________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૨૭૯ પશુ બનતો જાય છે. અંદરનું મશીન બગડેલું છે
જ્યાં અંદરનું મશીન બગડેલું છે ત્યાં ડાયલ ગમે તેટલું સુંદર દેખાતું હોય છે તો તે શું કામનું? શરીર એ ડાયલ છે. ખરું તત્ત્વ તો અંદરનું ચૈતન્ય છે. જિંદગી આખી વાદ અને વિવાદમાં પૂરી થાય છે પણ જ્યારે પરિસંવાદ થાય ત્યારે જીંદગી પૂરી થતી નથી પણ પૂર્ણતા પ્રાપ્ત થાય છે. આજે હજારમાંથી ૯૯૯ માણસો જિંદગી પૂરી કરે છે. એ ન કરે તો એમનો કાળ એમને પૂરી કરાવે છે. સવારના ઉઠે ત્યારથી ચિંતાનો મુગટ પહેરીને નીકળે છે. વાળમાં તે ગોઠવીને બહાર છે. રાત્રે સૂઈ જાય ત્યારે માથાના વાળ વિખરાઈ જાય છે પણ ચિંતા વિખરાતી નથી. ચિંતા તો રાત્રે ઊંઘમાં પણ ચાલુ રહે છે. સ્વપ્રમાં આવે છે. બેચેની ઊભી કરે છે. પૈસા કમાયા, કારખાના ઊભા કર્યા, છાપામાં નામ ચમક્યું. આ એમનો આનંદ છે. આ એમના જીવનની સળતા છે.
એક ફ્લિોસો જિંદગીની વ્યાખ્યા આપી છે "Save the words' - શબ્દો બચાવો. ઓછા શબ્દો બોલીએ તો ઓછા ક્સાઈએ. બોલી બોલીને આપણે જિંદગીને ગૂંચવણમાં નાંખીએ છીએ. જેમ જેમ બોલીએ છીએ તેમ તેમ વધુને વધુ બંધાતા જઈએ છીએ. એનાથી પાછા વળવા માટે મીન છે.
પરિસંવાદ એટલે બધી વસ્તુઓને તટસ્થતાથી જોવી અને એક - બીજામાં અનંતતા અનુભવવી. ઉપવાસ કરવો સહેલો છે પણ ધ્યાન કરવું કઠિન છે. શરીરને કષ્ટ આપવું સહેલું છે પણ મનને કેન્દ્રિત કરવું કઠિન છે. જેનધર્મ માત્ર તપ ઉપર ભાર મૂકે છે એ વાત અર્ધસત્ય છે. બાહ્યતપથી તપની શરૂઆત થાય છે અને તેની પૂર્ણતા અત્યંતર તપ-ધ્યાન અને કાયોત્સર્ગમાં છે. જેમાં શરીરનું ભાન ભૂલાઈ જાય છે અને એકાગ્રતા સહજ બની જાય છે. દયા એ અજરતી જાય છે.
પ્રસ્તુત શ્લોકના ઉત્તરાર્ધમાં ગ્રંથકાર અનુષ્ઠાન દ્વારા પરોપકારમાં પણ રક્ત રહેવાની વાત કરી રહ્યા છે અર્થાત્ પરપીડાનું વર્જન કરવા માત્રથી કાર્યની પૂર્ણાહુતિ થઈ જતી નથી. એ તો સિક્કાની એક બાજુ છે. જેમ દુઃખા ન આપવાનું વિધાન છે, તેમ શક્ય હોય તે રીતે તેના ઉપર ઉપકાર કરવા દ્વારા તેને શાતા આપવી, તેના ચિત્તને પ્રસન્ન કરવું એ પણ એક કર્તવ્ય બની જાય છે એને સહાય કરવા દ્વારા મેત્રીભાવ સાધવા દ્વારા પ્રેમની અભિવ્યક્તિ થાય છે. કોઈના પણ અંતઃકરણમાં પ્રેમતત્વની અભિવ્યક્તિ કરવી એ ધર્મ છે, એ કર્તવ્ય છે. કારણ કે આખરે તો તેનો યોગમાર્ગમાં આવતાર કરવા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org