________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૩૦૫ છે તે સમ્યગદર્શનની શુદ્ધિને હણી શકતો નથી. જો તે રાગ પ્રગટેલી શુદ્ધતાને નુકસાન કરતો હોય તો કોઈને સાધકપણું ઘટી શકે જ નહિ. છટ્ટ ગુણસ્થાનકે જે સંજ્વલનનો રાગ છે તે ત્યાંની શુદ્ધિને હણી શકતો નથી. આમ બંને ' ધારા એક સાથે ચાલે છે પણ બંને ધારા એક થઈ જતી નથી. તેમજ સાધકને વીતરાગતા આવ્યા પહેલા બંનેમાંથી એકેય ધારા સર્વથા છૂટી જતી નથી. જો શુદ્ધતાની ધારા તૂટે તો સાધકપણું છૂટીને અજ્ઞાની થઈ જાય અને રાગની ધારા છૂટી જાય તો તરત વીતરાગ થઈને કેવળજ્ઞાન થઈ જાય. આ રીતે સાધકને નિરંતર નિશ્ચયનું - સ્વરૂપનું પરિણમન વર્તી રહ્યું છે. ચોથા ગુણસ્થાનકથી શરૂ કરીને દરેક ગુણસ્થાને તે તે ભૂમિકાને યોગ્ય શુદ્ધતાની ધારા નિરંતર વર્તે છે. વસ્તુમાં બે સ્વભાવ - દ્રવ્ય અને પર્યાય
એક દ્રવ્ય સ્વભાવ અને બીજી પયય સ્વભાવ. એ બંને સ્વભાવને જાણતાં આખી વસ્તુનું યથાર્થ સ્વરૂપ જણાય છે. એકલા પર્યાય સ્વભાવને જ આખી વસ્તુ માની લે તો તે પર્યાયમૂઢ છે અને વસ્તુના પર્યાય સ્વભાવને જાણે જ નહિ તો તે પણ મૂઢ છે.
આત્મા શુદ્ધ જ્ઞાયક સ્વભાવવાળો છે તેના સ્વભાવમાં રાગ-દ્વેષ નથી, એમ જ્યારે કહેવામાં આવે છે ત્યારે તે દ્રવ્યસ્વભાવની અપેક્ષાએ કથન છે. તે વખતે પર્યાય સ્વભાવ ગૌણ છે. અને દ્રવ્ય સ્વભાવને મુખ્ય કરીને જોતાં આત્મામાં અશુદ્ધતા છે જ નહિ ને તેમાંથી અશુદ્ધતા આવતી નથી.
પરંતુ પર્યાય સ્વભાવથી જોતાં પર્યાયમાં જે અશુદ્ધતા છે તે આત્માની જ છે. કારણકે આત્મા જ અશુદ્ધ પર્યાયપણે પરિણમ્યો છે. હવે જે શુદ્ધપર્યાય. થયો તે પણ પર્યાય સ્વભાવ જ છે તે કાળે આત્મા જ પોતાના પર્યાય સ્વભાવથી સમ્યક્ત્વાદિ રૂપે થયો છે. આમ આત્મા જ્યારે વિષયોને અનુસરે છે ત્યારે પોતે જ અશુદ્ધ પર્યાયરૂપે પરિણમે છે અને જ્યારે પોતાના શુદ્ધ દ્રવ્ય, ગુણને અનુસરતો થકો આત્મા પોતે જ શુદ્ધરૂપે પરિણમે છે. અજ્ઞાનીને પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની ખબર નથી, દ્ધા નથી તેથી તેનું અવલંબન લેતો નથી અને તેથી સતત અશુદ્ધરૂપે પરિણમ્યા કરે છે, જ્યારે જ્ઞાની પોતાના શુદ્ધ સ્વભાવનું અવલંબન લઈ પોતાની પરિણતિને સુધારે છે. પરિણતિમાંથી રાગ-દ્વેષ કાઢે છે અને આમ શુદ્ધ થતા મોક્ષમાર્ગ ઉપર આગળ વધે છે.
નિશ્ચયદ્રષ્ટિ આત્માના વિકાસ માટે આત્માના ત્રિકાળી શુદ્ધદ્રવ્યના અવલંબન ઉપર ખૂબ ભાર મૂકે છે અને તેના દ્વારા પર્યાયને વિશુદ્ધ બનાવવાનું
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org