________________
૩૧૦
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 ગમાર જીવ તેને મેળવવા દોડે છે. જીવનભર પ્રયત્ન કરે છે પણ અંતે તે પદાર્થો તેને હાથતાળી આપીને રવાના થાય છે. સંસારના તે પદાર્થો તેને આદિ મધ્ય અને અંતમાં દુ:ખના જ કારણ બને છે કારણકે તેને માટે તે ચિંતાનો બોજો ઉપાડે છે અને બહારથી સખત મજૂરી કરે છે. એનાથી આર્તધ્યાન અને પાપના પોટલા બાંધે છે.
આ જીવે અનાદિ સંસારમાં ભટકતા અનંતા દેહ ધારણ કર્યા, અનંતા માતા, પિતા, સ્વજનાદિ કર્યા. અનંતા ઘર કર્યા. તેમાં કયો દેહ, કયા માતા પિતા અને કયું ઘર આ જીવનું ગણવું ? કારણકે જેને મારું કહેશો તે બધા જ દુર્જન પુરુષની જેમ જીવનો ત્યાગ કરીને રવાના થાય છે. જીવનભર પાળેલો, પોષેલો અને પંપાળેલો આ દેહ પણ પોતાનો થતો નથી, પોતાના કહ્યા મુજબ ચાલતો નથી, વારંવાર વાંકો થાય છે. તેની જરૂરિયાતને તમે ગમે તેટલી સાચવો તો પણ અંતે પોતાની જાત પર જાય છે તો પછી આ જગતના બીજા કયા પદાર્થો છે કે જે પોતાના થઈ શકે? માટે આ દેહ, સ્વજનાદિ ભાવો બધા મૃગજળ જેવા જ છે.
મનની દોડ પ્રમાણે આ જીવ દોડે જ જાય છે, દોડે જ જાય છે પરંતુ પોતાની નજીકમાં રહેલ આનંદ સ્વરૂપી આત્માને જોતો નથી. આ કેટલું મોટું આશ્ચર્ય છે?
તેજ રીતે આ દેહ-ગૃહાદિભાવો ગંધર્વનગર જેવા છે. આકાશમાં કયારેક વાદળાઓની તેવા પ્રકારની રચના થતાં હરિશ્ચંદ્રના નગરો જેવો આકાર થાય છે અથવા તો ઇન્દ્રજાલિકો ઇન્દ્રજાળ રચવા દ્વારા જે ન હોય તેવું બતાવે છે, જે હોય તેને ગુમ કરી દે છે. વળી પાછા વાદળાઓ વિખરાઈ જતાં ગંધર્વનગરોની રચનાઓ ચાલી જાય છે. એટલે હકીકતમાં ગંધર્વનગર હોતા નથી પણ તેનો ભ્રમ થાય છે તેમ આ સંસાર પણ ઇન્દ્રજાળ અને ગંધર્વનગર જેવા પદાર્થોમાં જીવને પોતાપણાનો મિથ્યાભાસ ઉત્પન્ન કરે છે.
વિધુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ પુરંદરી ચાપ અનંગરંગ, શું રાચિયે ત્યાં ક્ષણનો પ્રસંગ ?...
અથવા તો દેહ-સ્વજન-ગૃહાદિ પદાર્થો સ્વપ્ન સમાન લાગે છે. સ્વપ્નમાં ” માણસ ગમે તેવી શ્રેષ્ઠ વસ્તુઓ જુવે. પોતાને રાજા, મહારાજા, ઇન્દ્ર, ચક્રવર્તી બનેલો જુવે પણ તે ક્ષણિક અને કાલ્પનિક હોય છે. સ્વપ્ન પૂરું થતાં, આંખ ખૂલતા તે બધું મિથ્યા જણાય છે તેમ સમ્યગદૃષ્ટિ આત્મા પણ અનાદિ વિભાવ દશાને કારણે જે દેહ, ઇન્દ્રિય, સ્વજનાદિ પદાર્થોને પોતાના માનતો હતો તે હવે તેનો ભ્રમ તુટી જતા મિથ્યા સમજે છે. તેને લાગે છે કે હું તો શુદ્ધ, બુદ્ધ,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org