________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૩૨૫
આત્માની નાલેશી અને વિડંબના દેખાય છે. ભોગોમાં ભૂતાવળ લાગે તે પછી સંસારમાં રહી શકે નહિ. આત્માના સ્વાધીન સુખને છોડીને પરાધીન સુખની ઇચ્છા કોણ કરે ? ભગવાનની આજ્ઞા મુજબ ૨૫-૫૦ વર્ષ સંયમના કષ્ટ વેઠી લઈએ તો કમમાં કમ દુર્ગતિ ો ન થાય. જીવોને આ વાત કેમ બેસતી નથી? અંદરમાં મિથ્યાત્વ પડેલું છે, તે જીવને મૂઢ, અવિવેકી અને ગમાર બનાવે છે ને દુર્ગતિમાં નાંખે છે.
સમકિતીને ભોગની અંદર દુઃખ દેખાય છે. જ્યારે ભોગમાં સુખ દેખાય ત્યારે સમ્યક્ત્વ તેને ચેતવે છે. ભૂખનું દુઃખ, ઇચ્છાનું દુઃખ ભોગમાં સુખનો ભ્રમ પેદા કરે છે. પૈસા આવ્યા એટલે શું બધું આવી ગયું ? એનાર્થી બધા ગુણો આવી ગયા ? આ બધો આરંભ સમારંભનો ઝમેલો જીવને ક્યાં નાંખશે ? વસ્તુપાલ - તેજપાલની જેમ ૮૦% ૯૦% ધર્મમાં ખર્ચો તો દુર્ગતિથી બચી શકો. ઘણું કમાનારાને પણ આજે નિયમ નથી કે મારે કમાણીના ૨૦%, ૨૫% સારા માર્ગે ખર્ચવા.
આજના શ્રીમંતોની લક્ષ્મી મોજશોખ અને એશઆરામમાં પૂરી થાય છે. એક દીકરાના લગ્નમાં જમણવારની ડીશના ૫૦૦-૫૦૦ રૂા. ખર્ચે છે. જાનને પ્લેનમાં લઈ જાય છે. ક્લબોમાં લગ્ન કરે છે. ત્યાં નાચગાન અને ડેકોરેશનમાં લાખો રૂપિયાના ધૂમાડા કરે છે. કેવળ પાપ પાપને પાપમાં જ લક્ષ્મી વાપરે છે. એના દ્વારા અનંત સંસાર ભટકી શકાય અને સહેલાઈથી નરકમાં જઈ શકાય એવા પાપો ખરીદે છે. ખોટા માર્ગથી આવેલી તેમની લક્ષ્મી ખોટા માર્ગે જ જાય છે.
સમક્તિી આત્મા ઉત્તમ શ્રુતપ્રધાનથી વાસિત હોઈ સંસારના સ્વરૂપની સમ્યગ્ વિચારણા કરે છે. તેને પોતાની માન્યતાથી વિપરીત માન્યતાવાળા સંસારી જીવોની સાથે રહેવું પડે છે. ત્યાં તેના હૃદયને સમજવા કોઈ તૈયાર નથી તેથી તેને સંસાર જેલ રૂપ જ લાગ્યા કરે છે.
धर्मादपि भवन् भोगः प्रायोऽनर्थाय देहिनाम् चन्दनादपि संभूतो दहत्येव हुताशनः ॥ १६० ॥
ધર્મથી મળતા ભોગો પણ પ્રાયઃ કરીને જીવના અનર્થને માટે થાય છે. ચંદનથી ઉત્પન્ન થયેલો અગ્નિ પણ બાળવાનું જ કામ કરે છે.
શંકા :- પાપનો સહચારી પાપની મૈત્રીવાળો એવો ભોગ વિસ્તાર ભલે સુંદર ન હોય પણ ધર્મભોગ અર્થાત્ ધર્મદ્વારા બંધાયેલા પુણ્યથી મળતા ભોગો તો સુંદર છે જ ને ? તેનો જવાબ આપે છે.
ધર્મના પ્રભાવથી મળતા દેવલોકાદિ ભોગો પણ પ્રાયઃ કરીને પ્રાણીઓના અનર્થને માટે થાય છે કારણ તે ભોગો આત્મજાગૃતિને નષ્ટ કરી જીવને વિષય
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org