________________
૨૯૨
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ લોકોથી અપમાનિત અને હડધૂત થશે. આંધળો અને પુણ્યનો અધૂરો એટલે બિચારો એકવાર નગરદાહમાં ફ્રાશે. અગ્નિમાં ઊભો ઊભો સળગી જશે અને બળીને રાખ થઈ જશે.
નગરદાહમાં બળીને, પાછો છટકે ભવે એજ દાસીની પુત્રી થશે. એ પણ પીઠસર્પ એટલે પગ એવા મળશે કે ચાલી શકશે નહિ ચાલવાનો વખત આવે ત્યારે પીઠ ઘસડીને ચાલવું પડશે. એ પીઠસર્પ છોકરી એકવાર રાજમાર્ગ પર પીઠ ઢસડતી જતી હશે તે અરસામાં મદોન્મત્ત હાથી ત્યાં છૂટ્યો હશે રાજમાર્ગ પર દોડશે ત્યારે લોકો ભાગી જશે પણ આ પીઠસર્પ ક્યાં જાય? તેથી હાથીના પગતળે એ પીઠસર્પ દાસીપુત્રીનો છૂંદો, થઈ જશે.
ત્યાંથી મરીને એ પીઠસર્પ પુષ્પદત્ત ધોબીને ત્યાં પુત્રી તરીકે જન્મ પામશે. મોટી થશે. પુષ્પરક્ષિત નામના એક અત્યંત દરિદ્રની સાથે પરણાવવામાં આવશે
ત્યાં ગર્ભિણી થઈને પહેલી જ પ્રસૂતિ વખતે મહાવેદનાથી પીડાઈ મૃત્યુ પામશે.ત્યાંથી મરીને તેજ પુષ્પદત્તને ત્યાં પુત્રપણે જનમશે. ધોબીના છોકરા તરીકે હજુ તો બાળ ઉંમરમાં હશે, ગંધારનદીના કિનારે રમી રહ્યો હશે ત્યાં પુષ્પદત્તના કોઈ દુશ્મનની નજરે પડશે. પેલો શત્રુ વિચારશે કે આ તો મારો દુશ્મન પુuદત્તનો દીકરો છે એમ કહીં છોકરાને ગળે એક પત્થરની શિલા બાંધી તળાવમાં નાંખશે. તે ગુંગળાઈને મરી જશે.
આમ એક જ વિભાવસુના ભવમાં જે ધોબીની મંડળી અને તેના આગેવાન પુષ્પદત્ત પ્રત્યે કરૂણા રાખવાની હતી - મનમાં સમાધાન વૃત્તિ કેળવવાની હતી કે બિચારા તેઓને પણ મદનોત્સવમાં ક્રવાનો - ગાવાનો - આનંદ કલ્લોલ કરવાનો હક છે. મારાથી તેમને તેમાં અંતરાય કેમ કરાય? પ્રકૃતિના સૌંદર્યને માણવાનો દરેકને અધિકાર છે તેમાં ઊચ્ચ નીચના ભેદ કેમ રખાય? આવી ભાવના રાખી સમાધાન વૃત્તિ કેળવવાને બદલે બીજા ઉપર અધિકાર અને સત્તા જમાવવાના રૂઆબ કર્યા તો કર્મ સત્તાએ ભવોભવ તેના કેવા બેહાલ કર્યા તે જોઈ શકાય છે માટે દરેક જીવો ઉપર કરૂણા રાખવી જોઈએ. કોઈના ઉપર ધિક્કાર, તિરસ્કારની લાગણી ન કેળવવી જોઈએ. ધિક્કાર અને તિરસ્કાર એક એવા શસ્ત્ર છે કે તમે જેની સામે છોડો ત્યાંથી અથડાઈને પાછા તમને જ વાગે છે. તમારા જ પ્રાણ લેનારા થાય છે.
આ પ્રમાણે ગ્રંથકારે મૈત્રી, પ્રમોદ, કરૂણા, મધ્યસ્થતાને અનુસરવી એ જ મહાપુરુષોનો માર્ગ છે એ બતાવ્યું. અને એ મહાપુરુષોના માર્ગે ચાલવું, એ જ આપણું કર્તવ્ય છે. યોગસારમાં મેથ્યાદિ ચાર ભાવનાને ધર્મરૂપી વૃક્ષનું મૂળ કહ્યું છે અર્થાત રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગ પામવા માટે મથ્યાદિ ભાવનાઓ ઘણી ઉપકારક
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org