________________
૨૯૬
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
ભક્તિના સુખથી યુક્ત હોય છે અને બંને લોકમાં હિત કરનાર થાય છે. ગુરુ ભક્તિથી કલ્યાણની પરંપરા સર્જાય છે. ગુરુભક્તિના પ્રભાવથી સમાપત્તિ વગેરે ભેદરૂપે તીર્થંકરનું દર્શન થાય છે.
વેધસંવેધપદ દ્વારા જે તત્ત્વનો નિર્ણય થાય છે તે જ સૂક્ષ્મબોધ છે અને તેનો અભાવ આ દૃષ્ટિમાં હોય છે. સૂક્ષ્મબોધ ભવસમુદ્રથી પાર કરાવનાર છે. કર્મરૂપી વજ્રનું ભેદન કરનાર અને જ્ઞેય માત્ર ઉપર સંપૂર્ણપણે વ્યાપી જનાર છે. અવેધસંવેધપદમાં નરકાદિ અપાયનું માલિન્ય છે તે સૂક્ષ્મબોધને અટકાવનાર છે. જે કારણથી સૂક્ષ્મબોધનો અભાવ છે તે કારણથી આગમરૂપી દીપકથી દોષનું દર્શન તાત્ત્વિક નથી હોતું પણ ભ્રાન્તિવાળું હોય છે.
વેધસંવેધપદ એ પાછળથી ચાર દૃષ્ટિમાં હોય છે. અહિંયા અપાયશક્તિનું માલિન્ય નીકળી ગયું હોય છે તેથી સંસારમાં પ્રવૃત્તિ કરવી પડે તો સંવેગસારા તખ઼લોહપદન્યાસતુલ્યા પ્રવૃત્તિ હોય છે. અતિશય સંવેગવર્ડ કરીને સમ્યગ્દષ્ટિને છેલ્લી પાપ પ્રવૃત્તિ હોય છે કારણ ડ્રીથી દુર્ગતિનો યોગ હોતો નથી. નરકાદિ અપાયના કારણભૂત સ્ત્રી વગેરે તત્ત્વોનું વેદન બધા ભાવયોગીઓને એકસરખું હોય છે અર્થાત્ બધા ભાવયોગીઓ સ્ત્રી વગેરેને હેયરૂપે જ વેદે છે.
-
વેધસંવેદ્યપદી વિપરીત અવેધસંવેધપદ છે તે ભવાભિનંદીને વિષય કરનારું છે અને મિથ્યાઆરોપથી યુક્ત છે. પદવાળા જીવો જન્મ, જરા, મૃત્યુ આદિથી ઉપદ્રવવાળા સંસારને જોવા છતાં ઉદ્વેગ પામતા નથી. ખસના દર્દીઓની બુદ્ધિ જેમ ખણવામાં હોય છે તેમ ભવાભિનંદી જીવોની બુદ્ધિ ભોગના સાધનોમાં હોય છે પરંતુ ભોગની ઇચ્છાના ક્ષયમાં હોતી નથી. આવા જીવો પાપમાં સદા રક્ત રહે છે અને આત્માને કર્મથી મલિન કરે છે તેથી ધર્મના શ્રેષ્ઠ કારણભૂત મનુષ્યપણું અને કર્મભૂમિને પામવા છતાં જીવો ધર્મબીજનું આધાન કરતા નથી અને સત્કર્મરૂપી ખેતીને કરતા નથી. કુત્સિત સુખમાં આસક્ત થયેલા તેઓ સત્કાર્યનો ત્યાગ કરે છે.
અવેધસંવેધપદ એ અંધાપો છે - દુર્ગતિમાં લઈ જનાર છે તેથી સત્સંગ અને આગમન! યોગવડે કરીને મહાત્માઓવડે જીતવા યોગ્ય છે. એને જીતે છતે કુતર્ક રૂપી વિષમગ્રહ નાશ પામે છે. કુતર્ક ગ્રહ બોધને માટે રોગ સમાન છે. શમને માટે અપાય રૂપ છે. શ્રદ્ધાનો ભંગ કરનાર છે. અને મિથ્યાભિમાનને કરાવનાર છે. આર્થી જ કરીને કુતર્કને વિષે અભિનિવેશ એ યુક્ત નથી પણ મુમુક્ષુને શ્રુત, શીલ અને સમાધિને વિશે જ આગ્રહ હોય છે.
આ વિષયમાં પતંજલિ કહે છે કે આગમ, અનુમાન અને યોગાભ્યાસરસ આ ત્રણ વડે પ્રજ્ઞાને સમ્યગ્ બનાવતો આત્મા ઉત્તમ તત્ત્વને પામે છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org