________________
૨૮૬
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ કૌશલ્યા તથા સુમિત્રા અને કૈકેયીને પણ હંમેશા પ્રણામ કરતા હતા. ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વતને ઝીલનાર શ્રીકૃષ્ણ તેમની માતા જશોદા દેવીને પ્રણામ કરતા હતા. માત્ર મહારાષ્ટ્રની જ નહિ પરંતુ દેશ અને દુનિયાની શાન વધારનાર રાષ્ટ્રવાદી છત્રપતિ શિવાજી મહારાજા તેમના માતા જીજીબાઈને પ્રણામ કરતા હતા. રાષ્ટ્રપિતા મહાત્માગાંધીજી માતા પૂતળીબાઈને, સ્વર્ગીય પ્રધાનમંત્રી શ્રી લાલબહાદૂરશાસ્ત્રી માતા રામદુલારીને પ્રણામ કરતા હતા.
હસતા હસતા ફાંસીને માંચડે ચડેલા શહીદ વીરભગતસિંહ તેમની માતા વિદ્યાદેવીને હંમેશા પ્રણામ કરતા હતા. ગરીબ બ્રાહ્મણના દીકરા શ્રવણે માતાપિતાની ભક્તિ અને સેવા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું હતું.
કવિ અરદેસર કરામજી ખબરદાર - હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું તો રાખતું કોણ છાનો? મને દેખી દુ:ખી દુ:ખી કોણ થાતું? મહા હેતવાળી દયાળી માં જ તું
મા બાપ જે કરતા હુકમ ને હાથ જોડી સાંભળે પછી ચિત્તથી ને પ્રીતથી આજ્ઞા ચઢાવે શિરપરે મા બાપની આજ્ઞા ચાહે જે હૃદયથી દીકરા બાકી બીજા ભાંગેલ કાચાં હાંડલાના ઠીકરા.
માતામ્પાહિની : કલિકાલ સર્વજ્ઞના માતા. તેમણે દીક્ષા ગ્રહણ કરી. અંત સમયે સકળ સંઘ તથા સૂરિજી અંતિમ આરાધના કરાવવા ભેગા થયા. સંઘની દરેક વ્યક્તિએ સાધ્વીજીના નિમિત્તે પોતાની વ્યક્તિગત દાનાદિની આરાધનાઓ જાહેર કરી. ત્યાર બાદ સકળ સંઘવતી રાઈ ફ્રોડનું દાન જાહેર થયું છતાં સાધ્વીજીના મુખ ઉપર ઉદ્વેગ છે. સંઘે કારણ પૂછ્યું શું હજુ દાન વધારીએ. એવી ઇચ્છા છે ? સાધ્વીજી કહે છે ના... પણ મારા સંસારીપણાના પુત્ર આચાર્યશ્રી હજુ કેમ કાંઈ પૂણ્ય જાહેર કરતા નથી તે વિચારથી હું ઉદ્વિગ્ન છું અને તરત જ મા લાખ શ્લોકની રચના અને સાથે લા ક્રોડ નવકારમંત્રનો જાપ કહ્યો. ત્યારબાદ તરત જ આનંદમાં સમાધિપૂર્વક થોડી ક્ષણોમાં પ્રાણોનો ત્યાગ કર્યો.
ધાવમાતાનું સદણ - કલકત્તાની હાઈકોર્ટના ન્યાયમૂર્તિ સરગુરુદાસ બંદોપાધ્યાય એક વાર કોર્ટમાં કેસ સાંભળી રહ્યા હતા. તેવા સમયે એક ડોશી કોર્ટના રૂમમાં દાખલ થઈ. તો પહેરગીરે તેને અટકાવી અને ત્યાંથી ચાલી જવા કહ્યું. પણ ડોશી કહે હું તો ગુરુદાસને મળવા આવી છું. પહેરગીરે સરગુરુદાસને વાત કહી તો તેઓ તરત જ સિંહાસન પરથી ઉતરી ઝડપથી ચાલી ડોશીના પગમાં પડ્યા. ચરણ રજ માથે લીધી. ગદ્ગદ્ થઈને પૂછે છે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org