________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૨
૩૦૩ વિષયવિરક્તતા એ જ સમકિતા
નવ નોકષાયો ઇન્દ્રિયો સાથેની રમણતારૂપ છે. જો વિષય જ ન હોય તો કષાય થાય નહિ. વિષયાસક્તિ એ કપાયોત્પત્તિનું બીજ છે. પાંચે ઇન્દ્રિયોના વિષયભાવમાંથી વિરક્ત થવું તે સમક્તિ છે.વ્યવહારિક દ્રશ્ય પદાર્થો ઘટપટાદિ - જેવા છે તેવા જોવા તે સમકિતનું ક્ષેત્ર નથી. પરંતુ જીવ - અજીવ, નિત્યાનિત્ય,
ભેદભેદ, રૂપી - અરૂપી, વૈત-અદ્વૈત, ઉપચરિત- અનુપચરિત આદિ વિષયોનો હેયોપાદેય પૂર્વક વિવેક કરવો અને આત્મા જેવો છે તેવો જોવો તે સમકિતા છે. આ મોક્ષની સાચી સાધના છે. દૃષ્ટિમાંથી રાગ દ્વેષ ઓછા થઈ જાય તેનું નામ દર્શનમોહનીયનો ક્ષયોપશમ. જ્યારે સંયમ અને તપ વડે વર્તન સુધરે તે ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ છે.
અહિંયા વેધસંવેધપદની પ્રાપ્તિ હોય છે, જે પદાર્થ જે રીતે વેદવા યોગ્ય છે તે રીતે જ વેદાય છે અને તેથી સ્ત્રી આદિ પદાર્થ કે જે અપાય રૂપ છે તે નરકાદિના કારણ રૂપે જ વેદાય છે. સ્ત્રી આદિ પદાર્થ ભવહેતું છે માટે હેય છે, ત્યાજ્ય છે એવી ટૂટ શ્રદ્ધા અહિંયા ઉત્પન્ન થાય છે તથા જ્ઞાયકસ્વભાવી આત્મા એ જ એક માત્ર ઉપાદેય છે એવો નિશ્ચય અહિંયા પ્રગટે છે.
શુદ્ધાત્માની જે અનુભૂતિ તેજ સ્વસમયનો વિલાસ છે જ્યારે પુગલ ફર્મ પ્રદેશમાં રહેવા રૂપ જે પરભાવની છાયા પડે છે તે પરસમય નિવાસ છે. વંદનાદિ ક્રિયાઓ અભાત
પહેલી ચાર દૃષ્ટિના વારંવારના અભ્યાસથી તેમાં સ્થિરતા થતાં જીવને પાંચમી સ્થિરાદૃષ્ટિની પ્રાપ્તિ થાય છે. વૈરાગ્ય અને અભ્યાસના સંસ્કારો દૃઢ થતાં વિષયોની સામે ટકી રહેવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે અને પછી વૈરાગ્યની તીવ્રતા થતાં ઉપયોગ વિષયોમાંથી નિવૃત્ત થઈને જ્યારે આત્મામાં જ વધુને વધુ સ્થિર થાય છે ત્યારે જીવનની કોઈ ધન્ય પળે આત્મા ગ્રંથિભેદ કરી આ સ્થિરા દષ્ટિ પામે છે. આ દ્રષ્ટિમાં બોધ સ્થિર અર્થાત નિત્ય હોય છે. આત્મસ્વરૂપમાં ઠરેલો હોય છે. આત્મ સ્વરૂપમાં ઠરવાને કારણે વંદનાદિ ક્રિયાઓ બધી જ આદર, બહુમાન અને ઉપયોગની સ્થિરતાપૂર્વક થાય છે. વંદનાદિ ક્રિયાઓ નિષ્પાપ ન થવામાં ચિત્તની સંક્લેશ પરિણતિ કારણ હતી. અત્યાર સુધી ગ્રંથિ ભેદાઇ ન હતી તેથી ઉપયોગમાં જ્ઞાન અને રાગ અભેદ પણે વર્તતા હતા. તેથી જ્ઞાન બધું સંક્લેશવાળું હતું અને સંક્લેશ યુક્ત ચિત્તથી કરાતી વંદનાદિ ક્રિયાઓમાં આદર, બહુમાન, પ્રીતિ, ભક્તિ ક્યાંથી ભળે ? અને એ ન ભળે તો વંદનાદિ ક્રિયાઓ યથાર્થ કેવી રીતે થાય ? ગ્રંથિભેદ થતાં તો અનાદિની વિભાવદશા, અજ્ઞાનદશા, મમત્વદશા ટળી ગઈ. હવે જગતનું કાંઈ જોઈએ છે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org