________________
૩૦૪
ચોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ એ વૃત્તિ ન રહી કારણકે એ બધું તો હવે આત્માથી ભિન્ન દેખાય છે કાંઈક જોઈએ છે. કાંઈક મેળવવું છે એ વૃત્તિ જ તો સઘળા પાપનું મૂળ છે અને એ જો ટળી ગઈ તો પછી વંદનાદિ ક્રિયાઓ સમ્યગ જ થાય. પોતે જેવો ગુણ વૈભવ. જોઈ લીધો છે અને અનુભવ્યો છે તેવો ગુણ વૈભવ જીવમાત્રમાં છે એવી પ્રતીતિ થતાં જીવ પ્રત્યે સહેજે મેયાદિ ભાવો વધવા માંડે છે એટલે જીવો હવે તેની પ્રીતિનું પાત્ર બને છે પરંતુ દ્વેષનું પાત્ર બનતા નથી અને પોતાના દ્વારા અનુભવાયેલો ગુણ વૈભવ પુગલમાં નથી એવો પણ દૃઢ વિશ્વાસ અનુભવના બળે થાય છે. માટે હવે પુદ્ગલ તરફ આકર્ષણ વિશેષ ન થાય પરંતુ પીગલિક ભાવો તરફ વૈરાગ્ય, ઉદાસીનતા બન્યા રહે તે પણ સહજ છે. આમ જીવો પ્રત્યે મૈત્રી અને પુદ્ગલ પ્રત્યેના વૈરાગ્યને કારણે આ દૃષ્ટિનો બોધ આત્મસ્વરૂપમાં વિશ્રાજી થયેલો હોય છે અને તેથી ઈન્દ્રિયોના વિષયોના ત્યાગ પૂર્વક સ્વરૂપમાં રહેવારૂપ પ્રત્યાહાર પણ બરાબર જળવાઈ રહે છે. મિથ્યાષ્ટિ અને સમ્યગ્દષ્ટિની ભેદરેખા
મિથ્યાદૃષ્ટિ જીવોના આકર્ષણનું કેન્દ્ર છે ભૌતિક સુખની સામગ્રી અને પોતાના સુખમાં ઉપકારક બનતા જીવો. જ્યારે સમ્યગદૃષ્ટિ જીવના આકર્ષણનું કેન્દ્ર છે આત્માનો ગુણ વૈભવ અને જીવો પ્રત્યેનો પરોપકાર. આમ બંનેની દ્રષ્ટિ અને દિશા ભિન્ન ભિન્ન છે. એફનું સ્વકેન્દ્રિત જીવન છે. બીજાનું પરાર્થ કેન્દ્રિત જીવન છે. એક ગુણોનો પિપાસુ છે. બીજા વિષયોનો. એના કારણે એક સંકલેશને અનુભવે છે બીજો આનંદને, એક કર્મબંધ કરે છે બીજ નિર્જરા. એક આપાત સુખમાં રમણતા કરે છે બીજો આત્મિક સુખમાં. એકની બુદ્ધિ સ્થૂલ છે બીજાની સૂક્ષ્મ છે. એક સંસાર તરફ જઈ રહ્યો છે બીજો મોક્ષ તરફ. એક અનંત દુ:ખને આમંત્રણ આપી રહ્યો છે જ્યારે બીજો આત્માના અનંત આનંદને આવકારી રહ્યો છે. એકની પાસે બુદ્ધિ છે બીજાની પાસે પ્રજ્ઞા છે. બુદ્ધિથી દુ:ખ, દુર્ભાગ્ય અને દુર્ગતિ મળે છે જ્યારે પ્રજ્ઞાથી સુખ, સૌભાગ્ય અને સદ્ગતિ મળે છે. એકની વંદનાદિ ક્રિયાઓ નિષ્પાપ હોય છે અલના વગરની હોય છે. જ્યારે બીજાની સંકલેશવાળી હોય છે. એકમાં હેતુ, સ્વરૂપ અને ફળના ભેદથી પદાર્થનો યથાર્થ નિર્ણય કરવારૂપ સૂક્ષ્મબોધ હોય છે. બીજામાં નહિ. સાધકને બે ધારા - એક મોક્ષની, એક બંધની.
રાગભાવ બંધનું કારણ છે અને અરાગભાવ મોક્ષનું કારણ છે. પાંચમી દૃષ્ટિથી સાધકને આવી બંને ધારા સાથે ચાલે છે. ચોથે ગુણસ્થાનકે જે રાગ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org