________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૨૮૫
જાય છે. જીતશત્રુરાજાની રાણી કુન્તલા સારામાં સારી પરમાત્માની ભક્તિ કરવા છતાં પોતાની શોક્યની પરમાત્મભક્તિ જોઈને ઇર્ષ્યાથી બળતી હતી તો તે જ નગરીમાં મરીને કૂતરી થઈ. અંજનાનો જીવ પૂર્વના ભવમાં કનકોદરી રાણી તરીકે હતો. ત્યાં પોતાની શોક્ય લક્ષ્મીવતીની પરમાત્મા પ્રત્યેની પૂજા ભક્તિને જોઈને ઇર્ષ્યાથી બળવા માંડી તો પરમાત્માની મૂર્તિને ઉકરડામાં મૂકવા સુધીની ભૂલ કરી બેઠી.
નયશીલસૂરિ આચાર્ય મહાન પ્રભાવક હોવા છતાં પોતાના શિષ્યોના ઉત્કર્ષને સહન ન કરી શક્યા. તેમની પ્રતિભા, શાસ્ત્રબોધ, વાક્ચાતુર્ય, ઉત્તમ ચારિત્રથી ચારેબાજુ જૈનશાસનની પ્રભાવના કરતા શિષ્યો પ્રત્યે પ્રમોદભાવને બદલે અસૂયા પેદા થઈ તો મરીને કાળોતરા નાગ થયા. ઈર્ષ્યા અને અસુયામાંથી આગળ જતાં શત્રુતા પેદા થતા વાર લાગતી નથી.
પાંચ ડીગ્રી તાવમાં શાંતિથી બેસી રહેવું સહેલું છે. માસક્ષમણના આકરા તપ કરવા સહેલા છે પણ બીજાના ઉત્કર્ષમાં રાજી થવું એ અતિ કઠિન છે. બીજાના ઉત્કર્ષમાં રાજી થતા આવડે તો આત્મા તે જ પળે સમતાનો આનંદ લૂંટી શકે છે. અંદરના રાગ, દ્વેષ, ઇર્ષ્યા, અસુયાના તોફાનોને શાંત કરવા માટે બીજાના ગુણો જોઈને આનંદ પામવા જેવું છે. પ્રમોદભાવના આત્માને સ્વરૂપમાં ઠારે છે. ગુણી પ્રત્યેના આનંદથી તો ભવોભવના દોષના સંસ્કારો બળીને ખાખ થઈ જાય છે.
માતા, પિતા, કલાચાર્ય, ગુરુ વગેરેની ભક્તિ કરવાથી, તેમની પ્રત્યે હૃદયમાં બહુમાન, આદર રાખવાથી આત્મામાં નિરંતર મોહનીયનો ક્ષયોપશમ થતો આવે છે.ગુણોની પરિણતિ વિકસે છે. જીવન નંદનવન બને છે. જીવન જીવવામાં આનંદ આવે છે. અન્યથા જીવન બોજારૂપ અને ત્રાસરૂપ બને છે. શીતલાચાર્યના ચાર ભાણેજ મુનિઓ તેમને વંદન કરવા માટે આવી રહ્યા હતા. ત્યાં નજીકમાં જ આવતા સાંજ પડી ગઈ. આવતીકાલ ઉપર મળવાનું રાખ્યું અને તે જ રાત્રે પોતાના મામા મહારાજના ગુણોની અનુમોદનામાં ચડ્યા તો ત્યાં જ ચારેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.
નવકારના પાંચે પદોમાં દરેક વખતે જે નમો, નમો છે તે પંચપરમેષ્ઠિ પ્રત્યે આદર અને બહુમાનનું સૂચક છે તેનાથી વિશિષ્ટ પુણ્ય ઉપાર્જન થાય છે. વીર વર્ધમાનકુમાર ત્રણ જ્ઞાનના ધારક હોવા છતાં જ્યાં સુધી ઘરમાં રહ્યા ત્યાં સુધી પિતાજી સિદ્ધાર્થરાજા, માતા ત્રિશલા દેવી, મોટાભાઈ નંદીવર્ધનને પ્રણામ કરી તેમના આશિર્વાદ લેતા હતા.
મર્યાદાપુરુષોત્તમ શ્રી રામચંદ્રજી તેમના પિતા અયોધ્યાનરેશ દશરથ,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
માતા
www.jainelibrary.org