________________
૨૮૪
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3
એવા વ્યવહારોનો ત્યાગ કરવો અને ઇષ્ટ એવા વ્યવહારમાં પ્રવર્તવું. તેમના આસનાદિનો ત્યાગ કરવો. તેમના ધનને તીર્થક્ષેત્રમાં વાપરી નાંખવું. અર્થાત્ પોતાના ઉપભોગમાં લેવું નહિ.માતા પિતાદિ ગુરુવર્ગની મૂર્તિની જે સ્થાપના કરી હોય તે મૂર્તિનો ધૂપ, દીપ, પુષ્પાદિ પૂજારૂપ સંસ્કાર કરવો. મરણોત્તર કાર્ય સુંદર કરવું.
પુષ્પ, બલિ, વસ્ત્ર તેમજ સુંદર સ્તોત્રોથી શ્રદ્ધા પૂર્વક દેવની પૂજા કરવી. વિપ્રો એટલે દ્વિજ - બ્રાહ્મણો, જે વિધાના પ્રકર્ષને પામેલા છે, જે બ્રહ્મના જાણકાર છે, આત્મસ્વરૂપને પામેલા છે. તે પૂવા યોગ્ય છે સન્માન કરવા યોગ્ય છે. તેમજ તપોધન એવા યતિઓ. સંયમી મહાત્માઓ કે જેમણે ઇન્દ્રિય નિગ્રહ કરેલો છે અને જીવોની રક્ષામાં સતત ઉદ્યમશીલ છે તે પણ આદર પૂર્વક ભક્તિ કરવા યોગ્ય છે.
બહુમાન
આ બધાની ભક્તિ કેવી રીતે કરવી જોઈએ તેને માટે ‘સુપ્રયત્નેન ચેતસા' શબ્દ મૂકે છે અને તેનો અર્થ આજ્ઞાપ્રધાન ચિત્ત કરે છે. અર્થાત્ શાસ્ત્રોમાં આ બધાની જે રીતે ભક્તિ કરવાની કહી હોય તે રીતે કરવી જોઈએ.
-
આ એક જ વિશેષણ દ્વારા પૂજનીયની પૂજાનો યથાર્થ માર્ગ બતાવ્યો છે. આના દ્વારા પ્રમોદભાવના બતાવી છે. આ જગતમાં પૂજનીય મહાત્માઓની પૂજા - ભક્તિ કરવી એ આર્ય સંસ્કૃતિ અને જૈન સંસ્કૃતિનો આદર્શ છે. ગુણીને જોઈને આનંદ પામવાથી આત્મામાં ગુણપ્રાપ્તિનું બીજાધાન થાય છે. દોષોનું બળ તૂટવા માંડે છે. ગુણી પ્રત્યે પ્રમોદભાવ આવવાથી ચિત્તમાં પ્રસન્નતા છવાઈ જાય છે અને હૃદયકમળ સહસ્રદલે વિકસિત થાય છે. પ્રમોદ ભાવનાથી ઉચ્ચ ગુણી મહાત્માઓની સાથે હૃદયનો તાર જોડાય છે. તેમના હૃદયમાં આપણને સ્થાન મળે છે. ઉચ્ચ ગુણી પ્રત્યેના આદરથી તેમના આશીર્વાદ મળવાથી આપણા અંતરાય કર્મો તૂટી જાય છે અને ભવાંતરમાં અંતરાય રહિત સાનુબંધ સાધના અખંડ પ્રવર્તે છે. નિકાચિત કર્મના ઉદયમાં પણ બહુધા અંતરાયકર્મ તૂટી જાય છે. ક્યારેક ન તૂટે તો પણ મહાન સહાય મળવાથી ફીથી તે ગુણની શીઘ્ર પ્રાપ્તિ થાય છે.
Jain Education International 2010_05
-
ગુણી પ્રત્યે પ્રમોદભાવનાથી આત્મામાં અહંકાર તૂટે છે, નમ્રતા આવે છે, ગુણની સાચી ઓળખ થાય છે. ગુણનો આનંદ શું છે? તેનો ખ્યાલ આવે છે. તેનાથી વૈષયિકસુખની અસારતા, પોકળતા, તુચ્છતા સહેલાઈથી સમજાય છે. જો ગુણી પ્રત્યે પ્રમોદભાવ નહિ જાગે તો અનન્યગત્યા તેનો વિરોધી પરિણામ ઇર્ષ્યા આવ્યા વિના રહેશે નહિ. ઇર્ષ્યા એ તો આત્માનો ભયંકર રોગ છે. ઝેરી કીટાણું છે. તે અંદરમાં ફ્લાયા પછી ગુણપ્રાપ્તિના દ્વારને તાળા લાગી
For Private & Personal Use Only
www.jainelibrary.org