પરભાવ છે. તે તો જગતની એંઠ છે. અનંતા જીવોએ અનંતી વાર તેને ભોગવીને છોડી દીધી છે. તેનો ભોગ તને કરવો ન ઘટે. આવી અશુચિરૂપ એંઠ કોણ ખાય? પુદ્ગલભાવો તો સરસ, વિરસ થયા કરે છે. તે તો કદન્ન છે. ચૈતન્યના આનંદને છોડીને આવા વિરસ પુગલોને કોણ ખાય? માટે તારે તો તેનો પરિહાર કરવો જ ઘટે. વિષયોમાંથી ઈન્દ્રિયો
Yain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org