________________
૨૮૭
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ ૩ તમે અહીં ક્યાંથી?
બેટા! ગામડેથી મેળામાં સ્નાન કરવા આવેલી. મને થયું કે તને મળ્યા ને વરસો થયા છે તો લાવ મળતી જાઉં. આટલા મોટા માણસને માતાને વંદન કરતા જરા પણ શરમ ન આવી. આખી કોર્ટ અને બધા વકીલો આશ્ચર્ય સાથે આ દ્રશ્ય જોઈ રહ્યા છે ત્યારે ગુરુદાસ આ બધાને ઉદ્દેશીને કહે છે આ મારી ધાવમાતા છે. તેણે મને પાળીને મોટો કર્યો છે. તેનું દૂધ પાઈને ઉછેર્યો છે. મારી માતા તો મને જન્મ આપીને પરલોક ચાલી ગઈ. જ્યારે આ ધાવમાતાએ મને મોટો કરી સંસ્કારી બનાવ્યો. આ વૃદ્ધા ઠેઠ ગામડેથી ચાલીને આવી મને મળવા માટે. તે મારી ઉપકારી માતા છે. ઘર છોડ્યાને વરસો થઈ ગયા છતાં માની મમતા છે ને? હજુ મને ભૂલ્યા નથી. પછી આ ન્યાયાધીશે તે દિવસે કોર્ટનું કામ બંધ રખાવ્યું. તેની ધાવમાતાને પોતાની બગીમાં બેસાડી ઘેર લઈ ગયા. સેવા, ભક્તિ કરી.
ખરેખર શાસ્ત્રકારો દુઝતા માતાપિતરો એટલે કે માતા પિતા એ દુષ્પતિકાય છે તેમના ઉપકારનો બદલો વાળી શકાય તેમ નથી એવું જે કહે છે તે તદ્દન સાચું છે.
માતૃપ્રેમ - ફ્રાન્સના નેપોલિયન બોનાપાર્ટ ઇંગ્લેંડના કેટલાક સૈનિકોને કેદ કર્યા હતા. એક વાર એક અંગ્રેજ યુદ્ધ કેદી જુની હોડીમાં બેસી ફ્રાન્સના કેલેથી બંદરેથી ઇંગ્લેન્ડ તરફ રવાના થયો પણ ભાગતા ભાગતા પફડાઈ ગયો.
આ યુદ્ધકેદીને નેપોલિયન સમક્ષ ખડો કરવામાં આવ્યો. બીજા સિપાઈઓએ બધી વિગત કહી. આ સાંભળીને નેપોલિયનને જરા પણ ગુસ્સો આવતો નથી પરંતુ તેના સાહસને બિરદાવતા કહે છે કે મને તારા જેવા સાહસવીર યુવાનો પ્રત્યે પ્રેમ છે. જેનામાં સાહસિકતા નથી તે માણસ નથી. પણ તું મને એ જણાવ કે તેં આવી ભાંગી તૂટી હોડીમાં બેસીને ઇંગ્લેન્ડ જવાનું સાહસ કેમ કર્યું ? આવો ભયંકર સમુદ્ર તો મોટી સ્ટીમરથી પણ પાર કરવો મુશ્કેલ છે તો પછી નાની હોડી તોફાનની સામે, મગરમચ્છની સામે, વ્હેલ માછલીની સામે શી રીતે ટકી શકે? શું તને તારી પત્નીને મળવાની ભાવના હતી ? ના. તો પુત્રોને ? ના. ઘણું પૂછયું ત્યારે કહે છે કે મારી માતા વરસોથી બિમાર છે. તેનો પ્રેમાળ સ્નેહ મને વારંવાર યાદ આવે છે.
“મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, તેથી મધુરી મારી માત રે જનનીની જોડ સખી નહિ જડે રે લોલ” - કવિ બોટાદકર.
આ જગતમાં મધ મીઠું છે. જગતને ક્ષેમ કુશળ કરનાર વરસાદ પણ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org