________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૨
૨૮૧ શુક્લપાક્ષિક યોગ્યતા રૂપે છે. શુક્લપાક્ષિકનો અર્થ ક્રિયારૂચિ કર્યો છે. મોક્ષના સાધન રૂપે, આત્મકલ્યાણના કારણ રૂપે ક્રિયામાં આદર તે ક્રિયાચિપણું છે અતિ આત્મકલ્યાણની બુદ્ધિથી તે તે ક્રિયામાં ઉચિત રૂપે પ્રવર્તન તે શુક્લપાક્ષિકપણું છે.
આવું શુક્લપાક્ષિકપણું અચરમાવતમાં આવતું નથી. ચરમાવર્તમાં યોગ્યતા રૂપે રહેલ શુક્લપાક્ષિકપણું જ્યારે તે તે નિમિત્તસામગ્રીનો યોગ મળે છે અને જીવ તેમાં ઉચિતરૂપે પ્રવર્તન કરે છે ત્યારે તે ફ્લવાન બને છે.
ધર્મસ્થાનમાં જનારા આત્માઓ માત્ર ધર્મની ક્રિયા કરે એટલા માત્રથી વાસ્તવિક શુક્લપાક્ષિકપણું આવતું નથી. પણ ધર્મક્રિયા કરવાની સાથે પોતાના વ્યવહારમાં અહિંસા, દયા, દાન, સેવા, ન્યાય, નીતિ, પ્રામાણિકતા, સહિષ્ણુતા, ક્ષમાદિ ગુણોનું સેવન કરતા હોય તો તે શુક્લપાક્ષિક કહેવાય છે.
જેમ શુક્લપક્ષમાં એકમનો પણ ચંદ્ર હોય તો તે ધીમે ધીમે વૃદ્ધિ પામી પૂર્ણતાને પામે છે તેમ ચરમાવર્તવર્તી જીવ આ શુકલપાક્ષિકપણાના ગુણથી ધીમે ધીમે આત્માની શુદ્ધિ વધારી ઠેઠ મોક્ષ સુધી પહોંચે છે.
અચરમાવર્તમાં તેમજ ચરમાવતમાં પણ આત્મા જ્યાં સુધી ભાવમલની. પ્રચુરતાવાળો છે ત્યાં સુધી જીવની પાસે ક્રિયા હોઈ શકે છે. ક્રિયારૂચિ હોતી નથી. સંસારના સુખનો ગાઢ રાગ-તીવ્ર આસક્તિ તેને ક્રિયામાં આદર ઊભો થવા દેતી નથી. જ્ઞાનીઓએ બતાવેલ ક્રિયાઓ મારા આત્માને એકાંતે હિતા કરનારી છે એવું તેની બુદ્ધિમાં બેસતું નથી અને તેથી આત્મકલ્યાણની બુદ્ધિથી જ્ઞાનીઓએ બતાવેલ ઠેઠ નીચેથી માંડીને ઉપર સુધીના આચાર માર્ગમાં તે પ્રવર્તતો નથી તેથી તે આત્માને ક્રિયા કરવા છતાં શુક્લપક્ષ ઉદયમાં આવતો. નથી અને કૃષ્ણપક્ષ ક્ષીણ થતો નથી અને તેથી જ્ઞાનરૂપી ચંદ્રમાની કળા બીજના ચંદ્રની જેમ વૃદ્ધિ પામતી નથી.
તે ગમે તેટલી અને ગમે તેવી સારી ક્રિયાઓ કરે તો પણ ઉચિત ક્રિયા રૂપે જે આદર પ્રગટવો જોઈએ તે આવતો નથી અને તેથી તે શુક્લપાક્ષિક બનતો નથી.
અધ્યાત્મમાં આ શુક્લપાક્ષિકપણાની કિંમત ઘણી છે તેના વિના ગમે તેટલી સારી ક્રિયા કરવા છતાં ગાયને દોહી દોહીને કૂતરીને પાવા જેવું થાય છે.
- જ્યારે જીવ દુઃખીને જુવે છે, તેના દુઃખે દુઃખી થાય છે, તેના દુ:ખને દૂર કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે હુય દ્રવિત થયેલું હોય છે. દ્રવિત થવાના કારણે સહજ રીતે સંસારના સુખ ઉપરથી મન ઊઠેલું હોય છે, જેમ પોતાની દુ:ખી અવસ્થામાં જીવ સુખ ભોગવી શકતો નથી તેમ બીજાની દુ:ખી અવસ્થામાં પણ સહભાગી થવાથી તેનું દુ:ખ આપણું બને છે તે વખતે મનમાં સુખની આસક્તિ હોતી નથી પણ કરૂણા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org