________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩
૨૯૭ ઘણા સર્વજ્ઞો હોવા છતાં તત્ત્વથી તે ભિન્ન નથી, પરંતુ એક જ છે તેથી સર્વજ્ઞભક્તોને તેમાં ભેદ માનવો તે યુક્ત નથી. બધા સર્વજ્ઞો જાતિથી એક જ હોવાથી સામાન્ય રૂપે જેટલા સર્વજ્ઞભક્તોની ભક્તિ છે તે બધા અનુયાયીઓ. મુખ્ય પણે સર્વજ્ઞને જ પ્રાપ્ત થયેલા છે. સર્વજ્ઞની સંપૂર્ણ વિશેષતા છેદમસ્થ વડે જાણી શકાતી નથી તેથી વિશેષરૂપે તો કોઈપણ જીવ સર્વજ્ઞને આશ્રિત નથી. જેમ એક રાજાના દૂર - નજીક એવા ઘણા સેવકો હોય છે તેમ પોતપોતાની કક્ષા અનુસારે ભિન્ન ભિન્ન આચારનું પાલન કરનારા પણ તે બધા સર્વજ્ઞ ભક્તો જ છે. સર્વજ્ઞમાં નામથી ભેદ હોવા છતાં પરમાર્થથી ભેદ નથી એ વાત શ્રત, મેધા અને અસંમોહ સહિત પ્રજ્ઞાવડે વિચારવી.
અધ્યાત્મ સંબંધી વિચારણા કરનાર શાસ્ત્રમાં ચિત્ર અને અચિત્ર એમ બે ભેદથી દેવ વિષયક ભક્તિ વર્ણવી છે. સંસારી દેવોને વિષે ભક્તિ અનેક પ્રકારની હોય છે કારણ કે તે ભક્તિ મોહથી ગર્ભિત છે જ્યારે સર્વજ્ઞતત્ત્વને વિશે જે ભક્તિ છે તે શમપ્રધાન એક જ સ્વરૂપવાળી છે.
બુદ્ધિપૂર્વકના કાર્યો સંસારáને આપનારા છે. જ્ઞાનપૂર્વકના કાર્યો અમૃત સમાન મૃતશક્તિના સમાવેશથી યુક્ત હોવાના કારણે અનુબંધથી મુક્તિના અંગો રૂપ હોય છે. અસંમોહથી ઉપજતા કર્મો શીધ્ર મોક્ષળને આપનારા છે.
પગલભાવોમાં જેનું ચિત્ત નિરુત્સુક છે તે ભવવિરક્તજનો છે અને ભવાતીતાર્થયાયી છે. તેઓનો શમપરાયણ એક જ માર્ગ છે જેમાં અવસ્થા ભેદ હોવા છતાં સાગર પરના કિનારાની જેમ એક જ છે સંસારથી અતીતત્ત્વ નિર્વાણ નામનું છે અને તેમાં શબ્દભેદ છે પણ તત્ત્વથી એક જ છે અને તે સદાશિવ, પરબહ્મ, સિદ્ધાત્મા, તથાતા આદિ શબ્દોથી ઓળખાતું અન્વર્યથી એક જ છે. અસંમોહથી નિર્વાણતત્ત્વ જાણવામાં આવે છતે પ્રેક્ષાવાન પુરુષોને તેની ભક્તિની બાબતમાં વિવાદ ઘટતો નથી. નિર્વાણ તત્ત્વ નિયમથી સર્વજ્ઞપૂર્વક જ સ્થિત છે.
| સર્વજ્ઞતત્ત્વ એક જ હોવા છતાં જે દેશનાભેદ દેખાય છે તે, તે તે કાળના શિષ્યોના અનુકૂળપણાથી છે કારણ કે ભવરોગના આ ભિષવરોએ જે રીતે બીજાધાન થાય તે રીતે ઉપદેશ આપ્યો છે. અથવા તો એક એવી પણ દેશના તેઓના અચિંત્ય પુણ્ય સામર્થ્યથી શ્રોતાના ભેદથી જુદી જુદી ભાસે છે અથવા તો દેશકાળને અનુસરીને ભિન્ન ભિન્ન નય અપેક્ષાવાળી દેશના તે બદષિઓ થકી જ પ્રવર્તી છે અને તે પિદેશનાનું મૂળ તત્ત્વથી સર્વજ્ઞ જ છે તેથી સર્વજ્ઞનો અભિપ્રાય જાણ્યા વિના સર્વજ્ઞનો વિરોધ કરવો તે યુક્ત નથી. સર્વાના વિષયમાં આપણે અંધ જેવા છીએ તેથી તેમાં વાદ વિવાદ કરવો તે યુક્ત નથી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org