________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3
(મહાવિદેહમાં પરંપરા ચાલુ હોવાથી એક પલ્યોપમમાં મહાવિદેહમાં અસંખ્ય તીર્થંકરો થાય. નરકમાંથી આવેલ તીર્થંકરનું અંતર પલ્યોપમનો અસંખ્ય ભાગ છે. પહેસી, બીજી, ત્રીજી નરકમાં જીનનામ કર્મનો બંધ કરનાર અસંખ્ય જીવો છે એમ મહાબંધ મૂળમાં (જે કર્મપ્રકૃતિ પ્રામૃતનો એક વિભાગ છે તેમાં) ઉલ્લેખ છે.) ક્ષયોપશમ સમકિત પામીને જિનનામ કર્મ નિકાચિત કરનારને નરકમાં જતી વખતે છેલ્લા અંતર્મુહુતૅ સમ્યકત્વ વી નાંખવું પડે છે અને મિથ્યાત્વે આવવું પડે છે અને નરકમાં ઉત્પન્ન થયા પછી એક અંતર્મુહુર્ત સુધી પહેલા ગુણસ્થાનકની મિથ્યાત્વ અવસ્થા ત્યાં રહે છે. ત્યાર પછી જીવ પાછો તરત જ ત્યાં સમકિત પામી જાય છે જ્યારે ક્ષાયિક સમક્તિવાળાને નરકમાં જવાનો વખત આવે ત્યારે ગુણસ્થાનક ચોથું જ રહેતું હોવા છતાં લેશ્યા છેલ્લા અંતર્મુહુર્તમાં બદલાઈ જાય છે, બગડી જાય છે. રૌદ્રધ્યાન પણ આવી શકે છે. કૃષ્ણને મરણાંતે અશુભ લેશ્યા
૩૦૦
જાણીને તેનાથી
કૃષ્ણનું મૃત્યુ મારાથી છે એમ નેમનાથ પ્રભુ પાસેથી બચવા જરાકુમાર બાર વર્ષ સુધી જંગલમાં રહ્યો. આ બાજુ દ્વૈપાયને દ્વારિકાનો નાશ કરવાનું નિયાણું કર્યું. મરીને તે દેવ થયો. દેવ થઈને પછીથી જ્યારે દ્વારિકાના લોકોનું પુણ્ય ખૂટ્યું ત્યારે આખી દ્વારિકાને બાળી. છપ્પન ક્રોડ યાદવો બળી રહ્યા છે. ત્રણ ખંડનો માલિક કૃષ્ણ અને બળદેવ પોતાના માતાપિતાને લઈને રથમાં બેસાડી દરવાજા સુધી આવે છે. ત્યાં જ દેવ થયેલો દ્વૈપાયન આવીને કહે છે, મેં તમને બેને છોડવાનું વચન આપ્યું છે તેથી તમને બેને છોડીશ બાકી કોઈને નહીં. ત્યારે ત્રણ ખંડના માલિક કૃષ્ણનું પણ પુણ્ય ખૂટ્યું. પોતાના માતાપિતાને બચાવી શક્યા નહિ. તે વખતે માતા પિતા પણ કહે છે કે તમે હવે જાવ. જ્ઞાનીએ જોયું છે તે મિથ્યા થવાનું નથી એમ કહી બંનેએ નેમનાથ ભગવાનનું શરણું લીધું. કૃષ્ણ અને બળદેવ રડતી આંખે પોતાના માતાપિતાને છોડીને જંગલની તરફ ચાલ્યા. ત્યાં કૃષ્ણને તૃષા લાગી. બળદેવ પાણી લેવા માટે જાય છે. કૃષ્ણ બેઠા છે અને જરાકુમારે હરણિયું જાણી દૂરથી બાણ માર્યું. કૃષ્ણ કહે છે કોણ છે આ બાણ મારનાર? જરાકુમાર બો ખુલાસો કરે છે ત્યારે કૃષ્ણ કહે છે તું અહિંયાથી જલ્દીથી ચાલ્યો જા. બળદેવ આવશે તો તને જીવવા નહિ દે. જરાકુમાર તીવ્ર પશ્ચાત્તાપ કરે છે. કૃષ્ણનો મૃત્યુ સમય નજીક આવે છે. લેશ્યા શુદ્ધ છે તેથી પ્રભુની પાસે સંયમ ગ્રહણ કરનાર શાંબ, પ્રધુમ્ન, રૂક્મિણી વગેરેની અનુમોદના કરે છે. ત્યાં જ હવે નરકમાં જવાનો સમય નજીક આવ્યો અને લેશ્યા બગડી. પેલો દુષ્ટ દ્વૈપાયન! હરામી! દ્વારિકાનો નાશ કર્યો. આ લેશ્યામાં જ આયુષ્ય પૂરું થઈ ગયું અને નરકની વાટે સિધાવ્યા. ક્ષાયિક સમકિત હતું માટે તે ઊભું રહ્યું પણ અશુભ લેશ્યા ક્ષણભર પૂરતી
એવી છવાઈ ગઈ કે તેણે નરક અપાવી.
-
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org