________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૨૯૫ માર્ગ મહાપુરુષોએ આચર્યો છે અને તેને અનુસરવું એ યથાન્યાસ પ્રવર્તન છે.
कृतमत्र प्रसङ्गेन प्रकृतं प्रस्तुमोऽधुना । तत्पुनः पञ्चमी तावद्योगदृष्टिमहोदया ॥ १५३ ॥ ઉપસંહાર કરતા કહે છે.
ત્ર વ્યતિરે - આ સૂક્ષ્મબોધના વિષયોમાં અવેધસંવેધપદના વિસ્તારવડે કરીને સર્યું. હવે પ્રકૃતિ - પ્રસ્તુત એવી જે મહાન ઉદયવાળી - નિર્વાણરૂપ શ્રેષ્ઠ
લવાળી પાંચમી સ્થિરા નામની યોગદૃષ્ટિને અમે કહીએ છીએ, વર્ણન કરીએ છીએ.
અભિનિવેશ સઘળો ત્યજીજી, ચાર લહી જેણે દૃષ્ટિ
તે લેશે હવે પાંચમીજી, સુયશ અમૃત ઘનવૃષ્ટિ... મનમોહન જિનજી મીઠી તાહરી વાણ. યોગદૃષ્ટિ સજઝાય ૪-૨૩.
સઘળો અભિનિવેશ છોડીને જે આત્માઓ ચાર દૃષ્ટિની મર્યાદા વટાવી જશે તે હવે અમૃતમય વાદળાની વૃષ્ટિ સમાન પાંચમી દૃષ્ટિને પ્રાપ્ત કરશે. ચોથી દીપ્રા દ્રષ્ટિનો સાર -
આ દૃષ્ટિમાં દીપક સમાન બોધ હોય છે. પ્રાણાયામ નામનું અંગ પ્રાપ્ત થાય છે. તેમાં પણ ભાવપ્રાણાયામ હોય છે. જેમાં અશુભભાવો અને અશુભ પ્રણિધાનનો રેચ હોય છે. શુભભાવ, શુભ પ્રણિધાનને સતત કરવા રૂપ પૂરક પ્રાણાયામ હોય છે અને તેને આત્મામાં સ્થિરપણે ધારી રાખવા રૂપ ભાવકુંભક હોય છે. ધર્મક્રિયા કાલમાં ચિત્તને અસ્થિર બનાવે તેવા કષાયાદિ અંદરથી ઉઠતા ન હોવાના કારણે ઉત્થાન દોષનો અભાવ હોય છે. આ દ્રષ્ટિમાં પ્રશાંતવાહિતા જોવા મળે છે. તત્ત્વશ્રવણ નામનો ગુણ પ્રગટે છે જેને કારણે જીવ તત્ત્વ સાંભળતા અંદરમાં ઠરે છે.
તે છતાં સૂક્ષ્મબોધનો અભાવ હોય છે કારણ કે ગ્રંથિભેદ થયો નથી. હજુ બોધમાં અજ્ઞાનજન્ય ગાંઠ પડેલી છે જે બોધને સૂક્ષ્મ બનવા દેતી નથી. આ દૃષ્ટિમાં રહેલ જીવ ધર્મને પ્રાણ કરતા પણ અધિક માને છે અને તેથી ધર્મને ખાતર પ્રાણ આપવા પણ તૈયાર થાય છે. ધર્મ જ પરલોકમાં સાથે આવનાર છે બાકી બધું અહિંયા રહી જાય છે તેથી ધર્મ જ સાચો મિત્ર લાગે છે. સંસાર આખો ખારા પાણી જેવો લાગે છે, જ્યારે તત્ત્વનું શ્રવણ મધુર પાણી જેવું અનુભવાય છે. તત્ત્વશ્રવણ દ્વારા ગુણદોષના વિવેક રૂપ અંકુરા પ્રગટ થાય. છે. ખારા પાણી સમાન સંસારમાં રહેવા છતાં શૃંગી - મચ્છની જેમ આત્માના સુખ રૂપી મીઠું ઝરણું શોધે છે અને તેને જ પીએ છે.
તત્ત્વશ્રવણથી પરોપકારાદિ સઘળા કલ્યાણની પ્રાપ્તિ થાય છે જે ગુરુ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org