________________
૨૯૦
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
पापवत्स्वपि चात्यन्तं, स्वकर्मनिहतेष्वलम् । अनुकम्पैव सत्त्वेषु, न्याय्या धर्मोयमुत्तमः ॥ १५२ ॥
પોતાના પાપકર્મોથી હણાયેલા એવા મહાપાપી જીવો પ્રત્યે પણ અનુકંપા કરવી એજ ઉચિત છે. આ ધર્મ ઉત્તમ છે.
આત્માર્થી જીવને સર્વ જીવ પ્રત્યે દયા-અનુકંપા હોય. શિકારી, માછીમાર વગેરે જેવા મહાપાપી, હિંસક જીવો પ્રત્યે પણ તેને દયા અને અનુકંપા જ હોય એ ન્યાયયુક્ત છે. તેઓના પ્રત્યે ધૃણા રાખવી કે તિરસ્કારની દ્રષ્ટિથી જોવું તે બરાબર નહિ. તેમના ઉપર પણ દ્વેષ-દુર્ભાવ ન કરવો પરંતુ કરૂણાગર્ભિત ઉપેક્ષા કરવી. તે જીવો બિચારા કર્માધીન છે. હિંસક કુળોમાં પાપના યોગે જખ્યા છે. અજ્ઞાનના વિશે ખોટા માર્ગમાં રહેલા છે. પોતાના જ દુષ્ટ કર્મથી હણાયેલા છે એના ઉપર આપણું કાંઈ ચાલી શકે તેમ નથી. આપણે તેમની ઉપર કાંઈ કરી શકીએ તેમ નથી. પાપકર્મથી તેઓની બુદ્ધિ એવી હણાઈ ગયેલી છે કે તેઓને ધર્મમાર્ગ સમજાવી પાપમાંથી પાછા વાળી શકાય તેવા નથી. જ્યારે તેઓની ભવિતવ્યતા સુધરશે, કર્મ લઘુ થશે ત્યારે જ તેઓ સુંદર નિમિત્તને ઝીલીને પુરુષાર્થ કરશે અને પોતાનું હિત સાધશે. આમ વિચારી તેઓની પ્રત્યે હૈયું કૂણું રાખવું પણ દ્વેષાદિ ન કરવા. હૈયાને કઠોર ન થવા દેવું એ માધ્યસ્થ ભાવના છે.
જગતના જીવોની હિતચિંતા રૂપ મૈત્રી ભાવનાનો વિષય સર્વ જીવો છે. અર્થાત મેત્રીમાં જગતના કોઈ જીવોની બાદબાકી નથી છતાં તેમાં જે જીવો ગુણોની ગરિમાને પામેલા છે, ગુણના શિખરે આરોહણ કરી રહ્યા છે તેના પ્રત્યે અંતરના આનંદરૂપ પ્રમોદ ભાવના બતાવી છે અને જે જીવો દુઃખી છે, દીન, દરિદ્રી, અપંગ, નિરાધાર છે તેમના પ્રત્યે હૃદયમાં સહાનુભૂતિ લાવી તેમના દુઃખને દૂર કરવા રૂપ કરૂણા ભાવના મૂકી છે જ્યારે જે જીવો ખોટા માર્ગમાં ડૂબેલા છે. ખોટા કાર્યોમાં રક્ત છે અને જેમની બુદ્ધિ તે તે કાર્યો કરતા હવે ભ્રષ્ટ થઈ ચૂકી છે કે જેથી તેઆનો સન્માર્ગમાં અવતાર કોઈ રીતે શક્ય નથી તેવા જીવો પ્રત્યે અંતરમાં કરૂણા હોતે છતે પણ તેમના દુઃખને દૂર કરવું એ શક્ય ન હોવાથી તેમની પ્રત્યે માધ્યસ્થ ભાવના - ઉપેક્ષા ભાવના મૂકી છે. આના દ્વારા એક વાત ખ્યાલમાં રાખવા જેવી છે કે જે ચીજ આપણા હાથમાં નથી ત્યાં ખોટી ચિંતા કરવી એ વ્યર્થ છે. ત્યાં નિરર્થક ચિંતા કરવાથી દુ:ખ સિવાય કાંઈ જ હાથમાં આવતું નથી. તે વખતે તો તે વાતને ભવિતવ્યતા ઉપર મૂકીને આપણે તેનાથી દૂર થઈ જવું એ જ કર્તવ્ય છે. સાથે સાથે આપણે
- -
- -
-
-
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org