________________
૨૯૪
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ શાશ્વતી બનાવવી એ જ અંતિમ કાર્ય કરવાનું છે. મંત્રી એ કોઈ રાગભાવમાંથી ઉત્પન્ન થનારી વસ્તુ નથી. સ્નેહરાગ, કામરાગ કે દૃષ્ટિરાગ એ ત્રણમાંથી એકેય તેમાં હોતા નથી. કેવળ સ્નેહપરિણામ અર્થાત સજાતીયપણાના ભાવમાંથી ઉત્પન્ન થયેલ એક્ય છે. જેમાંથી ભેદ પડી શકે નહિ એવી એક અલૌકિક લાગણી તે મૈત્રી છે જેમાં કોઈ માંગણીને અવકાશ નથી. માંગણી છે ત્યાં રાગ છે. ચૈતન્યસ્વરૂપની એકતામાંથી ઉત્પન્ન થયેલ પરિણામ તે મહામંત્રી છે જે જીવને શાશ્વત સુખ તરફ લઈ જનાર છે.
અનિત્યાદિ ભાવનાઓના ભાવન વિના વૈરાગ્ય પ્રાપ્ત થતો નથી અને વૈરાગ્ય વિના મેથ્યાદિ ભાવો વાસ્તવિક આવતા નથી. વિરાગીની મૈત્રી એ જ સાચી મૈત્રી છે. તાત્ત્વિક દ્રષ્ટિએ વિચારતા તો જેને વિરાગ પેદા થયો છે, સંસારનું સુખ અસાર લાગ્યું છે એ જ જીવ બીજાની હિતચિંતા સખ્ય કરી શકે છે. જેના જીવનમાં હજુ વિષયોનો રાગ અને સ્વાર્થવૃત્તિ લી ફાલી છે, જેના જીવનમાં વિષયોની જ ચાહ અને માંગ છે તે બીજા જીવો પ્રત્યે સ્નેહ પરિણામ કેવો અને કેટલો કરી શકે? વૈરાગ્ય આવે પછી જીવને પોતાનું વાસ્તવિક હિત શું છે? તે ઓળખાય છે અને તેવો જીવ જ બીજાના હિત અને
સ્નેહપરિણામને સમ્યગ રીતે કરી શકે છે. વૈરાગ્ય વિનાની મૈત્રી એ અપ્રધાન મૈત્રી છે. ક્યારેક જીવોમાં યોગ્યતા હોય તો વૈરાગ્ય ન પ્રાપ્ત થયો હોય તો પણ મેત્રાદિના ભાવનથી પણ વૈરાગ્ય પ્રાપ્ત કરી શકે છે અને તેથી અનિત્યાદિ બાર ભાવનાઓ અને મેથ્યાદિ ચાર ભાવનાઓ બંને પરસ્પર એકબીજાના પૂરક બની શકે છે. યોગ્ય જીવોમાં એક હોતે છતે બીજું આવવાની સંભાવના છે.
આમ ધર્મમાર્ગમાં મેયાદિનું ભાવન ઘણું જરૂરી છે. આનાથી એક વાત ફલિત થાય છે કે મેથ્યાદિ ભાવો વ્યક્તરૂપે ભલે જીવમાં ન આવ્યા હોય પણ તેનો વિરોધી પરિણામ કે જે અમેગ્યાદિ સ્વરૂપ છે તે તો કોઈપણ સંયોગોમાં જોઈએ જ નહિ. દ્વેષ, મત્સર, તિરસ્કાર, ધિક્કાર નિંદા, દુર્ભાવ એ તો ધર્મ પામેલામાં હોય જ નહિ કારણ કે ધર્મમાર્ગની શરૂઆત જ અષથી થાય છે. જીવો પ્રત્યે હૈયામાં દ્વેષ ભર્યો હોય ત્યાં સુધી ધર્મ આવે જ નહિ. ધર્મની સાથે સાચી સગાઈ બંધાય નહિ. ગુણવાન પ્રત્યેના અદ્વેષથી અનબંધકપણું આવે છે. અને યોગની પહેલી દ્રષ્ટિ પણ અદ્વેષ નામનો ગુણ પ્રાપ્ત થાય ત્યારે આવે છે.
ગ્રંથકાર કહે છે કે અહિંયા અમે પરપીડાનું વર્જન, પરહિતકરણ, મહાત્માઓની પુજા અને લુબ્ધકાદિમાં અનુકંપાને ધર્મ કહ્યો તે રત્નત્રયી રૂપ ધર્મને પામવાનું કારણ હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને કહ્યો છે. આ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org