________________
૨૯૮
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
મિથ્યાભિમાનનું કારણ હોવાથી શુષ્કતર્ક મુમુક્ષુએ સર્વથા છોડી દેવા યોગ્ય છે. ક્ષાયોપશમિક ધર્મો પણ મોક્ષમાં જવા માટે છોડવાના છે તો પછી શુતર્કનો આગ્રહ શા કામનો?
તેથી મહાપુરુષોના માર્ગને આશ્રયિને વિચક્ષણપુરુષોએ અતિક્રમરહિતપણે યથાન્યાય પ્રવર્તવું જોઈએ અને તે માર્ગ સંક્ષેપથી આ પ્રમાણે છે.
(૧) સૂક્ષ્મ એવી પરપીડાનું વર્જન કરવું, (૨) પરોપકારમાં સદા રક્ત રહેવું. (૩) ગુરુજન, દેવતા, વિપ્રો, તપોધન મહાત્માઓને યથાયોગ્ય પૂજવા (૪) પોતાના કર્મોથી હણાયેલા પાપી જીવો પ્રત્યે અત્યંત અનુકંપા કરવી પણ દ્વેષ મત્સર ન કરવો.
આ પ્રમાણે જે ગુણગણને પ્રાપ્ત કરી, સર્વ કુતર્ક છોડી ચોથી દૃષ્ટિ પામ્યો છે તે હવે અમૃતઘનવૃષ્ટિ સમી પાંચમી સ્થિરા દૃષ્ટિ પામશે. પાંચમી સ્થિરા દૃષ્ટિ -
પૂર્વમાં વિસ્તારપૂર્વક ચોથી દૃષ્ટિ કહી. હવે પાંચમી સ્થિરા દૃષ્ટિને કહેવાને માટે શરૂઆત કરે છે.
स्थिरायां दर्शनं नित्यं प्रत्याहारवदेव च ।
कृत्यमभ्रान्तमनघं, सूक्ष्मबोधसमन्वितम् ॥ १५४ ॥
નિરતિચાર એવી સ્થિરાદૃષ્ટિમાં દર્શન અર્થાત્ બોધ નિત્ય અર્થાત્ અપ્રતિપાતી હોય છે. પહેલી ચાર દૃષ્ટિમાં બોધ પ્રતિપાતી અર્થાત્ પતનશીલ સ્વભાવવાળો હતો જ્યારે પાંચમી દૃષ્ટિમાં બોધ નાશ પામવાના સ્વભાવવાળો નથી અર્થાત્ નિરતિચાર પાંચમી દૃષ્ટિ વિધમાન હોતે છતે બોધ કદી હીયમાન થતો નથી પણ સદા અવસ્થિત રહે છે.
બત્રીસી ૨૪-૧ માં ઉપાધ્યાયજી મહારાજ કહે છે
અત્યંત ક્ષીણ થઈ ગયેલ નયન પડલના ઉપદ્રવવાળા જીવને તતુોષાત્ - બીજા બાહ્ય નિમિત્તથી (અંધારું આવી જવું, પડદો આવી જવો, ધૂળ વિ.ને કારણે) થતા ઉપદ્રવના કારણે સારી આંખ હોતે છતે પણ જેમ બોધ ન થાય તેની સમાન સાતિચાર સ્થિરાદ્રષ્ટિમાં બોધ અનિત્ય પણ હોય છે. અર્થાત્ સાતિયાર સ્થિરાદૃષ્ટિમાં તેવા પ્રકારના અતિચાર લાગવાને કારણે બોધ ઝાંખો થાય છે પરંતુ બોધ ઘટતો નથી. બોધ તેટલો રહેવા છતાં અતિચાર લાગતા વિવેક ઝાંખો પડે છે કારણ કે રત્નની પ્રભામાં પણ ધૂલ્યાદિનો ઉપદ્રવ તો સંભવિત છે જ, અને તેને કારણે રત્નની પ્રભા ઝાંખી થાય છે.
વળી આ દૃષ્ટિનો બોધ પ્રત્યાહારવાળો હોય છ. યોગનું જે પાંચમું અંગ પ્રત્યાહાર તે આ દૃષ્ટિમાં હોય છે. પાંચે ઇન્દ્રિયોના વિષયોના ત્યાગપૂર્વક પોતાના
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org