________________
૨૮૦
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ દ્વારા એ આત્મા ક્રમે કરીને પૂર્ણતાને પામે એવા માર્ગ ઉપર એને ચઢાવવાનો છે. આ રીતે કર્તવ્યનું પાલન કરવાથી જ પોતાનું યોગમાર્ગ પરનું પ્રયાણ નિરાબાધિત બને છે. કર્તવ્યના પાલનની ઉપેક્ષાથી સાધક પોતાની મેળેજ પોતાના માર્ગમાં અંતરાયો ઊભા કરે છે.
આના દ્વારા સ્વાર્થવૃત્તિનો ત્યાગ કરવાપૂર્વક મૈત્રીભાવના બતાવી રહ્યા. છે, અને સઘળા જીવોની હિતચિંતા કરવા ઉપર ભાર મૂકી રહ્યા છે. દયા એ અર્ધજરતી જાય છે તેની પૂર્ણતા દાન, સેવા, પરોપકારથી છે.
પરોપકારનો પ્રબળ નિયમ એ જણાવે છે કે જો છતી શક્તિએ જીવ પોતાની કક્ષા મુજબ બીજાને ઉપયોગી નહિ બને, બીજાના સુખ અને હિતને કેન્દ્રમાં રાખીને નહિ જીવે અને સ્વાર્થોધતાથી મળેલા પુણ્યનો ભોગવટો કરી બીજાને માટે ઉપેક્ષિત બને અને પરોપકાર ગુણની ખીલવણી માટે પરામુખ બને તો મળેલી તક છીનવાઈ જશે અને કર્મસત્તા તેને અસહાય દશામાં મૂકી દેશ માટે પુણ્યોદયથી મળેલી શક્તિ અને સંપત્તિનું યોગદાન કરવું જરૂરી છે.
દુર્લભતાનું જ્ઞાન તેના અપવ્યયને રોકે છે. દુર્લભ એવો મનુષ્યભવ મળે તો ઉપરાઉપરી સાત કે આઠ વાર મળે. પછી તેનું સાતત્ય અટકે છે આઠમો ભવ મળે તે યુગલિકનો મળે છે અને ત્યાંથી દેવલોકમાં જવાનું થાય છે. હવે પંચેન્દ્રિયપણું સતત મળે તો ચાર ગતિમાં થઈ એક હજાર સાગરોપમ સુધી મળી શકે. ત્યાં સુધીમાં જીવને આત્મિક વિકાસ કરવાની સંપૂર્ણ તક મળે છે અને જો તકનો સદુપયોગ ન થયો તો કર્મસત્તા તેને વિકલેન્દ્રિયમાં મૂકે છે. હવે ત્રસકાયની સ્વકાયસ્થિતિ પણ બે હજાર સાગરોપમની છે. ત્યાં સુધીમાં જીવે આત્મકલ્યાણ ન સાધ્યું તો તેને પરાણે પણ એકેન્દ્રિયમાં - સ્થાવરનિકાયમાં જવું પડે છે. આમ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાયમાં જન્મ થાય છે ને સ્થાવરનિકાયના શરીર દ્વારા અન્ય જીવોનું જીવન ટકતું હોવાથી અનિચ્છાએ પણ પરોપકાર થાય છે. આવી સ્થિતિને અટકાવવી હોય તો સંપન્ન અવસ્થામાં બીજાના યોગક્ષેમ માટે નિષ્કામ ભાવે જીવ તત્પર બને તો પોતાના પણ યોગક્ષેમ બની રહે.
ધર્મસ્થાનમાં જનારા અને ધર્મક્રિયા કરનારા પોતાના વ્યવહારમાં અહિંસા, દયા, દાન, સેવા, ન્યાય, નીતિ, પ્રામાણિકતા, સહિષ્ણુતા, ક્ષમાદિ ગુણોનું સેવન કરતા હોય તો તે શુક્લપાક્ષિક કહેવાય.
શુલપાક્ષિકપણું શું છે ? શાસ્ત્રમાં શુક્લપાક્ષિક માટેના બે મત છે. એક મતે એક પુદ્ગલપરાવર્તની અંદર જીવ આવે ત્યારે શુક્લપાક્ષિક બને છે. બીજા મતે અર્ધ પુદ્ગલપરાવર્તની અંદર આવે ત્યારે જાવ શુક્લપાક્ષિક બને છે. અહિંયા.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org