________________
૩૧ ૨
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩
છે. મૃત્યુ એ નવા જીવનનો મધુર સ્પર્શ છે. સામે અનંત શાંતિ છે. આનંદનો અસીમ સાગર એના મોજા ઉછાળી ક્ષીણ દેહના બંધનમાં પુરાએલી ચેતનાને પોકારી રહ્યો છે કે મને હવે તમે બંધનમાંથી છોડાવો.
સમ્યગદૃષ્ટિ જીવ સંસારના સઘળા દેહ, ધન, કુટુંબાદિ પદાર્થોને મોહ પમાડનારા હોવાથી પરમાર્થથી મિથ્યા જુએ છે. માયામય જુએ છે. આંખ મીંચાયા પછી બધું અલોપ થઈ જવાનું છે. સ્વપ્ન અને સંસારમાં ક માત્ર એટલો જ છે કે સ્વપ્નમાં જોયેલી વસ્તુ આંખ ખુલે પછી ફોક થાય છે. જ્યારે સંસારમાં આંખ મીંચાયા પછી બધું ફોક છે. અજ્ઞાન અને મૂટતાને કારણે જીવ પુણ્યથી મળેલા પદાર્થોને પોતાના માનવાની ભૂલ કરે છે. હકીકતમાં પુણ્યથી મળેલા પદાર્થો જીવને શાતા આપે છે. તેના કારણે જીવને તે પદાર્થો પર મમત્વ થાય છે. મમત્વ જીવને પાપો કરાવે છે અને અંતે એ પદાર્થોને છોડતા જીવ મુંઝવણ અનુભવે છે. કાજળની કોટડી જેવા સંસારમાં રહેવાથી જીવનું કોઈ કાળે કલ્યાણ થતું નથી. તેમાં રહીને જીવને ડાઘ ન લાગે તે મુશ્કેલ છે કારણ કે મોહને રહેવાનું તે અનાદિકાળનું સ્થાન છે.
નરસિંહ મહેતા આ વિષયમાં લખે છે કે" જાગીને જોઉં તો જગત દીસે નહિં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્દરૂપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહમ પાસે." आत्मज्ञाने मुनि मग्नः सर्व पुद्गलविभ्रमम् ।। મહેન્દ્રના વત્તિ. નૈવ તત્રાનુરજ્યો /ર/દ | અધ્યાત્મોપનિષદ્
આત્મજ્ઞાનમાં મગ્ન બનેલો મુનિ સઘળા પુદ્ગલ વિભમને મહા ઇન્દ્રજાળની જેમ જાણે છે અને તેથી તેમાં રાજી થતો નથી, - સમ્યગદૃષ્ટિ આત્માને શ્રુતજ્ઞાન પરિણામ પામ્યું છે તેથી વસ્તુને વસુસ્વરૂપે જોઈ શકે છે. સ્વ-પરનું ભેદજ્ઞાન પ્રગટ થયું છે. હું દેહ નથી અને દેહાદિ સંબંધી તત્ત્વો મારા નથી. હું શુદ્ધ ચૈતન્યમય આત્મા છું એવો દૃઢ નિશ્ચય તેને થયેલો. છે અને તેથી સંસારને મૃગજળ, ગંધર્વનગર, સ્વપ્ન, ઈન્દ્રજાળ સમાન જુવે છે.
अबाह्यं केवलं ज्योति निराबाधमनामयम् ।
ત્ર તત્પર તત્ત્વ, શેષ: પુનરુપનવઃ ૭
અબાહ્ય એવી કેવલ નિરાબાધ, નિરામય જ્યોતિ જે આ લોકમાં છે તે પરમતત્ત્વ છે. બાકી બધું ઉપદ્રવ છે.
સખ્યદૃષ્ટિ આત્મા પોતાને પ્રાપ્ત થયેલ ભેદજ્ઞાનના બળે વેધસંવેધપદ દ્વારા જગતના તમામ પદાર્થોને મૃગજળ, ગંધર્વનગર, સ્વપ્ન અને ઇન્દ્રજાળ તુલ્ય
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org