________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૩૦૯
સુખદુ:ખની અસર થશે નહિ. સર્વ વસ્તુઓને તે સ્વપ્નવત્ અને આસક્તિ વિના જોશે. વિપરીત વિચારો ઊભા થાય કે તેને તરત જ સમ્યક્ પ્રણિધાનના બળે દૂર કરવા જોઈએ. સમ્યક્ પ્રણિધાનના અભાવે અસત્ વિકલ્પો બળવાન બનીને જીવને સાધના માર્ગની બહાર ફેંકી દે છે અને ભવોભવ ચારગતિમાં રૂલાવે છે. તેનાથી બચવા આત્મસ્વરૂપને સતત યાદ કરવાનું છે. આ રીતે પુરુષાર્થ કરતા જીવ તથાભવ્યત્વનો પરિપાક થયે છતે ગ્રંથિભેદ કરવા દ્વારા સમ્યક્ત્વ પામે છે.
તથાભવ્યત્વના પરિપાકથી જીવ સમ્યકત્વ પામે છે તેની પ્રાપ્તિમાં પાંચ લબ્ધિ કારણભૂત છે.
(૧) ક્ષાયોપશમિક લબ્ધિ કર્મના ક્ષયોપશમની પ્રાપ્તિ.
થાય.
(૨) વિશુદ્ધ લબ્ધિ આત્માની જે વિશુદ્ધતા ઉત્પન્ન થાય તે. (૩) દેશનાલબ્ધિ-સદ્ગુરુ આદિના ઉપદેશનો યોગ.
(૪) પ્રાયોગિકી લબ્ધિ- જેથી કરીને કર્મની સ્થિતિ ઘટીને અંતઃકોટાકોટિ
·
·
(૫) કરણલબ્ધિ- આત્માનું સામર્થ્ય વિશેષ કે જેનાથી કર્મોની સ્થિતિ અને રસની હાનિ થાય.
Jain Education International 2010_05
मायामरीचिगन्धर्वनगरस्वप्नसन्निभान् ।
बाह्यान् पश्यति तत्त्वेन, भावान् श्रुतविवेकतः ॥ १५६ ॥
આ દૃષ્ટિમાં રહેલા જીવો સમ્યક્ રીતે પરિણામ પામેલા શ્રુતજ્ઞાન વડે જગતના સઘળા બાહ્ય દેહ-ગૃહાદિ ભાવોને પરમાર્થથી મૃગતૃષ્ણિકા, ગંધર્વનગર તેમજ સ્વપ્ન સમાન જુએ છે.
સમ્યગ્દષ્ટિ આત્મા સંસારને મૃગતૃષ્ણિકા મૃગજળ સમાન જુએ છે. મરૂભૂમિમાં ભરઉનાળામાં રેતીના રણમાં સૂર્યના કિરણો પડતા દૂરથી હરણિયાઓને તેમાં પાણીનો ભાસ થાય છે અને તેથી પાણીની આશાએ તેને લેવા પૂરપાટ દોડે છે. જેમ દોડે છે તેમ તે દૂરને દૂર થતું જાય છે અને તેથી તે હરણિયું થાકીને લોથ બને છે. પ્રાણ કંઠે આવે છે અને મૃત્યુ પામે છે છતાં પાણીને તે મેળવી શકતું નથી.
અથવા તો મધ્યાહે રણભૂમિમાં પસાર થતાં મુસાફરને દૂરદૂર ક્ષિતિજમાં પાણીનો આભાસ થાય છે એટલે તેને લેવા જતા તે પણ અંતે નિરાશ થાય છે. મૃગજળ જેમ હરણિયાને મોહ પમાડી અંતે વસ્તુની પ્રાપ્તિ ન થતી હોવાને કારણે દુઃખનું જ કારણ બને છે તેમ સંસારના બધા પદાર્થો પરમાર્થથી મિથ્યા છે. પોતાના આત્માથી ભિન્ન છે. ક્ષણ ભંગુર છે છતાં અવિવેકરૂપ દેહાધ્યાસથી, મિથ્યાલ્પનાથી જીવને તે પોતાના ભાસે છે એટલે હરણિયા જેવો મૂઢ અને
-
For Private & Personal Use Only
www.jainelibrary.org