________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૩૦૧ અશુભલેશ્યા એટલે અધ્યવસાયની કાળાશ, અધ્યવસાયની મલિનતા અને શુભલેશ્યા એટલે અધ્યવસાયની ઉજવળતા, અધ્યવસાયની વિશાળતા.
સમ્યકત્વ એક એવી ચીજ છે કે જે આપણે ટકાવીએ તો જ ટકે. હીરાનો વહેપારી દુકાન ખુલ્લી મૂકીને સૂઈ જાય તો લૂંટાઈ જાય તેમ પ્રાપ્ત થયેલા સમકિતને તમે ન સાચવો તો ચાલ્યું જાય. ભાતિ દોષનો નાશ
અહિંયા ભ્રાન્તિ નામનો દોષ ટળી ગયેલો હોય છે એટલે આત્માનું સ્વરૂપના વિષયમાં અભ્રાન્ત દર્શન હોય છે. સૂક્ષ્મબોધના કારણે કષાય પરિણામ અને ઉપશમભાવ બેનું યથાર્થ વર્ગીકરણ થાય છે અને તેથી આ દ્રષ્ટિનો બોધ જ એવો સૂક્ષ્મ, તીક્ષ્ણ અને વેધક છે કે જેથી જેવો કષાય પરિણામ થાય તેની સાથે જ તે હેયરૂપે જ વેદાય. આ છે બોધની સૂક્ષ્મતા! બોધ સૂક્ષ્મ થવાના કારણે આત્મઘર - સ્વરૂપ એવું ઓળખાઈ ગયું છે, તેમાં એવી રૂચિ પેદા થઈ છે કે જેથી સામાન્ય કષાયનો પરિણામ પણ આત્માને ગમે જ નહિ. પોતાના ક્ષમાદિગુણો ,વૈરાગ્ય, ઉપશમભાવ એ જ પોતાનું ઘર લાગે, એમાં જ આત્મા ઠરે, અહિંયા કષાયના પરિણામ નથી થતાં એવું નથી. થાય તો છે જ પણ તે નિર્બળ થઈ ગયા છે કારણ કે જીવ તેના પક્ષમાં નથી. જીવ ગુણોનો પક્ષપાતી બન્યો છે. જીવવીર્ય ગુણો તરફ, વૈરાગ્ય તરફ ઢળી રહ્યું છે તેથી કષાયો નિર્બળ બની ગયા છે. પહેલાં જે પરપરિણામની યથાર્થ ઓળખ ન હતી અને પરપરિણામ અત્યંતપણે સારા લાગી જતા હતા તે સ્થિતિ હવે નથી. અહિંયા પ્રામાણિકપણે સ્વ-પરની ઓળખ છે.
જીવ પોતે જાગ્રત હોતે છતે પોતાના બોધને વિષયોને અભિમુખ થવા દેતો નથી. ચિત્તને વિષયોમાંથી પાછું ખેંચીને સ્વરૂપની સાથે જ જોડે છે. જે ઇન્દ્રિયો પહેલા સ્વચ્છંદી બનીને યથેચ્છપણે વિષયોમાં ભટકતી હતી તે હવે કાબુમાં આવી ગઈ. અંદરમાં રાગાદિનું તોફાન હોય તો જ ઇન્દ્રિયો ઉશૃંખલ બને. ઉપયોગમાંથી રાગાદિનું બળ ઘટતાં મન શાંત થઈ ગયું. ઇન્દ્રિયો સંયમી બની ગઈ. આ દૃષ્ટિમાં અપ્રતિપાતી બોધ પ્રત્યાહારવાળો હોય છે એટલે ઇન્દ્રિયો રુપાદિ વિષયને ગ્રહણ કરે છે પણ ઉપયોગ વિકારી બનીને ઇન્દ્રિયોના વિષયને ગ્રહણ કરતો નથી. આપણે ગાઢ અંધકારમાં બેઠા હોઈએ ત્યારે કોઈ ઇન્દ્રિયો વિષય સાથે જોડાતી નથી છતાં આપણું મન જો વિષયોમાં રમતું હોય તો ત્યાં પ્રત્યાહાર નથી. મન ઇન્દ્રિયો સાથે અને ઇન્દ્રિયો વિષય સાથે જોડાય ત્યારે તે તે વિષયનો બોધ થાય છે પણ તે વખતે મતિજ્ઞાનના ક્ષચોપશમવાનું મન જો વિકારી બન્યું
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org