________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૨૯૩
છે તેના વિના યોગમાર્ગમાં જીવનો વિકાસ થતો નથી અને આ રત્નત્રયીરૂપ વૃક્ષને માટે અનિત્યાદિ ભાવનાઓનું ચિંતન એ બીજ છે. તેના વિના મૈત્ર્યાદિ ભાવનાઓ રત્નત્રયાદિ વૃક્ષનું મૂળ બની શકતી નથી. અનિત્યાદિ બાર ભાવનાઓના ભાવનથી આત્મામાં સાચો વૈરાગ્ય પેદા થાય છે અને વૈરાગ્ય પેદા થયા પછી મૈત્ર્યાદિ ભાવનાઓનું ભાવન સમ્યગ્ બને છે.
આત્મા કોઈપણ ગુણનો અભ્યાસ કરવા મથતો હોય, સાથે કોઈપણ દોષની જો પક્ડ ન હોય તો એ ગુણાભ્યાસ સર્વગુણોના ક્ષયોપશમનું કારણ બને છે અને તેથી મૈથ્યાદિ ચાર ભાવનાઓથી ભાવિત થયા વગર પણ સંસારથી મુક્ત થવાના ઉદ્દેશથી વૈરાગ્ય અને પાપજુગુપ્સા દ્વારા પણ આત્મા ક્યારેક આગળ વધે છે ત્યારે મૈત્ર્યાદિભાવો ક્ષયોપશમ રૂપે અવશ્ય પ્રાપ્ત થાય છે અને એના કારણે અમૈત્રી આદિ પ્રસંગોમાં એ વ્યક્તરૂપમાં વિચારરૂપે ઉપસ્થિત થાય છે.
ઉપકારી કે અપકારી, પાપી કે ગુણવાન, દુ:ખી કે સુખી દરેકની સાથે મિત્રતાનો ભાવ રાખવાનો હોય કારણ કે તત્ત્વદૃષ્ટિથી વિચારીએ તો આત્માનો કોઈ શત્રુ જ નથી અને જગતનો કોઈ પદાર્થ પણ આત્માનું અહિત કરનાર નથી. આત્મા પોતાના ઘરમાંથી બહાર નીકળીને પરમાં જાય છે ત્યારે જ બીજા પદાર્થો તેના સુખ-દુઃખમાં નિમિત્ત બને છે. અપકારી પણ આપણા કર્મ ખપાવવામાં સહાય કરીને આપણી મૈત્રીને નવપલ્લવિત બનાવે છે. ઉપકારી આપણામાં કૃતજ્ઞતાનો ગુણ ખીલવીને આપણા જીવને સુવાસિત બનાવે છે તે સિવાયના બીજા બધા જીવો આપણામાં જીવત્વની સમાનતાનો ભાવ પેદા કરાવી તેની સાથે અભેદપણાની સાધના કરાવે છે. ગુણવાન અને પુણ્યશાળી જીવો આપણામાં પ્રમોદભાવની અભિવ્યક્તિ કરાવે છે. દુ:ખી જીવો આપણા હૃદયને કઠોરતામાંથી મુક્તિ અપાવી હૃદયને આર્દ્ર બનાવી મૈત્રીને ટકાવી રાખે છે. પાપી જીવો આપણા આત્માને ચેતવે છે કે તમે આવા બનતા નહિ. નહિતર તમારી દશા પણ ખરાબ થશે. સાથે સાથે તેઓ આપણા આત્માને મધ્યસ્થ રહેવાની, ઉદાસીન ભાવે જોવાની તથા રાગ-દ્વેષના પ્રસંગોમાં જ્ઞાતાદ્રષ્ટા બનવાની તાલીમ આપી મૈત્રીને પરિપક્વ બનાવે છે. અપકારી, ઉપકારી, સુખી, દુ:ખી, પાપી આ બધા ભેદ વ્યવહાર દૃષ્ટિએ પાડ્યા છે. જે આપણા જીવનમાં શુદ્ધ વ્યવહારના પાલનમાં ખૂબ જરૂરી છે. આત્માના શુદ્ધ સ્વરૂપ તરફ પ્રયાણ કરવામાં શુદ્ધવ્યવહારનું પાલન કારણ છે. તેના વિના નિશ્ચયમાર્ગ તરફ પ્રગતિ પ્રયાણ થઈ શકતું નથી.
વ્યવહારની ભૂમિકાને વટાવી ગયા પછીથી સર્વજીવોના શુદ્ધચૈતન્ય સ્વરૂપને લક્ષમાં લઈ તેની સાથે અભેદ ભાવના ભાવી, ઐક્યતા સાધી, મૈત્રીને
-
Jžin Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org