________________
૩૦૮
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ આમ સમ્યગદૃષ્ટિ આત્માને ગ્રંથિભેદ થવાથી સઘળી ભવચેષ્ટા ધૂળમાં ઘર બનાવતા અને ઘરઘર રમતા બાળક જેવી તુચ્છ, અસાર અને કૃત્રિમ લાગે છે પછી તે ભાવચેષ્ટા ઇન્દ્રની કે ચક્રવર્તીની પણ કેમ ન હોય?
તમોગ્રંથિનો ભેદ થયો. અજ્ઞાનનો અંધકાર ચીરાઈ ગયો. અંધકારમાં જેમ પદાર્થનું દર્શન થતું નથી તેમ અજ્ઞાનરૂપી અંધકારમાં પણ વસ્તુનું યથાર્થ દર્શન થતું નથી. લાંબા વખતનું અંધારું પણ દીવો પેટાવતા તરત દૂર થાય છે તેમ અનાદિનો મોહાંધકાર પણ આ દૃષ્ટિનો પ્રકાશ થતાં દૂર થઈ જાય છે એટલે સમ્યગ વસુસ્વરૂપ જણાય છે જેના કારણે સઘળી ભવચેષ્ટા બાલધૂલીગ્રહ ક્રીડા સરખી ભાસે છે.
છે દેહાદિથી ભિન્ન આતમાં રે, ઉપયોગી સદા અવિનાશ, એમ જાગ્યું સદ્દગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ... જે જ્ઞાને કરી જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત કહ્યું ભગવંતે દર્શન તેહનેરે, જેનું બીજું નામ સમક્તિ....
ગ્રંથિભેદના પરિણામે સમ્યગદર્શન ઉત્પન્ન થાય છે. સમ્યગદર્શન એ આત્માનો ગુણ છે અને તે નિર્વિકલ્પ છે. આ ગુણ પ્રગટ્યો છે કે નહિ તે તો નિશ્ચયથી વિશિષ્ટ જ્ઞાની જાણી શકે અને વ્યવહારથી તેના લિંગ ઉપરથી છદ્મસ્થ અનુમાન કરી શકે. આ ગુણ દર્શનમોહના ઉદયથી મિથ્યારૂપે બન્યો. છે અર્થાત્ પુદ્ગલમાં સુખ શોધવાના અને માણવાના સ્વભાવવાળો બન્યો છે.
પૂર્વજન્મની વાસનાઓના કારણે જીવ પોતાનું આત્મસ્વરૂપ ભૂલી જઈ પોતે દેહાદિ છે એવા ભ્રમમાં પડે છે. તે માટે "હું દેહાદિ નથી પણ આત્મા છું” એ પ્રકારે લાંબા કાળ સુધી સતત અનુસંધાન કરવા દ્વારા જ પેલી લાંબા વખતની વાસનાઓ ભૂંસી શકાય છે. દીર્ધકાળ સુધી આત્માની ઉપાસના કરવાથી જ વાસનાઓ રૂપી મન પર વિજ્ય મળે છે અને આત્માનુસંધાન દ્વારા મનોનાશ સધાય છે.
ફોતરાથી ઢંકાયેલા ચોખા ડાંગર કહેવાય છે તેના જેવો જીવ છે તેમાંથી તેને ચોખા તુલ્ય શિવ થવાનું છે. ફર્મપાશમાં બંધાયેલો હોય ત્યાં સુધી જીવા છે અને અજ્ઞાન પાશ કપાઇ જતાં તે શિવ બને છે “હું' રૂપે જે મન છે અને હૃદયમાં અજ્ઞાનરૂપે રહેલું છે તેના નાશ માટે મનને સતત પરમાત્મા સાથે જોડી રાખવાથી મનની દિશા બદલાય છે.
જેમ બ્રાહ્મણ નાટકમાં ગમે તે વેશ ભજવતો હોય છતાં તેના મનમાં હું બ્રાહ્મણ છું એવો ભાવ રહે છે. તેવી જ રીતે વ્યવહારમાં રોકાવા છતાં હું દેહાદિ નથી હું આત્મા છું એવો દટભાવ રાખવો જોઈએ. આ રીતે મન જેમ જેમ સ્વસ્થાનમાં સ્થિર થવા લાગશે તેમ તેમ સુખનો આવિર્ભાવ થશે ત્યારપછી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org