________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩
૩૧ ૩ જુએ છે તે કારણથી તે બાહ્યમાં કયાંય ઠરતો નથી. બહારમાં તેનો આત્મા ઉદ્વેગ પામેલો છે. અંદરમાં રહેલ એક કેવલ જ્યોતિ સ્વરૂપ કે જે અમૂર્ત છે અને અમૂર્ત હોવાથી અનાબાધ અર્થાત પીડારહિત છે તેમજ અનામય અર્થાત દ્રવ્ય-ભાવ રોગથી રહિત એવું જે આત્મતત્ત્વ છે તે જ લોકને વિષે પરતત્ત્વ ” છે. તે જ શ્રેષ્ઠતત્ત્વ છે કારણકે તે સદાને માટે રહેવાવાળું છે તેને જ વિષય કરે છે અર્થાત તેમાં જ ઠરે છે. તેમાં જ આનંદ પામે છે. બાકીનું બધું ઉપપ્લવ અર્થાત્ ભમાત્મક છે. " સ્વરૂપા તથા માવાન્ " અર્થાત બાહ્યપદાર્થો સ્વરૂપથી જ તે તે રૂપે પરિણામ પામ્યા કરે છે, સતત બદલાયા કરે છે, જીવને મોહ પમાડ્યા કરે છે. સ્વરૂપથી જ બાહ્ય પદાર્થો નાશવંત છે, તુચ્છ છે, અસાર છે અને જીવને સારા ન હોવા છતાં સારાપણાનો ભ્રમ પેદા કરાવ્યા કરે છે.
આ જગતમાં બે જ પદાર્થો છે. એક જડ અને બીજું ચેતન. તેમાં જડા પુગલ તત્ત્વ છે. તે વિનાશી છે, ક્ષણભંગુર છે, પરિવર્તનશીલ છે. તે જડ પુદ્ગલકર્મના યોગે આત્માની વર્તમાન અવસ્થા પણ વિનાશી બનેલી છે. જડના જે વિનાશી ધર્મો છે તે પણ જડના સંયોગે આત્માને અનુભવવા પડે છે અને તેથી સ્વરૂપે અરૂપી અને અમૂર્ત એવો આત્મા પુદ્ગલ સંગે મૂર્ત અને રૂપી બન્યો. છે. અજન્મા સ્વભાવી આત્મા જન્મ - મરણ કરવાના સ્વભાવવાળો બન્યો છે અને અરોગી આત્મા દ્રવ્ય-ભાવ રોગવાળો બન્યો છે. પૂર્ણજ્ઞાની આત્મા અપૂર્ણ બન્યો છે. નિર્વિકારી આત્મા વિકારી બન્યો છે.
દેહપિંજરમાં પુરાયેલો આત્મા જ્યાં સુધી મિથ્યાત્વના કારણે અજ્ઞાનદશામાં વર્તે છે ત્યાં સુધી તેની દૃષ્ટિમાં વિકાર છે તેના કારણે જગતના બધા પદાર્થોને દેહાધ્યાસથી યથાર્થ માને છે. પોતાના માને છે. તેના ઉપર રાગ કરે છે પરંતુ
જ્યારે આત્મા ઉપરથી અજ્ઞાન અને બુદ્ધિના થરો નીકળે છે. અનાદિકાલીન દૂર્ભેધ એવી રાગદ્વેષની નિબીડ ગ્રંથિ ભેદાય છે ત્યારે અંદરથી સમ્યગ જ્ઞાનનો પ્રકાશ આવે છે. તે સમ્યગુ જ્ઞાનના પ્રકાશમાં તેનો બધો ભ્રમ ભાંગી જાય છે અને તેના કારણે આત્માનું અવિનાશી, ત્રિકાળ સ્થાયી, શુદ્ધ, આનંદમય, કેવલ જ્યોતિ સ્વરૂપ અનુભવાય છે. તે અનુભવમાં જગતના તમામ બાહ્ય ભાવો જેવા છે તેવા આત્માથી પર, વિનાશી અને રાગાદિ કરાવવા દ્વારા દુઃખદાયી તરીકે શ્રદ્ધેય બને છે. તેથી બાહ્ય પદાર્થો પ્રત્યેની તેની શ્રદ્ધા - આસ્થા ઉઠી જાય છે. પાંચ ઇન્દ્રિયોના વિષયોમાંથી સુખની બુદ્ધિ નીકળી જાય છે. જેમ સ્વપ્નમાં જોયેલ ચીજ જાગ્રત થતાં મિથ્યા અનુભવાય છે તેમ અનુભવ પછી આખું જગત મિથ્યા લાગે છે તેમાં વાસ્તવિક કશું જ સાચું લાગતું નથી. માતા, પિતા, ભાઈ, દેહાદિ તમામ સંબંધો બધા જ અનુભવની આંખે જોતાં ભ્રાન્ત જણાય છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org