________________
૩૦૬
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3
કહે છે જ્યારે વ્યવહારદૃષ્ટિ ગુરુસમર્પણ, પંચાચારનું પાલન અને ભાવનાના ભાવન ઉપર ખૂબ ભાર મૂકે છે તેના દ્વારા શુભભાવની વૃદ્ધિ કરી આગળ વધવાનું કહે છે. સાધક બંનેમાંથી એકની પણ ઉપેક્ષા ન કરી શકે. बालधूली गृहक्रीडा तुल्याऽस्यां भाति धीमताम् । तमोग्रन्थिविभेदेन, भवचेष्टाखिलैव हि ॥ १५५ ॥
આ સ્થિરા દૃષ્ટિમાં તમો,સ્થિવિમેવેન - રાગદ્વેષરૂપી નિબીડ ગ્રંથિનો ભેદ થવાથી સઘળી ભવચેષ્ટા પછી તે ચક્રવર્તી, ઇન્દ્ર કે દેવેન્દ્રની પણ હોય તો તે બાલકની ધૂળમાં ઘર બનાવવાની ક્રીડાતુલ્ય જણાય છે. કારણકે ઘર બનાવવાની તે ક્રિયા સ્વાભાવિક રીતે જ અસુંદર અને અસ્થિર હોય છે. અનેક લોકોના પગ નીચે કચડાવાથી મલિન બનેલી ધૂળને હાથમાં લેવી, તેનું ઘર બનાવવું - એ સહજ રીતે જ જીવને ન ગમે તેવું હોય છે. વળી એ ઘર બનાવવાની ક્રિયા થોડા ટાઇમમાં જ નાશ પામી જનારી છે. તેમ સંસારની સઘળી પ્રવૃત્તિઓ એ પણ પ્રકૃતિથી અસુંદર છે કારણકે અનંતા જીવોએ અનંતીવાર ભોગવીને છોડેલા પુદ્ગલોને જ ગ્રહણ કરવા રૂપ ભવચેષ્ટા હોય છે. તેમજ તે સઘળી ભવચેષ્ટા ક્ષણિક છે, કાયમ રહેનારી નથી. જેને એક કાલે સોનું સમજતા હતા પરંતુ ખબર પડી કે તે સોનું નથી, પિત્તળ છે, રોલગોલ્ડ છે તો તેમાંથી શ્રદ્ધા અને આનંદ નીકળી જાય છે પછી તેને છોડતા વાર લાગતી નથી.
-
જે સ્ત્રી પહેલા તેના રૂપ, લાવણ્ય, કાંતિ અને કટાક્ષો વડે મનોહર લાગતી હતી તે જ હવે મળ, મુત્ર અને વિષ્ટાનો પિંડ દેખાય છે. તો તેની સાથેના ભોગો હવે વિષ્ટાને ચૂંથવા જેવા અસાર દેખાય છે.
જે ધન અને જમીનનો ટૂકડો પોતાનું સર્વસ્વ દેખાતા હતા અને જેને ખાતર ભયંકર યુદ્ધો કર્યા હતા તે ધન અને જમીન એને માટી દેખાય છે. આ સંસારની વિચિત્રતા તો જુઓ કે અસંખ્ય દેવોનો માલિક ઇન્દ્ર પણ ઇન્દ્રાણી રીસાઈ જાય તો તેને મનાવવા કાકલુદી કરે છે!
સંસારમાં જીવ ગમે તેટલી મજૂરી કરીને કે કાળા પાપો કરીને ધન, સંપત્તિ, વૈભવ વગેરે ભેગું કરે પણ કર્મસત્તા એક જ ઝાટકે તેને છોડાવી દે છે. સ્ત્રી એ સ્ત્રી નથી પણ કામદેવનું અમોઘ શસ્ત્ર છે. તેનાથી હણાયેલ જીવ પોતે કાંઈ પણ કરવા સમર્થ થતો નથી. બંધુ - પરિવાર એ મોહનું બંધન છે એનાથી બંધાયેલ જીવ છૂટી શકતો નથી. વિષયસુખ કિંપાકના ફ્ળની જેમ પ્રાણ લેનાર થાય છે. જેમ પ્રશાંત એવા પણ મહાસાગરમાં પવન ફુંકાય તો ખળભળે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org