________________
૨૮૨
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ હોય છે. દુઃખની અવસ્થામાં મને વિષયોમાં જતું નથી પરંતુ વિષયોથી પર રહે છે માટે જ કુન્તીમાતા વગેરેએ પરમાત્માની પાસે સુખ ન માંગતા દુઃખ માંગ્યું છે, દુ:ખ તે તત્ત્વને પામવાની યોનિ છે. જો સંસારમાં દુઃખ ન હોત તો કોઈ પણ જીવ વૈરાગ્ય પામત નહિ, તત્ત્વ માર્ગે પ્રયાણ કરત નહિ. દુ:ખીને શોધી તેના દુખને દૂર કરવાથી જીવ સંસારનું સુખ ભોગવી શકતો નથી. દુખી પ્રત્યેની કરૂણા અને પ્રેમથી તેના અંતરમાં સુખની આસક્તિ ઘટવા માંડે છે.
સંસારનું સુખ ભોગવવું તે આપણા વિવેકનો અનાદર છે. અગર મનુષ્ય પોતાના વિવેકને મહત્ત્વ આપે તો તે સુખને ભોગવી શકતો નથી કારણ ભોગ્ય વસ્તુને સ્થાયી માનીને જ સુખ ભોગવાય છે. શરીર અને સંસાર પ્રતિક્ષણ બદલાતા રહે છે. આ વિવેક આવ્યા પછી મનુષ્ય ભોગ ભોગવી શકતો નથી કારણ વિવેકની જાગૃતિ હોતે છતે મનુષ્ય શરીરમાં નથી રહેતો પણ આત્મામાં રહે છે. સંસારની કોઈ વસ્તુ સ્થિર નથી પણ પ્રતિક્ષણ વિનાશ તરફ જઈ રહી છે એ વાતને માત્ર શીખવાની નથી પરંતુ સમજવાની છે. તેનો અનુભવ કરવાનો છે. અનુભવ થયા પછી સુખાસક્તિ રહેતી નથી. દ્રવ્યથા - ભાવયા
દ્રવ્યદયા એ ભૌતિક સુખનું સાધન છે અને ભાવદયા એ આત્મિક સુખનું સાધન છે. છકાય જીવની રક્ષા કરવી, દીન દુખીની સેવા કરવી, માંદાની માવજત કરવી તે દ્રવ્ય દયા છે તેમજ સ્વયં ધર્મની આરાધના કરવા સાથે અન્ય આત્માઓને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ કરાવવી અને તેના સાધન તરીકે સાતેય ક્ષેત્રોને પોષણ આપવું તે ભાવદયા છે. જગતના ભવ્ય જીવોના આત્મકલ્યાણને માટે ધર્મતીર્થની સ્થાપના કરવી, પ્રાણના ભોગે તેનું રક્ષણ કરવું તે ભાવદયા છે. તીર્થંકર પદ, ગણધર પદ, આચાર્ય, ઉપાધ્યાય વગેરે લોકોત્તર અધિકારોની અનુકૂળતા પ્રાપ્ત થવામાં ભાવદયાની તરતમતા એ મુખ્ય કારણ છે. જ્યારે ચક્રવર્તીપણું, વાસુદેવપણું, અતિવાસુદેવપણું ચાવત્ રાજા, મહારાજા, અમાત્ય, નગરશેઠ વગેરે લૌકિક અધિકારો પ્રાપ્ત થવામાં દ્રવ્યદયાની તરતમતા કારણ છે.
બીજા જીવોના દ્રવ્ય અને ભાવપ્રાણ દુ:ભાય નહિ તેવી રીતે તેમ જ તેમના બંને પ્રાણોની રક્ષા થાય તેવી રીતે પ્રવર્તવાની તારક પરમાત્માની આજ્ઞા છે. સંસારવર્તી જીવો જાણ્યે અજાણ્ય પણ બીજાના દ્રવ્ય - ભાવ પ્રાણોની હિંસામાં નિમિત્ત બની જાય છે તેથી બચવા માટેનો આ ઉપદેશ છે. સિદ્ધ ભગવંતોને ધન્ય છે કે જેઓ કોઈના ય દુ:ખમાં નિમિત્ત બનતા નથી. નિર્મળ દયા, સાનુબંધ દયા કેળવવાથી જીવ ઉપર જાય છે. માટે પ્રભુ શાસનમાં દ્રવ્યદયા અને ભાવદયા ઉપર ભાર મુકવામાં આવ્યો છે. દ્રવ્યદયા પણ મુખ્યતયા તો ભાવદયાનું કારણ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org