________________
૩૦૨
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ તો તે મન વિષય સાથે છવાઈને રાગાદિને મનમાં લઈ આવે એટલે અધ્યવસાય રાગાદિવાળો થયો અને આ અધ્યવસાય તે જ સમયે અનંતી કામણવર્ગણાને પોતાના રાગાદિ ભાવથી પોતાના તરફ ખેંચીને કામણવર્ગણામાં અનંતગુણા રસાંશોની વૃદ્ધિ કરીને કર્મ રૂપે પરિણાવે છે.
સંસાર જીવને કર્મ બાંધવાનું મોટામાં મોટું કારખાનું છે. વિષય ન હોવા. છતાં મનમાં અંદર અંદર કલ્પના કરીને આત્મા કર્મબંધ કરે છે. પોતાની અજાગ્રતતા અને કર્મનો ઉદય એનાથી કર્મબંધ થાય છે. મન બીજા ઉપયોગમાં હોય તો તે વિષયને આશ્રચિને કર્મબંધ થતો નથી. ચક્ષુ પુસ્તકને જુએ ત્યારે ઉપયોગ પુસ્તકાકાર બને તે વખતે તેના રૂપ, રંગને જોઈને જેવા જેવા સારા નરસા ભાવો કરે તેવો તેવો કર્મબંધ થાય છે. કેવળીને એક જ સમયમાં લોકાલોક પ્રતિબિંબિત થાય છે જ્યારે છર્મસ્થનું જ્ઞાન અવરાયેલું છે તેથી તેને વસ્તુનો બોધ કરવા જ્ઞાનને વિષયાકારે પરિણાવવું પડે છે. તે વખતે જે સારા ખોટાનો વિચાર એ મોહનીયનો વિષય છે.
સમ્યગદૃષ્ટિને ખાવા-પીવા-પહેરવા-ઓઢવાનો બધો વ્યવહાર કરવો પડે પણ તે વખતે ઉપયોગમાં જાગૃતિ વર્તે છે માટે ઉપયોગ વિકારી બનતો નથી અને તેથી આત્માને ક્લિષ્ટ કર્મનો બંધ થતો નથી.
"આ દેહ તે હું અને તેના સંબંધી ધન કુટુંબ, સ્વજનાદિ મારા” આ ભ્રાંતિ ટળી ગઈ તેથી પહેલાં ઉપયોગ જે દેહમય, ઇન્દ્રિયમય, સ્વજનમય, ધનમય બનતો હતો તે હવે ક્ષમાદિ ગુણોમય બની ગયો. વસ્તુ જેવી હતી તેવી દેખાઈ ગઈ. હું કોણ ? સચ્ચિદાનંદમય આત્મા. જગતની ચીજોમાં સારા (મારા) પણાની બુદ્ધિ ટળી ગઈ. વિકલ્પો લગભગ શાંત થઈ ગયા. બોધ અભ્રાંત બની ગયો એટલે વંદનાદિ કાર્યો, અનઘ એટલે પાપ વિનાના થાય છે. જ્યારે આત્મસ્વરૂપ ઓળખી લીધું છે ત્યારે વંદન કરતા જેનું સ્વરૂપ મેં જાણ્યું છે તે જ આ છે. એનું ખેંચાણ એવું હોય કે એ ખેંચાણમાં વિષયો એને ખેંચી શક્તા નથી.
સંસારમાં દેહ માટે, મન માટે, ઇન્દ્રિય માટે, સ્વજન માટે, ધન માટે પુગલ દ્રવ્યના બનેલા સાધનોમાં જે શ્રદ્ધા - વિશ્વાસ લક્ષ્ય અને રૂચિ રાખીએ છીએ. અને તે માટે તેને અર્પણ થઈ તેની પ્રાપ્તિ માટે મક્કમ નિર્ણય કરી મરી ફીટવા તૈયાર થઈએ છીએ, તેમાં તન્મય બની જઈએ છીએ. પદાર્થ સાથે તુંહી તુંહીના ભાવો કરીએ છીએ એ સઘળો દર્શનમોહ અને ચારિત્રમોહનો ઉદય છે. જ્યારે પરમાત્મતત્ત્વ પર દૃઢ વિશ્વાસ, તન્મયતા કેળવીએ તો પરમાત્મતત્ત્વ જીવને સ્વયે મળવા આવે છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org