________________
હત
જ
છે.
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૨૮૯ આપણને જવાબદારીનું ભાન કરાવે ત્યારે આપણે પકડેલો અધ્યાત્મનો માર્ગ છોડવો નહિ અને ટકી રહેવું. ખ્યાલ રાખવો કે હું પરમાત્માને વરેલો છું. પરમાત્મા મારા પતિ છે. આવો સંબંધ પરમાત્મા સાથે રાખવો.
પરમાત્માની નિરંતર સ્મૃતિ અને સંસારની વિસ્મૃતિ એ અધ્યાત્મ છે. પરમાત્માને નિરંતર યાદ કરવાથી, તેમની ભક્તિ કરવાથી, તેમની પ્રત્યે આદર - બહુમાન ઊભું કરવાથી, પરમાત્મ સ્વરૂપનું નિરંતર ચિંતન કરવાથી, પરમાત્માની નવા નવા વિશેષણોથી સ્તવન કરવાથી આપણું ચિત્ત પરમાત્મમય બને છે અને તેમ કરવાથી પરમાત્માની પ્રાપ્તિ શીધ્ર બને છે.
પ્રેમ-પિ - કપિ
ચોથે ગુણસ્થાનકે દૃષ્ટિ બદલાય છે પણ આચરણ બદલાતું નથી તેથી ચારિત્ર નથી આવતું. ભૌતિક પદાર્થો પ્રત્યે, અન્ય જીવો પ્રત્યે અને પરમાત્મા પ્રત્યે અધ્યાત્મદ્રષ્ટિ કેળવાય તો સમકિત ચાલુ રહે. પ્રેમ દૃષ્ટિ - બ્રહ્મદ્રષ્ટિ (મેત્રી, કરૂણા, પ્રમોદ, માધ્યસ્થ ભાવ) એ અધ્યાત્મયુક્ત જીવન છે. પ્રેમ દૃષ્ટિ - બ્રહ્મદૃષ્ટિ કરવાથી કષાય શાંત થઈ જાય છે.
' મૈચાદિ ચાર ભાવસાધન છે. પ્રેમ દૃષ્ટિ - બ્રહ્મ દૃષ્ટિ સાધ્ય છે. નિષ્કષાયતા વીતરાગતા છે. જીવમાત્ર કર્મવશ છે. તે સર્વને મિત્ર બનાવવાના છે પછી તે દુશ્મન પણ હોય. ભવભીરતા અને પાપભીરુતા આવે તો મેથ્યાદિ ચાર ભાવોથી બ્રહ્મદ્રષ્ટિ કેળવાય.
જેના પ્રત્યે આત્મીયતા હોય તેના પ્રત્યે ચાર કષાયમાંથી કયો ભાવ આવે ? જો કષાય થાય તો સમજવું કે જીવ પ્રત્યે આત્મીયતા નથી પણ પરિગ્રહ પર આત્મીયતા છે.
જીવો ભલે ભિન્ન ભિન્ન જાતિના હોય પણ મારે ભિન્ન ભિન્ન દ્રષ્ટિ કેળવવાની નથી. એક માત્ર પ્રેમદૃષ્ટિ કેળવવાની છે એ યાદ રાખવાનું છે. જીવમાત્રને સિદ્ધ સ્વરૂપે જોઈએ તો પ્રેમભાવ - બ્રહ્મભાવ આવે.
ગુણી અને સુખી એ પ્રમોદભાવના પાત્ર છે. ગુણવાન પ્રત્યે પૂજ્યભાવ રાખવાનો છે. સુખી પ્રત્યે પ્રસન્નભાવ રાખવાનો છે. જો આમ પ્રમોદભાવના ન કરીએ તો મૈત્રી ભાવ ન ટકે. અધિક ગુણવાન તરફ પ્રમોદભાવ કરીને ગુણ લેવાના છે અને અલ્ય ગુણવાનને સહાય કરીને તેમને આગળ વધારવાના છે. વિશેષ સુખી જીવોને જોઈને તેમના પૂર્વકૃત સુકૃત્યોને યાદ કરીને પ્રસન્ન થવાનું છે. તીર્થંકર પરમાત્માના કેવળજ્ઞાનને વિચારીને પ્રમોદભાવ કરવાનો છે પણ તેમનું એશ્વર્ય જોઈને પ્રસન્ન થવાનું છે. પંચપરમેષ્ઠિ પ્રત્યે તન, મન, ધનનું સમર્પણ કરીએ તો પ્રમોદભાવના સક્રિય થઈ કહેવાય.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org