________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૨૯૧ કોઈના માટે ચોથી ભાવનાના વિષય ન બનીએ, આપણા ગુવદિ પાત્રતાના અભાવે આપણી ઉપેક્ષા ન કરે તેની સાવચેતી પણ આપણા માટે કર્તવ્ય બની જાય છે.
અવિનીત અને અયોગ્ય પ્રત્યે માધ્યસ્થ ભાવના રાખવાથી આપણા આત્માને દ્વેષ અને દુર્ભાવિમાંથી બચાવી શકાય છે. જો તે વખતે આ ભાવનાને ભાવવામાં ન આવે તો આપણો આત્મા ધર્મમાર્ગ હારી જાય છે. કોઈ પણ જીવ પ્રત્યે આપણો કોઈ અધિકાર હોઈ શકે નહિ. અધિકારની રૂએ કશું જ કરવાનું નથી.
જે કાંઈ કરવાનું છે તે સજ્જનતા અને માનવતાની રૂએ કરવાનું છે. બીજા ઉપર સત્તા અને અધિકાર જમાવવાથી આપણો આત્મા કર્મથી દબાય છે. નીચગોત્ર બાંધે છે, અંતરાયો ઊભા કરે છે જેના માઠાં ફળ ભવોભવ દુર્ગતિમાં જઈને ભોગવવા પડે છે.
સમરાદિત્ય કેવલી ચરિત્રમાં પહેલા ભવમાં અવાંતર કથામાં આવે છે કે મદનોત્સવમાં ક્રીડા કરવા માટે લોકો નીકળ્યા હતા ત્યારે એક ધોબીની ટોળી કે જે ગીતગાન અને આનંદ-કલ્લોલ કરતી પસાર થતી હતી તેના આગેવાન પુષ્યદત્ત ધોબીની રાજમાન્ય પુરોહિત પુત્ર વિભાવસુએ.કદર્થના કરી. કેમ? તો કહે છે કે આ વિભાવસુ પોતાની પાસેથી જતી તે ધોબીની ટોળીને જોઈને અજ્ઞાનથી પોતાની જ્ઞાતિ અને કુલ વગેરેના ગર્વથી કહે છે - “આ. નીચ લોકોની મંડળી ઠેઠ અમારી મંડળીની બાજુથી કેમ પસાર થાય છે? કાંઈ ભાન છે કે નહિ? અમે તો ઉચ્ચ બ્રાહ્મણ.... અને આ નીચ ધોબીઓ...” એમ કહી ધોબીઓની કદર્થના કરી. ધોબીઓના આગેવાન પુષ્પદત્તના અંગોપાંગને જકડીને તેને કેદ કર્યો. તેના પરિણામે વિભાવસુએ એવું કર્મ બાંધ્યું કે મર્યા પછી તે જ પુષ્પદત્ત ધોબીને ત્યાં કૂતરો થશે. ત્યાં ઘણી વિડંબના ભોગવશે. ભૂખ તરસના દુઃખ વેઠશે ત્યાંથી મરીને એ જ પુષ્પદત્ત ધોબીની ઘોટઘટિકા નામની ગધેડીના પેટે ગધેડા તરીકે જન્મશે. ધોબીને તે ગમશે નહિ અને
ક્લેશપૂર્વક પોતાનો નિર્વાહ કરશે. ત્યાંથી મરીને ચંડાળ તરીકે નપુંસકપણે જન્મ પામશે. ત્યાં કદરૂપું શરીર અને દર્ભાગ્ય નામકર્મના કલંકથી દૂષિત થશે.
ત્યાં અંતે સિંહનો શિકાર બની જશે. ત્યાંથી મરીને ચંડાળને ત્યાં પુત્રીપણે જન્મશે. ત્યાં બાલ્યકાળમાં સર્પ ડસશે અને મરી જશે. પાંચમે ભવે ચંડાળની દત્તિકા નામની પ્રસૂતિકર્મ કરનારી ગૃહદાસીની કુક્ષીમાં નપુંસકપણે જન્મશે. જન્મથી જ આંધળો, ઠીંગુ અને કૂબડો થશે. દર્ભાગ્ય કર્મના ઉદયે સઘળા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org