________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૨
૨૮૩
બને તે રીતે કરવાની છે. મેઘકુમારના જીવે હાથીના ભવમાં એક સસલાની દયા ચિંતવી, પોતાનો પગ તેની ઉપર પડવાથી થતી તેની પીડાનો વિચાર કર્યો અને તેને મૃત્યુના મુખમાંથી બચાવવા રાા દિવસ પગ ઊભો રાખવાની કરૂણા કરી તો હાથીના ભવમાંથી સીધા રાજકુમાર થયા. અને ત્યાં સુંદર ચારિત્ર પાળી મોક્ષને નિકટ બનાવ્યો. માટે પરપીડા વર્જન અને પરહિત પ્રવર્તન એ ધર્મનું મૂળ છે. એનાથી ધર્મ સાનુબંધ થાય છે. અનાદિકાલીન સુખની આસક્તિ અને સ્વાર્થવૃત્તિના પાયા ઉપર ઊભા થયેલા પાપના અનુબંધો તૂટવા માંડે છે અને જીવ સમ્યકત્વ, વિરતિ વગેરે ધર્મનો અધિકારી બને છે.
ગુરૂવર્ગ અને તેમની પૂજાવિધિ गुरवो देवता विप्रा यतयश्च तपोधनाः। पूजनीया महात्मानः सुप्रयत्नेन चेतसा ॥ १५१ ॥
માતા, પિતા, ગુરુ, વડીલ, દેવતા, બ્રાહ્મણો, યતિઓ અને તપોધન મહાત્માઓ સમ્યફ પ્રયત્નપૂર્વક ચિત્તવર્ડ કરીને પૂજવા યોગ્ય છે.
- હરિભદ્રસૂરિજી મહારાજા યોગબિંદુના શ્લોક ૧૧૦ થી ૧૧૬ માં ગુરુવર્ગ અને તેમની પૂજાવિધિ આ પ્રમાણે બતાવી રહ્યા છે.
ગુરુઓ એટલે માતાપિતા, કલાચાર્ય એમના જ્ઞાતિજનો, ભાઈ-બહેન વગેરે તથા ધર્મનો ઉપદેશ કરનારા જ્ઞાનવૃદ્ધ અને વયોવૃદ્ધજનો આ બધા શિષ્ટજનોને ઇષ્ટ એવો ગુરુ વર્ગ છે.
તેમને ત્રણે સંધ્યાએ નમન કરવું, વંદન કરવું અને તેવો અવસર ના હોય તો તેમને ચિત્તમાં બહુમાનપૂર્વક સ્થાપન કરીને વંદન કરવું. વંદન ચંદન કરતા પણ વધારે શીતલ છે. ચંદન કપાળને ઠંડુ કરે છે જ્યારે વંદન ચિત્તને ઠંડક કરે છે. વંદન કરવાથી અંતઃકરણના તાપ શમી જાય છે અને અંતઃકરણ નિર્મળ બને છે. તે આવે ત્યારે અમ્યુત્થાન વગેરે કરવું અથતિ ઊભા થવું સામાં લેવા જવું. આપણા આસને આવે ત્યારે આપણા મુખ્ય આસને બેસાડવા. તે બેસે પછી બેસવું. તેમની આગળ ઇન્દ્રિયોનો અને શરીરનો સંકોચ કરવાપૂર્વક નમ્રપણે બેસવું. અસ્થાને - અપવિત્ર સ્થાને તેમનું નામ ગ્રહણ ના કરવું. તેમનો અવર્ણવાદ - નિંદા વગેરે ન સાંભળવા. આપણી શક્તિ પ્રમાણે તેમને સુંદરમાં સુંદર વસ્ત્ર, પાન, ભોજન અલંકાર વગેરેનું સમર્પણ કરવું તેમજ દેવતા, અતિથિ, દીન, અનાથ વગેરેને દાન આપવારૂપ કે ભક્તિ કરવારૂપ પારલૌકિક પુણ્યના કાર્યો તેમના હાથે કરાવવા.
ધર્માદિ પુરુષાર્થને બાધા ન પહોંચે તે રીતે ઔચિત્યપૂર્વક તેમને અનિષ્ટ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org